મોરબીના સીંઘમછાપ સીઈઓ સંદીપ ઝાલાની બકરી ડબ્બાને પુંછડી બહારનો હવે થયો તાલ..!

0
51

  • કચ્છના કાર્યકાળમાં ફટાકડી રાખવાના શોખીન અને

ભુજ-માંડવી-અંજાર-મુંદરામાં મુખ્ય કારોબારી અધિકારી તરીકે જેનો કાર્યકાળ વિવાદીત, દબંગગીરીવાળો રહ્યો છે તેવા સંદીપસિંહ જાલા હવે મોરબીમાં પણ સીઈઓ પદે આવ્યા છે બરાબરના સાણસામાં

નગરપાલિકા- સંદીપસિંહ ઝાલાની ઘોર બેદરકારી જ આવી રહી છે સામે, ઓરેવા કંપનીએ બ્રીજ ચાલુ કરી દીધો હતો અને બે બાજુથી ટિકીટો આપી લુંટવાનુ પણ શરૂ કરી દીધુ, કરારના ભંગ કર્યા છતા સંદીપસિંહ ઝાલાએ આ બધી જ ચકાસણીઓ કરવાની સત્દી શુદ્ધા ન લીધી : ઓરેવા અને મોરબી નગરપાલિકા વચ્ચે થયેલા કરારની રકમથી વધુના ઉઘરાણા ટિકિટદરમાં થતા હતા? કેમ સંદીપઝાલાએ ન કરી તપાસ?

ગાંધીધામ : મોરબીનો ઝુલતો પુલ મોતનો પુલ બની જવા પામ્યો છે અને ૧પ૦થી વધુ જેટલા નિદોર્ષ લોકોના મોત નિપજી ગયા છે. હૃદયદ્વાવક દ્રશ્યો સર્જાઈ ગયા છે. ત્યારે પ્રાથમિક રીતે વાત બહાર આવી છે તે અનુસાર આ બ્રીજ મંજુરી વિના જ શરૂ કરી દેવામા આવ્યો હતો. મોરબીનો જુલતો પુલ એ નગરપાલીકાની મિલકત છે. ત્યારે આ બ્રીજ મંજુર વિના જ શરૂ થાય, પાંચ પાંચ દીવસ સુધી તે ખુલ્લો જ રહે, સ્ટેબીલીટી રીપોર્ટ કે ફીટનેશ સર્ટી લીધા વિના જ આ બ્રીજ ચાલુ થઈ જાય અને ચાર જ દીવસમાં તેના પર ૧ર હજાર જેટલા પ્રવાસીઓ -મુલાકાતીઓનો ઘસારો આવી પહોચે અને નગરપાલીકા તથા તેના મુખ્ય કારોબારી અધિકારી એમ કહીઅને હાથ માત્ર ઉંચા કરી લે કે, બ્રીજ ચાલુ કરવા બાબતે અમને કંપનીને લેખિતમાં જાણ જ ન હોતી કરે એટલે અમને ખબર જ ન હતી? હા, કચ્છમાં વિવિધ નગરપાલિકાઓ ભુજ, માંડવી, અંજાર, મુંદરામાં ફટાકડી રાખવાના શોખીન અને તેના જ જોરે િંસંગમછાપ છબી ઉભી કરનાર અધિકારી સંદીપસીહ જાલા હાલમાં મોરબીના મુખ્ય કારોબારી અધિકારી પદે સેવારત રહેલા છે અને આવા લુલા બચાવો કરતા જોવાઈ રહ્યા છે.એક ટીવી ઈન્ટરવ્યુમાં આ સંદિપ સિંહનોબરાબરનો ઉઘડો લેવાયો ત્યારે કચ્છમાં હજુય પણ જે સંદીપસિંહના મુંદારા-બારોઈ નગરપાલિકાના ૮૦ કરોડથી વધુના જમીન કૌભાંડા ગાજી જ રહ્યા છે તે મોરબીના સીઈઓએ પદ આવી ગંભીર ઘટના બન્યા બાદ પણ લાજવાના બદલે હજુય ગાજી રહ્યો હોય તેવુ દેખાઈ રહ્યુ છે. જાણકારો તો કહે છે કે, આ અધિકારી છે જ મોટા પેટવાળો. તેના પેટમાં જયા સુધી કંઈ જાય નહી ત્યાં સુધી તે આવા કૃત્યોમાં આંખ આડા કાન કરતો હોતો જ નથી. જાણકારો દ્વારા અહી સવાલ ઉઠાવાઈ રહ્યા છે કે, પાંચ દીવસથી બ્રીજ ખુલ્લો મુકી દેજાયો, ૧ર હજારથી વધુ પ્રવાસીઓએ બ્રીજ પરની મજા માણી લીધી, છતાં પણ અહીના નગરપાલીકાના મુખ્ય કારોબારી અધિકારી સંદીપ જાલો ટીવી ઈન્ટરવ્યુમાં કહે છે કે, મને ખબર નથી કે બ્રીજ ચાલુ કરી દેવાયો? સીઈઓનો આ જવાબ શું સૂચવે : પાંચ દીવસથી ગેરકાયદેસર બ્રીજ ખુલ્લો મુકાયો છતા પણ સીઅઈઓ સંદીપસિંહને ૧૦૦-ર૦૦ માણસો મરવાની જ શું ઈંતજારીમાં હતી? એોરેવા કંપનીએ કદાત નગરપાલિકાને લેખિતમાં ન આપ્યુ હોય તો પણ આ મુખ્ય કારોબારી અધિકારીની ગેરકાયદેસર ચાલતા બ્રીજેને બંધ કરાવવાની કોઈ જ જવાબદારી નથી બનતી?સ્ટેબીલીટી રીપોર્ટ વિના બ્રિજ ચાલુ જ ન થાય? ફિટનેશ સર્ટી ન હતુ તો બ્રીજ ૪-૪ દીવસ સુધી કેવી રીતે ધમધમમ્યો? જો પહેલા જ દિવસે આ સંદીપસિહ જાલાન્એ ગેરકાયદેસર બ્રીજને બંધ કરાવી દીધો હોત તો ૧પ૦થી વધુ લોકોના મોત થતા અટકી ગયા હોત? ખરેખર તો આ કેસમાં મોરબી નગરપાલિકાના સીઈઓ સંદીપસિંહ ઝાલાની જ બેદરકારી ફીટ કરવી જોઈએ તેની જ ઈરાદાપૂર્વકની નેગ્લીજન્સીના લીધે જ આ દુર્ઘટના બની ગઈ છે? સંદીપસિંહની ભૂમિકા અને પૂર્વ કાર્યકાળ ચકાસવામાં આવશે તો પણ અનેકવિવાદો અને ભ્રષટ કારનામાઓની ચર્ચાઓ તેમના નામે મળી જ આવે તેમ જાણકારો કહી રહ્યા છે. ૩૦૪-૩૦૮ અને ૧૧૪ની કલમો તળે માનવવધનો ગુન્હો હકીકતમાં આ ૧પ૦થી વધુના મોતનો ગુન્હો નગરપાલિકાના મુખ્ય કારોબારી અધિકારીની સામે જ નોંધવો ઘટે.