ચૂંટણીના માહોલ વચ્ચે કચ્છમાં આઈટીનું મેગા ઓપરેશન : ૩૦ સ્થળોએ દરોડા..!

0
109

વહેલી સવારે જ કચ્છના ગાંધીધામ-આદિપુર-અંજાર- રા૫ર-ભુજ સહિતના શહેરોમાં ઈન્કમટેક્ષ વિભાગની ટીમો ત્રાટકી : ફાયનાન્સર, રીયલ એસ્ટેટ-પ્રોપર્ટી ક્ષેત્રની પેઢીઓ આવ તપાસના રડારમાં : આખોય દીવસ સર્ચ-સવેની ચાલી શકે છે કામગીરી : કાર્યવાહી બાદ આજ સાંજ સુધીમાં મોટો બેનામી દલ્લો મળી આવવાની વકી

કરચોર તત્વોમાં ફેલાયો ફફડાટ : રોકડના વ્હયવારોની તપાસના કેન્દ્રમાં..! : ભુજમાં રેલ્વે સ્ટેશન રોડ પર આવેલી ફાઈવ સ્ટાર હોટલ તથા ભુજના નામાંકીત બિલ્ડર પણ આવ્યા સાંંણશામાં

ર૦૦થી વધુ અધીકારીઓનો કાફલો ત્રાટકયો : ફાયનાન્સ, રીયલ એસ્ટેટ ક્ષેત્રના કરચોરમાં ભારે ગભરાટ : તમામ એકાઉન્ટસ સાથે ઓફીસો ઉપરાંત ઠેર-ઠેર ઘરો પર પણ આદરાયું સર્ચ

ર૦૦થી વધુ અધીકારીઓનો કાફલો ત્રાટકયો : ફાયનાન્સ, રીયલ એસ્ટેટ ક્ષેત્રના કરચોરમાં ભારે ગભરાટ : તમામ એકાઉન્ટસ સાથે ઓફીસો ઉપરાંત ઠેર-ઠેર ઘરો પર પણ આદરાયું સર્ચ

ગાંધીધામમાં ખાવડા ફાયનાન્સ પર તથા અન્યત્ર તેના ભાગીદારો સહિતનાઓની પેઢીઓમાં ઈન્કમટેક્ષ વિભાગની મોટી તવાઈ

ગાંધીધામ : ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને લઈને ચાલી રહેલા માહેાલની વચ્ચે જ આવકવેરા વિભાગની ટીમ દ્વારા મોટી કાર્યવાહી અહી કરવામા આવી રહી હોવાના અહેવાલો સોમ આવવા પામી રહ્યા છે. ગુજરાતની ચુંટણી પહેલા એક મોટુ પગલું ભરતા આઈટી વિભાગે ગાંધીધામ, ભુજ સહિત કચ્છભરમાં દરોડા પાડવામા આવ્યા છે. કચ્છમાં આઈટી વિભાગનુ આ મેગા ઓપેરશન જ હોય તેમ ઠેર ઠેર દરોડા પડયા છે. અંદાજીત ૩૨થી વધુ જગ્યાએ દરોડા પડયા હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે.

ગાંધીધામ તથા અંજારમાં ખાવડા ગ્રુપ પર દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રાવેલ્સ-ટ્રાન્સપોર્ટ તથા ફાઈનાન્સના વ્યવસાયમાં મોટુ નામ ધરાવતા આ ગ્રુપના રીયલ એસ્ટેટ વ્યવહારો પણ આવકવેરાના ધ્યાને આવ્યા હતા અને કેટલાક વખતથી વોચ રાખવામાં આવ્યા બાદ આજે સવારથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું.

રાજકોટ ઈન્કમટેકસ સર્કલ હેઠળ આવતા કચ્છમાં ઈન્વેસ્ટીગેશન વિભાગના ૨૫૦થી વધુ અધિકારીઓનો કાફલો ત્રાટકયો હતો. ખાવડા ગ્રુપના ભાગીદારોની ઓફિસો તથા નિવાસસ્થાનોને આવરી લેવામાં આવ્યા હતા અને તેની સાથે વ્યવસાયિક કનેકશન ધરાવતા ફાઈનાન્સરો તથા ટ્રાવેલર્સોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.

