કાસેઝના સોપારીકાંડમાં અનેક ભેદભરમઃ કસ્ટમ ડીસી કેમ ન કરે કડક લાલઆંખ..?

0
47

  • છે..ને..આમીયાચંદ્ર આણી ટોળકીની બલિહારી..!

કાસેઝના ગેટ પાસે સોપારીના ઢગલા ભરેલી ગાડી થાંભલામાં ભડકાઈ અને ડ્રાયવર ફરાર થઈ ગયા કે ચોર તસ્કરો નાશી છુટયાની એક નહી બબ્બે ઘટનાઓ બની ચૂક છે : તા.૧૦મીએ એક અને ૧૪મીની રાત્રે બીજી ગાડી ઝડપાઈ : ૧૦મીએ કાસેઝની બહાર કેબીનો બાસે બંધ બોડીનો ટેમ્પો પકડાયો, કસ્ટમ એસઆઈઆઈબી વિંગે અટકાવી, પંચનામુ કર્યુ, તો ૧૪મીએ કાસેઝ સિકયુરીટીવાળાઓએ બોલેરો ગાડી પકડી સોપારીનો જથ્થો સીજ કરી લીધો હોવાની ચર્ચા

ખાટલે મોટી ખોટ : કાસેજ પ્રશાસન અથવા કસ્ટમ ડીસી દ્વારા તપાસ થવી જોઈએ કે, ઝોનમા આવેલી કંપની-યુનિટની સોપરીઓનો આટલો જથ્થો બહાર કેમ જઈ રહ્યો હતો? તેના પાછળનો ઈરાદો શુ હતો? કઈ જગ્યાએ જઈ રહ્યો હતો? આ પહેલા કેટલો સોપારીનો જથ્થો બહાર સરકી ગયો ?

બન્ને કેસમાં પંચનામુ કરાયુ, દસ્તાવેજો બન્યા, માલ સીઝ કરી લેવાયો, માલીકની પણ ઓળખાણ થઈ ગઈ, ઠેકેદારે આવી માલ ઓળખી બતાવ્યો, તેમ છતા હજુ સુધી કસ્ટમ ડીસી કેમ આ કેસમાં નથી દેખાતા હરકતમાં? કંપનીના માલિકના લેવા જોઈએ કડક ઉઘડા : ઝોનનો માલ આવી રીતે બહાર કયા ઈરાદાથી ગયો? કોના કહેવાથી અને કયા લઈ જવાતો હતો? આ બધાય મુદાઓની થવી જોઈએ કડક તપાસ

ગાંધીધામ : કંડલા સ્પેશયલ ઈકોનોમીક ઝોનમાં આમીયાચંદ્ર આણી ટોળકી કેટલી ફાટીને ફુલેકે ગઈ છે તેનો વધુ એક વરવો ચિત્તાર રજુ કરતી ઘટના બનવા પામી ગઈ છે. હાલમાં અહી ઝોન ઘેટ પાસે એક વાહન થાંભલામાં અથડાઈને બંધ પડી જતા તેની તપાસ કરતા તેમાથી સોપારીનો જથ્થો મળી આવવાની ઘટનાએ ચકચાર જગાવી છે. કહેવાય છે કે, આ ગાડીને કાસેઝના સિકયુરીટીવાળાઓએ અટકાવી હતી પરંતુ ગાડી અટકવાના બદલે ઝોનમાં જ રપ મિનિટથી ૩૦ મિનિટ સુધી ફરતી રહી અને થાંભલામાં ભટકાતા ગાડી બંધ પડી ગઈ અને ડ્રાયવર નાશી ગયો હોવાનુ મનાય છે. આ બાબતે જાણકારોની વાત માનીએ તો હકીકતમાં આ ઘટના એક જ નહી આવી બે ઘટનાઓ ઝોન આસપાસમાં છેલ્લા પાંચથી સાત દીવસમાં બની જવા પામી ગઈ હોવાનુ કહેવાય છે. અને તે બન્ને ઘટનાઓમાં તંત્ર દ્વારા પંચનામા કરાયા છે તથા મુદામાલ પણ સિજ કરી લેવામા આવ્યા છે, કંપનીની ઓળખ થઈ ગઈ હોવાનુ મનાય છે છતા પણ કાસેઝ પ્રશાસન અથવા તો કાસેઝ કસ્ટમ ડીસી દ્વારા હજુ સુધી કોઈ જ કડક અને ધાક બેસાડતી કાર્યવાહી કરવામા આવી ન હોવાનુ જણાતા આખાય ઘટનાક્રમમાં અલગ અલગ ભેદભરમ ઉભા થવા પામી રહ્યા છે. આ ઘટનાક્રમને લઈને જો સંક્ષિપ્તમાં વાત કરીએ તો કાસેઝમાં પ્રથમ ગત ૧૦મી તારીખે ઝોન ગેટ બહારની કેબીનો પાસે એક બંધ બોડીની ગાડી કસ્ટમની એસઆઈઆઈબી વિંગ દ્વારા પકડી પાડવામા આવી હતી અને તેમા પણ ડ્રાયવર નાશી છુટયો હતો જે ટેમ્પો અને મુદામાલ કાસેઝમાં લાવી અને તેની સામે દસ્તાવેજો કરવામા આવી ગયા છે અને તે ટેમ્પો પણ આજે આ ગેટ પાસે ઉભો હોવાનુ મનાય છે. આ ઉપરાંત ૧૪મી તારીખે કાસેજના સિકયુરીટીવાળાઓએ એક બોલેરો ગાડી પકડી પાડી જેમાથી પણ સોપારીનો જથ્થો મળી આવ્યો હતો અને તેનુ પંચનામુ કસ્ટમ વિભાગના પીઓ તથા એપ્રેઈજર કક્ષાના અધિકારીઓએ છાનબીન કરી અને કર્યુ હતુ. સોપારીનો જથ્થે કઈ કંપનીનો છે તે જાણવા માટે ઠેકેદારને બોલાવવામા આવ્યો હતો અને તેને કબુલાત પણ કરી હતી કે આ માલ તેઓની કંપનીનો જ છે. એટલે કંપનીનુ નામ-ઠામ બધુ જ બહાર આવી જવા છતા પણ કેમ કસ્ટમ ડીસીએ આ કંપનીનો હજુ સુધી ઉધડો નથી લીધો? તેવા સવાલો ઉભા થવા પામી રહ્યા છે.

કસ્ટમ સમક્ષ શિવાએ કોના ઉજાશનો કર્યો ખુલાસો?
કસ્ટમના પીઓ અભિમન્યુ તથા અપ્રેઈઝર શ્રી એ.કે.સિંગની સતર્કતા ભરી કામગીરી સરાહનીય પરંતુ..

ગાંધીધામ : કાસેઝમાં સોપારી પકડાઈ તે વખતે કસ્ટમવિભાગના અધિકારીઓ દ્વારા તેની ખરાઈ કરવા માટે સબંધિત ઠેકેદારને બોલાવવામાં આવ્યો હોવાનુ કહેવાય છે આ ઠેકેદાર દ્વારા કસ્ટમ સમક્ષ આખાય પ્રકરણમાંથી ઉજાશ કરતા કયા ખુલાસાઓ કરી દીધા છે તે પણ ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે. જો કે આ બન્ને અધિકારીઓએ કરેલી કાર્યવાહી આપેલા અહેવાલ પર કસ્ટમ ડીસીએ હજુ સુધી કેમ કઈ પગલા લીધા હોવાનું દર્શાતું નથી.