મેઘપર અકસ્માત : ફરિયાદીના નાર્કો ટેસ્ટની માંગણી

0
29

.જિ. રાજપૂત ક્ષત્રિય સભા, કરણી સેના અને યુવા સભાના ઉપક્રમે જિલ્લા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

ભુજ : ગત તા. ૧૦ના લખપત તાલુકાના મેઘપર ગામે માર્ગ અકસ્માતની ઘટના બની હતી, જેમાં અકસ્માતનો ભોગ બનનાર પિતાપુત્ર પૈકી પુત્રનું ગંભીર ઈજાઓ થતાં મોત નિપજયું હતું. સમગ્ર ઘટના જાેગાનુંજાેગ બનેલી હતી. ફરિયાદી દ્વારા કરવામાં આવેલ એફઆઈઆરમાં અકસ્માત સર્જનાર રાજપૂત યુવાન સામે ૩૦ર, ૩૦૭ અને એટ્રોસિટી લગાડવામાં આવેલ કલમો દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા, રાજપૂત કરણી સેના અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભા દ્વારા ભુજમાં મૌન રેલી કાઢવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ફરિયાદમાંથી ૩૦ર, ૩૦૭ અને એટ્રોસિટીની કલમો દૂર કરવા તથા ફરિયાદીના નાર્કો ટેસ્ટ કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવાયું હતું કે, રાજપૂત ક્ષત્રિય સમાજના મધ્યમવર્ગીય પરિવારના યુવાનને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે. સમગ્ર મામલામાં નિષ્પક્ષ પોલીસ તપાસ કરી ન્યાય અપાવવા માંગ કરાઈ હતી. પોલીસ દ્વારા જે કલમો લગાડવામાં આવેલ છે, તેને દૂર કરી અકસ્માતની ઘટનાની કલમો લગાડવામાં આવે તેવી રજૂઆત આવેદનપત્ર પાઠવી કરવામાં આવી હતી.

કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના મહામંત્રી પૃથ્વીરાજસિંહ જાડેજા, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ હઠુભા બી. જાડેજા, કચ્છ રાજપૂત કરણી સેનાના પ્રમુખ માધુભા એમ. જાડેજાની આગેવાની હેઠળ કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદન પત્ર આપતી પહેલા મૌન રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો જાેડાયા હતા. રેલીમાં વિરભદ્રસિંહ જાડેજા, મેરૂભા જાડેજા, રામદેવસિંહ જાડેજા, અનિરૂદ્ધસિંહ જાડેજા, રાણુભા જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, મનુભા જાડેજા, મહોબ્બતસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા વિગેરે જાેડાયા હતા.