મિશન ર૦રર : અબડાસામાં એડવાન્ટેજ ભાજપઃ પ્રદ્યુમનસિંહનો ઘોડો પ્રચાર-પ્રસારમાં જ વિનમાં.!

0
55

  • એક બાર દિલસે-પ્રદ્યુમનસિંહ ફિરસે : અબડાસાનો એકસૂર

નખત્રાણા-લખપત-અબડાસા વિસ્તારમાં સામાન્ય પ્રજાના સેવક તરીકેની છબી ધરાવતા અને અબડાસામાં નો-રીપીટનું મેણું ભાંગી ઐતિહાસિક મતોથી વિજય થઈ કચ્છમાં કોંગ્રેસ શાસિત બેઠક પર ભાજપનું કમળ સોેળે કળાએ ખીલવનાર પ્રદ્યુમનસિંહ જાડેજા માટે જીતના ઉજળા ચિહ્નો

પ્રદ્યુમનસિંહ સ્થાનિક ઉમેદવાર છે, ખેડૂત, વ્યાપાર-રોજગારથી અબડાસા ક્ષેત્રથી જ સંકળાયેલા છે, અબડાસા વિસ્તારના પાયાના કાર્યકર્તાથી ધારાસભ્ય સુધીની સફર ખેડી હોવાથી જણ-જણ સાથે ધરાવી રહ્યા છે સીધો નાતો, ભાજપમાં આવ્યાના ટુંકાગાળામાં નખત્રાણા બાયપાસ, નખત્રાણા એપીએમસી સહિતના મહત્વપૂર્ણ પ્રશ્નોનો લાવી દીધો છે સુચારૂ ઉકેલ : આ વખતે અબડાસામાં પ્રદ્યુમનસિંહની કર્મશીલ છબી થકી જ લાપસીમાં લીટ્ટા સમાન વિજયરથ બનવાનો ઠેર-ઠેરથી વ્યકત થતો વિશ્વાસ