આ મામલે ચર્ચાતી વધુ વિગતો અનુસાર આ દરોડા ફાયનાન્સ બ્રેાકર્સ, રિયલ એસ્ટેટ સાથે જાેડાયેલા લોકોના સ્થાન પર પાડવામા આવી રહયા છે. જાે કે આવકવેરા વિભાગની આ કાર્યવાહીમાં કેટલી કરચોરી થઈ છે તેનો ખુલાસો હજુ સુધી કરવામાં આવ્યો નથી. પરંતુ જણાવાઈ રહ્યુ છે કે, રાજકેાટ, ભજ અને ગાંધીધામ એમ ત્રણેય જગ્યાએ આવકવેરા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં દરોડા પાડી રહ્યા છે. અહી કયા લોકો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે તેનો પણ હજુ સુધી ખુલાસો થવા પામ્યો નથી. પરંતુ જાણકાર સુત્રો કહી રહ્યા છે કે, ગાંધીધામમાં આજ રોજ વહેલી સવારથી જ ખાવડા ફાયનાન્સની પેઢી પર અને અન્યત્ર તેના ભાગીદારો અને ભાગીદાર પેઢી પર સવારથી જ સર્ચ અને સર્વેની કાર્યવાહી ચાલી રહી છે અને આખોય દીવસ આજે આ કાર્યવાહી ચાલે તેમ મનાઈ રહ્યુ છે. આજ રોજ કાર્યવાહી સંપન્ન થયા બાદ સરકારને મોટો બેનામી હિસાબનો દલ્લો હાથ લાગે તેમ પણ મનાઈ રહ્યુ છે. આજ રોજ કચ્છમાં સાગમટે જ આઈટીની ટીમો ત્રાટકી હોવાથી કરચોર તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામી ગયો છે.

અત્રે નોંધનીય છે કે, આવકવેરા વિભાગની આ કાર્યવાહી એવા સમયે જાેવા મળી છે જ્યારે ગુજરાતમાં બે તબક્કામાં ૧ ડિસેમ્બર અને ૫ ડિસેમ્બરે ચૂંટણી છે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો ૮ ડિસેમ્બરે આવશે. છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતની સત્તા પર ભાજપનો કબજાે છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની જાેરદાર એન્ટ્રીના કારણે સ્પર્ધા ત્રિકોણીય થવાની ધારણા છે. આવકવેરા વિભાગે તવાઇ બોલાવવાનું શરૂ કર્યુ છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં આવકવેરા ખાતાએ મોટુ દરોડા ઓપરેશન હાથ ધરતા ખળભળાટ સર્જાયો છે. કચ્છમાં મોટુ નામ ધરાવતા ખાવડા ટ્રાવેલ્સ- ફાઈનાન્સ ગ્રુપ પર આ દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો તથા મોટી રકમની કરચોરી ખુલવાની આશંકા ધ્યાન કરવામાં આવી રહી છે.

વેપાર-ઉદ્યોગકારોને રાત્રે જ ઓપરેશનની ગંધ આવી ગઈ હતી

ગાંધીધામ : વેપાર-ઉદ્યોગકારોના સૂત્રોએ જણાવ્યું છે કે આવકવેરા અધિકારીઓનો મોટો કાફલો તૈનાત થયો હોવાની જાણ વેપાર-ઉદ્યોગકારોને ગઈરાત્રે જ થઈ ગઈ હતી. આજે દરોડા ઓપરેશનની ગંધ હતી એટલે જુદા-જુદા ક્ષેત્રોના ફાઈનાન્સ સહિતના ક્ષેત્રોનાં ઉદ્યોગકારો એલર્ટ થઈ ગયા હોવાનુ પણ ચર્ચાય છે.

