માંડવીનું ક્રાંતિતીર્થ ડીજીટલ યુગમાં કરશે મંડાણ : પદ્મશ્રી ડો.વિષ્ણુ પંડયા

0
82

  • મોદીજીની કચ્છ લાગણી છે અપરંપાર

સ્વાતંત્ર્યતા લડતના શ્રેષ્ઠ જલાવતન પૈકીના શિરમોર એવા માંડવીના મસ્કાના મુલા ભણશાલી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારકને ડીજીટલ ટચ અપાશે : વર્ચ્યુઅલ- ડીજિટલ માહીતીઓનો ઉમેરો કરાશેઃ લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરાશે : ઈન્ડીયા હાઉસમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી શ્યામજીના જીવન-ચરિત્રને વધુ જીવંત બનાવાશે

પંડિત શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક સોસાયટીના મોભી અને પદ્મશ્રી ડો.વિષ્ણુભાઈ પંડયાના સંયોજક પદે દિલ્હીની પાન ઈન ટેલીકંપની તથા જીએમડીસીના અધિકારીઓની ટીમના આજથી કાંતિતિર્થમાં પડાવ : બે દીવસ સ્થળ અભ્યાસ કરી અહેવાલ તૈયાર કર્યા બાદ અંદાજિત ૬ કરોડના ખર્ચે ક્રાંતિતીર્થતે નવા રંગરૂપ સાથે સજજ કરવાનો શરૂ થશે ધમધમાટ

ગાંધીધામ : સવાયા કચ્છી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો તેમના લાકડાવાયા જિલ્લા કચ્છ પ્રત્યેનો સ્નેહ અપરંપાર રહેલો છે. તેઓએ કચ્છ પ્રત્યેની તેમની પ્રીતીના અનેકવખત દર્શન કરાવ્યા છે. અને દેશવિદેશમાં મોદીજીના આ કચ્છ પ્રેમની જે વિષયોને લઈને સરાહના થતી રહેત હોય તે પૈકીના એક છે માંડવી-કચ્છ-મસ્કાના વીરસપુત પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા. મોદીજીએ શ્યામજીની અંતિમ ઈચ્છા તેઓના અસ્થિ જીનીવાથી માદરે વતન લાવવાની ન માત્ર પૂર્ણ કરી બલ્કે અહી મસ્કામાં ક્રાંતિતિર્થના નામે એક વિશાળ, ભવ્ય અને સ્વતંત્રતાની મશાલ સમાન સ્મારક ઉભુ કર્યુ હતુ.આ સ્મારક ન માત્ર આઝાદીની ચળવળથી વર્તમાન અને ભાવિ પેઢીને અવગત કરે છે બલ્કે દેશની આજાદી માટે સંઘર્ષ કરનારાઓના જીવંત દર્શન પણ કરાવતી જ રહે છે તેમ કચ્છઉદયની સાથે વાતચીત કરતા પદ્મશ્રી અને પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક સમિતીના સ્થાપક મોભી વિષ્ણુભાઈ પંડયાએ જણાવ્યુ હતુ. તેઓએ કહ્યુ કે, જલાવતન શ્યામજીના તિર્થને વધુ જીવંત બનાવવાની દીશામાં નિર્ણય લેવાયા છે અને તે માટે સ્મારક સમીતી વતીથી હુ અને જીએમડીસીના અધિકારીઓ તથા જે કંપનીનું ટેન્ડર દિલ્હીથી માન્ય થયુ છે તેના અધિકારીઓની ટીમ ક્રાંતીતીર્થની મુલાકાતે આવ્યા છીએ.શ્રી પંડયાએ વધુમાં જણાવ્યુ હતુ કે, ક્રાંતીતીર્થમાં આધુનીક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને શ્યામજીના જીવન-કવનને વધુ જીવંત બનાવાનો પ્રયાસ કરવામાં આવશે. દીલ્હીની પાન ઈન ટેલીકંપની આ માટે કામ સંભાળી રહી છે. આજથી બે દીવસ અમે બધાય સ્થળ પર નિરિક્ષણ કરીશુ. ખાસ કરીને ક્રાંતીતીર્થમાં વચ્યુઅર્લી એટલે કે વીડીયો વીઝયુઅલનો ઉમેરો કરવો, વધુ અપડેટેડ માહીતીઓ ઉમેરવી, શ્યામજીના જ જીવન પર આધારિત લાઈટ એન્ડ સાઉન્ડનો ૧૦ મિનિટનો શો જેમા એક સાથે ૧૦૦ લોકોની બેઠક વ્યવસ્થાઓ હેાય, તથા ઈન્ડીયા હાઉસની જે પ્રતિકૃતી છે તેમા પણ માહીતીઓને વધુ અપડેટેડ કરવાની દીશામાં આયોજન ઘડવામા આવી રહ્યા છે. આ બે દીવસ સ્થળ પર તમામ નિરિક્ષકો કરી અને તેનો પ્લાન અહેવાલ રજુ કરવામા આવશે. આ પ્લાન મંજુર થઈ ગયા બાદ અંદાજિત છ કરોડના ખર્ચે ક્રાંતીતિર્થને વધુ માહીતી સભર અને આધુનીક ટેકનોલોજીથી સજજ દ્રશ્ય-શ્રાવ્ય સુવધાીઓનો ઉમેરે કરવામા આવશે તેમ શ્રી પંડયાએ જણાવ્યુ હતુ. આ બે દીવસ દરમ્યાન સ્થાનિકના આગેવાનો અને મોભીઓને પણ રૂબરૂ બોલાવાયા છે અને તેમની સાથે પણ પરામર્શ કરવામા આવશે અને ક્રાંતીતીર્થને વધુ સુચારૂ કેવી રીતે બનાવી શકાય તે માટેના તેમના પણ સુચનો મેળવાશે તેમ શ્રી પંડયાએ જણાવ્યુ હતુ.