મીઠીરોહર નર્મદરાજ ઈન્ડ. કંપનીમાં તેલકાંડ : એસીડની કંપનીમાં પામ-સોયાનો સંગ્રહ કેમ?

0
30

  • મેરે અંગને મેં..તુમ્હારા કયાં કામ હે..!ં

કંપનીના માલીક રાજેશને ઉઠાવીને લેવા જોઈએ કડકમાં કડક પુછાણા : એસીડ બનાવતી કંપનીમાં સોયા-પામનો શંકાસ્પદ, આધારા પુરાવા અને સરકારશ્રીની પરવાના વિના જ જથ્થો રાખવા પાછળનું રહસ્ય શું?

પૂર્વ કચ્છએસઓજીની ટીમ આદરે ઘનિષ્ઠ છાનબીન : આ પામ-સોયા કયાંથી લવાયા? એસીડની કંપનીનુ નામ અને ચોરાઉ તેલના સંગ્રહનું કામ..તેવુ તો નથી ને? જો એમ હોય તો પામ-સોયાનો માલ કઈ તેલચોર ગેંગનો અહી સંગ્રહવામાં આવ્યો હતો? : આ આધારપુરાવા વિનાનો માલ ખરીદનારાઓ કોણ-કોણ હતા?

ખોટલે મોટી ખોટ : સેફટી સાધનોની વ્યવસ્થા વગર, માનવજીંદગીને માટે જોખમ ઉભુ થાય તે રીતે, હવાનું પ્રદુષણ વકરે, લોકોના સ્વાસ્થય સાથે રીતસરના ચેડા થાય તેમ ખુલ્લામા જવલંતશીલ પદાર્થોના સંગ્રહ કરેલા અડ્ડા પર પોલીસતંત્ર ત્રાટકયું પરંતુ હેલ્થ એન્ડ સેફટી વિભાગ તથા પ્રદુષણને ડામવાની જવાબદારી જેની છે તેવા જીપીસીબી-ગાંધીધામ એકમને આવી બદીઓને ડામવાની જરા સહેજ પણ ફુરસદ નથી..!

ગાંધીધામ : તાજેતરમા ંજ પૂર્વ કચ્છ એસઓજીની ટીમ દ્વારા ગાંધીધામ તાલુકાના મીઠીરોહરની જીઆઈડીસીમાં આવેલા એક પ્લોટમાં જવલંતશીલ પર્દાથનો આધાર-પુરાવા અને વગર પરવાનાએ સંગ્રહ કરેલા તગડા જ્થ્થા પર સફળતાથી દરોડો પાડયો હતો. આ પ્લોટ પર આવેલી કંપની નર્મદરાજ ઈન્ડીસ્ટ્રીઝનો માલીક રાજેશ હજુ ફરાર જ હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે ત્યારે આ રીતે ખુલ્લા પ્લોટમાં સંગ્રહવામં આવેલા જથ્થાને લઈને સવાલો પણ ઉઠવા પામી રહ્યા છે.કહેવાય છે કે, નર્મદરાજ ઈન્ડીસ્ટ્રીઝ છે તે એસીડની કંપની તરીકે ખુદની ઓળખ દર્શાવી રહી છે. જો આ કંપની એસીડની છે તો પછી અહી સોયા અને પામ જેવા જથ્થાઓ કેવી રીતે આટલી મોટી માત્રામાં મળી આવ્યા છે? પામ-સોયાની એસીડવાળી કંપનીમાં શુ જરૂર પડે છે?પૂર્વ કચ્છ એસઓજીના પીઆઈશ્રી ગડ્ડુ દરેક ઘટનાઓમાં તળ સુધી ઉંડા ઉતરી અને નીવડે લાવનારા અધિકારીની છબી ધરાવી રહ્યા છે ત્યારે આ કીસ્સામાં પણ તપાસનીશ એજન્સી એસઓજીએ જીણવટભરી છાનબીન કરવી જોઈએ. સૌ પ્રથમ તો મેાટો સવાલ અહી એ જ થાય છે કે, એસીડ બનાવતી કંપનીમાં પામ-સોયાની આવશ્યકતા કયાંથી ઉભી થઈ ગઈ?આ પામ-સોયા કયાંથી લવાયા? કારણ કે, પામ-સોયાની ચોરી કરવામાં આવતી હોવાની ઘટનાઓ પણ પૂૃર્વ કચ્છમાં અગાઉ અનેક નોધાવવા પામી ચુકી છે. એટલે એસીડની કંપનીનુ નામ અને ચોરાઉ તેલના સંગ્રહનું કામ..તેવુ તો નથી ને? જો એમ હોય તો પામ-સોયાનો માલ કઈ તેલચોર ગેંગનો અહી સંગ્રહવામાં આવ્યો હતો?ઃ આ આધારપુરાવા વિનાનો માલ ખરીદનારાઓ કોણ-કોણ હતા? સહિતનાઓ સુધી રેલો લંબાય તે જરૂરી બની રહ્યુ છે.