ગાંધીધામ : ગુજરાત વિધાનસભાની પ્રથમ નંબરની અબડાસા વિધાનસભા બેઠક પર મિશન ર૦રરના એલાન એ જંગમાં ભાજપને માટે આગોતરા જ સારા સમાચાર સામે આવી રહ્યા હોવાનો વર્તારો રાજકીય તજજ્ઞો મારફતે ઉભો થતો જોવાઈ રહ્યો છે. આ વખતે અહી ભાજપ-કોંગ્રેસ અને આપ મેદાનમાં છે પરંતુ સીધેસીધો એડવાન્ટેજ ભાજપને જ દેખાવવા પામી રહ્યો હોવાનો રાજકીય અગ્રણીઓ માની રહ્યા છે.અબડાસાની પ્રજા કયારે પણ ધારાસભ્યને રીપીટ કરતી જ ન હોવાનુ મેણું ભાંગનાર અને વીઆઈપી કલ્ચરથી જોજનો દુર રહેલા અને સાદગીના પ્રતિક સમાન પ્રદ્યુમનસિહ જાડેજાનો ઘોડો આ વખતે પ્રસાર-પ્રચાર દરમ્યાન જ વિનમાં હોવાનું ચિત્ર રાજકીય તજજ્ઞો જોઈ રહ્યા હોવાનો વર્તારો ખડો થવા પામી રહ્યો છે. મતદાન અને ચૂંટણી યોજાવાને આડે હજુય દસેક દિવસનો સમય બાકી છે પરંતુ ગુજરાત વિધાનસભાની પ્રથમ નંબરની બેઠક અબડાસા વિધાનસભામાં આ વખતે ભાજપની રીપીટ થીયરી તમામ મોરચે સફળ રહેવા પામી જશે તેમ જાણકારો માની રહ્યા છે.આ બાબતે રાજકીય વર્તુળોમાં થતી ચર્ચાઓની વાત કરીએ તો નખત્રાણા-લખપત-અબડાસા વિસ્તારમાં સામાન્ય પ્રજાના સેવક તરીકેની છબી ધરાવતા અને અબડાસામાં નો-રીપીટનું મેણું ભાંગી ગત પેટા ચૂંટણીમાં ઐતિહાસીક મતોથી વિજય થઈ કચ્છમાં કોંગ્રેસ શાસિત બેઠક પર ભાજપનું કમળ સોેળે કળાએ ખીલવનાર પ્રદ્યુમનસિંહ જાડેજા માટે જીતના ઉજળા ચિહ્નો હાલના સમયે જોવાઈ રહ્યા છે.રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે, પ્રદ્યુમનસિંહ સ્થાનિક ઉમેદવાર છે, વ્યાપાર-રોજગારથી અબડાસા ક્ષેત્રથી જ સંકળાયેલા છે, અબડાસા વિસ્તારના પાયાના કાર્યકર્તાથી ધારાસભ્ય સુધીની સફર ખેડી હોવાથી વિસ્તારના જણ-જણ સાથે સીધો નાતો તેઓ ધરાવી રહ્યા છે. પ્રદ્યુમનસિંહની વચનબદ્ધતાભરી કર્મશીલ પ્રતિભા અહીંના મતદારોને વધારે આર્કષી રહી હોવાનુ પણ કહેવાય છે. તેઓએ જે કહ્યુ છે, તે ખુબજ ટુંકાગાળામાં સાર્થક પણ કરી દેખાડયું છે જે તેમનુ જમા પાસુ જ બની રહે તેમ છે. ભાજપમા આવ્યાના ટુંકાગાળામાં અબડાસાના વરસો જુના નખત્રાણા બાયપાસ સહિતના મહત્વપૂર્ણ પ્રશ્નોનો પ્રદ્યુમનસિંહે ખુદની આગવી કોઠાસુજ સાથે ઉકેલ લાવી દીધો છે અને તે જ અબડાસાના મતદારો પ્રત્યેની તેમની કર્મબદ્ધતાના દર્શન કરાવવા પુરતું જ છે. સહેજ વિગતે વાત કરીએ તો અબડાસામા કોંગ્રેસ છોડી અને ભાજપમાં પ્રદ્યુમનસિંહ પાંચ મુદાઓની ખાત્રી-બાંહેધરી લઈને જોડાયા હતા. ભાજપ દ્વારા આ પાંચ મુદાઓના બે જ વરસમાં વચનો પૂર્ણ કરી દીધા છે. વાત કરીએ મુદાસર તો નખત્રાણા કોલેજ ગ્રાન્ટેડ થઈ, એપીએમસી મંજુર થઈ, નગરપાલિકાનો દરજજો મળ્યો, નખત્રાણા બસ સ્ટેન્ડનું કમ્પાઉન્ડ બન્યું, નખત્રાણામાં કાયમી પાપડી ન હોતા કલાકો સુધી વાહનો અટકી જતા હતા, તે પણ મંજુર થઈ જવા પામ્યું છે, ઉપરાંત નખત્રાણા બાયપાસનો પણ જુનો પ્રશ્ન તેઓના સમયકાળમાં જ ભાજપ સરકારમાં તેમણે ઉકેલાવી દીધો છે. આમ બે જ વર્ષમાં મતદારોને આપેલા વચનો પ્રદ્યુમનસિંહ દ્વારા ઉકેલી લીધા છે અને તેથી જ તેમની કર્મશકિત અને સંકલ્પબદ્ધતામાં પ્રજાજનોને પુરતો વિશ્વાસ છે. તેઓએ અબડાસામાં જે કહ્યુ છે તે કરી દેખાડયુ હોવાથી પ્રજાજનો-મતદારોને તેમનામા પુરેપુરો વિશ્વાસ છલકાઈ રહ્યો છે. સામે પક્ષે આ વખતની ચુટણીમાં કોંગ્રેસ ગુજરાતભરમાં કયાંય ડોકાવવા પામતી જ નથી તો અબડાસાસમાં તો તેની અસરકારકતા કે મતદારોએ તેના પ્રત્યે રીજવાની વાત આવી જ કયાંથી? આ ઉપરાંત પ્રદ્યુમનસિંહ જયારે જાહેરજીવનમાં ન હોતા આવ્યા ત્યારે પણ પ્રજાજનોના કામો સદાય ખુદની શકિત અને સાદગીસભર પ્રતિભાથી યથાશકિત કરતા જ રહેતા હતા. એટલે તેમની લોકપ્રીયતા આજે અબડાસા મતવિસ્તારમાં અનન્ય રહેલી છે. જેને તોડવી માત્ર વચનો કે કાગળો પરના વાયદાથી તોડી શકવી ખુબજ કપરી બની રહે તેમ છે. આ વખતે અબડાસામા પ્રદ્યુમનસિંહની કર્મશીલ છબી થકી જ લાપસીમાં લીટ્ટા સમાન વિજયરથ બનવાનો વિશ્વાસ ઠેરઠેરથી ઉભો થતો જોવાઈ રહ્યો છે.