બેઝઓઈલના નામે મિક્ષીંગના ધંધામાં ગાંધીધામના મારાજે તો હદ વટાવી : ફાટીને ગયો છે ફુલેકે..!

સંકુલમાં બેઝઓઈલના નામે મારાજ નામના શખ્સે મીક્ષીંગના ગલીગલીએ ઉભા કરી દીધા છે પોઈન્ટ : ખુલ્લેઆમ કહેતો ફરે છે કે, હુ પોલીસ સહિતની એજન્સીઓને ટોપ ટુ બોટમ સાચવુ છું, મારો કોઈ વાળ પણ વાંકો નહી કરી શકે : મારાજ નામના શખ્સે ને તો નથી કોઈ શર્મ કે નથી કોઈ ભય! : મારાજના ખુલ્લા હાટડાઓથી વાહન માલકો થઈ રહ્યા છે પાયમાલ

ગાંધીધામ : આંતરરાષ્ટ્રીય સ્તર પર ઈંધણના વધતા ભાવો અને કાર્ટેલને જોતા ભારત સરકારના પેટ્રોલીયમ પ્રધાન દ્વારા તેના વિકલ્પરૂપે બાયોડિજલની નીતી અમલી બનાવાઈ હતી પરંતુ બાયોડિજલની આડમાં કે પછી બેજ ઓઈલના નામે મિક્ષ કેમીકલના વેપલાના હાટડાઓ ઠેર ઠેર ધમધમી ઉઠવા પામ્યા હતા.તાજેતરમા જ ગુજરાત સરકાર દ્વારા પણ બેઝઓઈલને લઈને ફરીથી લાલઆંખ કરવામા આવી છે અને એક સ્ટેટ લેવલની કમટીનુ ગઠન પણ તેના મોનટરીંગ માટે કરવામા આવ્યુ છે જેના પગલે કચ્છમાં પણ ઠેર-ઠેર દરોડાના દોર હાથ ધરવામા આવી રહ્યા છે અને સરેરાશ બેથી વધુ બેઝઓઈલના શંકાસ્પદ જથ્થાઓ પર સફળ રેડ પડી રહી છે. તે દરમ્યાન જ જાણકારો કહી રહ્યા છે કે, કચ્છ આખાયમાં ઠેર ઠેર રેડ પડે છે, દરોડા હાથ ધરાય છે પરંતુ ગાંધીધામમાં મારાજ નામના શખ્સનો તો કેાઈ વાળ પણ વાંકો કરી શકતા નથી. કહેવાય છે કે, આ મારાજ નામના શખ્સે તો હદ વટાવી દીધી છે. ગાંધીધામ સંકુલમાં બેઝ ઓઈલના હાટડાઓને લઈને તો તે ફાટીને ફુલેકે ચડી ચૂકય છે. ગલીએ ગલીએ તેના બેજ ઓઈલના પોઈન્ટ ફાટી નીકળ્યા છે. ગાડીવાળઓ પણ પાંચ રૂપીયા સસ્તુ ઈંધણ લેવાની લ્હાયમા મારાજ નામના શખ્સના પોઈન્ટને ઠેર ઠેર ઉભરાવી રહ્યા છે. મારાજ તો ખુલ્લેઆમ કહી રહ્યો છે કે, ગાંધીધામ સંકુલમાં મારો કોઈ વાળ પણ વાંકો નહી કરી શકે. હુ ઉપરથી લઈ અને નીચે સુધીના બધાય અધિકારીઓને સાચવીને જ શેરીશેરીએ આ પોઈન્ટ ચલાવી રહ્યો છે. દરેકના ગજવા હું ગરમ કરી રહ્યો છે. અને જે રીતે મારાજ નામનો શખ્સ શર્મ અને ભય વિના આખાય ગાંધીધામ સંકુલમાં બેઝઓઈલના નામે મિક્ષનો વેપલો ધમધમાવી રહ્યો છે તે જોતા તો લાગી પણ રહ્યુ છે કે, તંત્રના જવાબદારોની આ મારાજ નામના શખ્સ પર પુરેપુરી રહેમનજર રહેલી હશે. ગાંધીધામમાં આ મારાજ નામના શખ્સના બેઝઓઈલના નામે મીક્ષના વેપલાને તંત્ર અટકાવે તો જ કઈક કાર્યવાહી કરી કહેવાય, બાકી છુટાછવાયા કેસો નોધી સમ ખાવા પુરતી કામગીરી કરી લીધાનુ જ થાય છે ફલિત.

પોલીસ આ ’મારાજ’ નામના શખ્સના પોઈન્ટ પર રેડ કરે તો પોલીસને ખીસ્સામાં રાખવાની બડાસો મારતો બંધ થાય

અત્યાર સુધી કયાં ઉંઘતા હતા ?સરકારની લાલઆંખ બાદ દોડયા!
ગાંધીધામ : કચ્છભરમાં બેજઓઈલ-બોયોડિજલના નામે મિક્ષ ઓઈલનો મોટો વપેલો ચાલી રહ્યો હોવાના અખબારી અહેવાલો અનેકવખત ઉજાગર થઈ ચૂકયા છે પરંતુ પોલીસ સહિતની એજન્સીઓ આ બાબતે સમ ખાવા પુરતા એકાદ-બે કેસો કરીને કામ કરી લીધાનો સંતોષ માનતો ઓડકાર જ ખાઈ લેતા હતા. પરંતુ ખુદ સરકારે હવે જયોર લાલઆંખ કરી છે ત્યારે પોલીસ હોય કે પુરવઠા કે પછી મામલતદાર વિભાગ સૌ કેાઈ દોડતા થયા છે? આવામાં તમામની ભૂમિકાઓ સામે સવાલો ઉભા થવા પામ્યા છે અને જાણકારો પુછી રહ્યા છે કે અગાઉ કયાં હતા? અત્યાર સુધી કેમ ન કરી આવી કડક કાર્યવાહી?

ધર્મેસ દલાલ કોણ ? સૌથી વધુ બેઝ ઓઈલ મંગાવનાર છુપો રૂસ્તમ છે આ દલાલ…!

કાળી કમાણીની લ્હાય તો જુઓ.! કચ્છમાં અમુક જમીન દલાલો-પોલીસકર્મીઓ પણ કુદી પડયા..!
ગાંધીધામ : બેઝઓઈલ-બાયોડિજલના અન્ય હલ્કા મિશ્રક્ષ કરી અને સસ્તામાં ગાડી વાળાઓને પધરાવીને કાળી કમાણી કરી લેવાનો ધીકતોધંધો પાછલા અમુક વરસથી કચ્છમાં પણ પાગરી ચૂકયો છે. આ ધંધાની કાળ કમાણીની લ્હાય કેટલી બધી લાગુ પડી ગઈ છે કે, મિક્ષ ઓઈલના આ વેપલાના ધંધામાં કચ્છમાં અમુક જમીન દલાલો તો અમુક પોલીસકર્મીઓ પણ ઝંપલાવી ચૂકયા હોવાનુ કહેવાય છે. જેને મજા આવે તે આ ધંધામાં છબછબીયા કરવા લાગી જાય છે. અમુક તો પોતાના પ્લોટમા જ મોટરો બેસાડી અને ટેન્કરો ધડાધડ ભરી શકાય તેવી વ્યવસ્થાઓ પણ ઉભી કરી દીધી હોવાનુ કહેવાય છે.