આયકર અધિકારીઓને રાત્રે કુવાડવા નજીકના ફાર્મ રીસોર્ટમાં રખાયા હતા

ગાંધીધામ : આવકવેરા ઓપરેશન માટે તંત્ર દ્વારા ગઈકાલે જ અધિકારીઓને રાજકોટ તેડાવી લેવામાં આવ્યો હતો. અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીક પ્રભુ ફાર્મ રીસોર્ટમાં રખાયા હોવાની ચર્ચા છે અને ત્યાંથી વ્હેલી સવારે કચ્છ રવાના કરવામાં આવ્યા હતા.

આઈટીને પ્રાથમિક તપાસમાં જ મોટો  શંકાસ્પદ વ્યહવાર હાથે લાગ્યાની ચર્ચા

બેનામી વ્યહવારો ધરાવતા દસ્તાવેજાે, હાર્ડડીસ્ક સહિતનુ સાહિત્ય કબજે : રોડક-ઝવેરાત પણ મળ્યાના નિર્દેશ

ગાંધીધામ : આવકવેરા વિભાગની પ્રાથમીક તપાસમાં જ કરોડો રૂપિયાના શંકાસ્પદ અને બેનામી વ્યવહારો ધરાવતા દસ્તાવેજાે મળી આવ્યા હતા અને તે કબ્જે લેવાયા હતા. આ સિવાય કોમ્પ્યુટર હાર્ડડીસ્ક કબ્જે લેવામાં આવી હતી. એક સાથે ૩૨ સ્થળોએ ઓપરેશન હાથ ધરાયુ હતું. રોકડ-ઝવેરાત પણ મળ્યાના નિર્દેશ છે. જાે કે, તેની ગણતરી બાકી હોવાથી તંત્ર દ્વારા આંકડાકીય ફોડ પાડવામાં આવ્યો ન હતો.

વજુભાઈના નામે બહુ ચરી ખાધુ..! હવે સરકારની તિજાેરી છલકાવો..!

ગાંધીધામ : પૂૃર્વ કચ્છથી લઈ અને ઠેર-ઠેર ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાના જાેરે ખુબજ ચરી ખાનારા ફાયનાન્સરને હવે આઈટી વિભાગે બરાબરના સાણસામાં સાણસામાં લીધા હોવાનુ ગાંધીધામ-કંડલા સંકુલમાં ચર્ચાઈ રહ્યું છે. ભાજપનુ મોટુ માથું વજુભાઈના નામે હાલતે ચાલતે ચરી ખાનારા આ ફાયનાન્સરે બહુ જ ઉપાડો લીધો હોવાની ચર્ચા પણ સંકુલમાં થવા પામી રહી છે. પરંતુ વજુભાઈને હકીકતમાં તો ફાયનાન્સથી કોઈ જ લેવા દેવા નથી. છતા પણ સંકુલના આ બની બેઠેલા ફાયનાન્સરે તેમના નામનો ઉપયોગ કરીને દાદાગીરી કરતા હતા પરંતુ શેરની માથે સવાશેર હોય જ છે તે આઈટીના દરોડાથી સાબીત થવા પામી જ ગયુ છે. વજુભાઈના નામે દાદાગીરી કરીને ઘણું ભેગું કરી લીધુ, હવે સરકારની તિજાેરીમાં આ મોટો દલ્લો જમા કરાવવા થઈ જાવ તૈયાર તેવી ચર્ચાઓ પણ આ ફાયનાન્સરના ભોગગ્રસ્તોદ્વારા કરવામાં આવી રહી છે.

ગાંધીધામની પેઢીનું પોરબંદર કનેકશન ખુલ્યું?

ગાંધીધામ : સૂત્રોના કહેવા પ્રમાણે ખાવડા ગ્રુપ ટ્રાવેલ્સ-ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ સાથે પણ સંકળાયેલુ છે અને રીયલ એસ્ટેટમાં પણ મોટા વ્યવહારો ધરાવે છે. મોટાભાગે કચ્છમાં જ વ્યવસાય-વ્યવહાર ધરાવતા આ ગ્રુપના પોરબંદર કનેકશન પણ ખુલ્યા છે અને તેના આધારે પોરબંદરમાં પણ બે સ્થળે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.