માંડવી વિધાનસભા બેઠકમાં સરપ્રાઇઝના ભણકારાં : ભાજપ-કોંગ્રેસની લડાઈમાં એડવાન્ટેજ આમઆદમી!

0
59

  • બંદરીય નગરીના રાજકીય તજજ્ઞોનો ચોંકાવનારો સર્વે

મુખ્ય બન્ને રાજકિય પક્ષોના ઉમેદવાર તો ચૂંટણી લડયા પહેલા જ વિજેતા બની ગયા હોય તેમ હવામાં ઉડતા હોવાનો વર્તારો : જયારે આપના શિક્ષિત, પોજિટીવ વિચારધારાવાળા અને પાછલા બે માસથી લોકસંપર્કમાં ઘરે-ઘરે ચાલીને લોકોને મળી રહેલા ઉમેદવાર કૈલાશદાન ગઢવીને માટે આ વખતે વિજય પતાકા લેહરાવવાનો દેખાતો સુચારૂ વર્તારો

ભાજપે બ્રાહ્મણ કાર્ડ તો કોંગ્રેસે ક્ષત્રીય ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે, જયારે આપે ગઢવી સમુદાયમાંથી આપી છે તક : કોંગ્રેસના ઉમેદવાર મુળ ભાજપી ગૌત્રના છે, ભાજપમાથી જ આવેલા હોવાથી મતદારો તો શું, ખુદ કોંગી કાર્યકર્તાઓ પણ છે અવઢવમાં..! ચુંટણી જીત્યા બાદ ફરીથી ભાજપમાં નહી જોડાઈ જાય તેની શું ખાત્રી? ભાજપના ઉમેદવાર સજજન છે, પરંતુ એન્ટી ઈન્કમબક્ષી-સત્તાવિરોધી લહેર સહિતના અનેકવીધ પ્રશ્નો બની શકે છે પડકારજનક : માંડવી વીસ્તારમાં જ બન્ન્ને મુખ્ય પક્ષના ઉમેદવારોની કર્મભુમી રહી હોવાથી મુંદરા વિસ્તારમાં કાઠું કાઢવું ભાજપ-કોંગ્રેસ બન્ને માટે લોઢાના ચણા ચાવવા સમાન જ સ્થિતી : જયારે માંડવી-મુંદરા બન્ને વિસ્તારોના અનેકવીધ ગામો ગઢવી સમુદાયના છે, તો અમુક આખેઆખા ગામ ‘આપ’ સમર્થિત હોવાનુ મનાય છે, આવામાં આપના ઉમેદવારને માટે અનેકવિધ સમીકરણોએ ફાયદો થતો હોવાનો વતાર્રો

ભાજપ માટે જ્ઞાતિ સમીકરણોના બદલે વ્યકિતગ છબીના આધારે અપાઈ છે ટિકિટ : અઢીલાખથી વધુના મતદારોમાં મુસ્લીમ, અનુુસુચિત જાતિ, ક્ષત્રીય, પટેલ, ખારવા સમાજના નિર્ણાયક મતો અંકે કરવા બનશે સામાપ્રવાહે તરવા સમાન

આપના ઉમેદવારને ગઢવી સમુદાયના મતો એકતરફી મળી શકે, તો કોંગ્રેસમાં જુના સંબંધોના આધારે મતો પણ કાપવામાં તેઓ સફળતા પામી જશે, ભાજપના તો મતો આપ તોડશે જ તે સૌને ખબર છે, આ તમામ સમીકરણો કૈલાશદાન ગઢવી માટે બની શકે છે લાભદાયક

ગાંધીધામ : કચ્છમાં જેમ જેમ ઠંડીનો પારો ગગડતો જોવાઈ રહ્યો છે તેમ તેમ રાજકીય પારો ઉચકાતો દર્શાય છે. વિધાનસભાની ચૂંટણીઓને લઈને રોજબરોજ નીતનવી વાતો સામે આવવા પામી રહી છે. આજ રોજ કચ્છના બંદરીય શહેર માંડવી-મુંદરા વિધાનસભાને લઈને રાજકીય બેડામાં ચાલતી ચર્ચાઓ પર ડોકીયુ કરીએ તો એક આંચકાજનક અને તદન નવા જ પરીણામો સર્જાય તેવી વિગતો આ રાજકીય તજજ્ઞો અને વિશ્લેષકોના મતથી બહાર આવવા પામી રહી છે.રાજકીય તજજ્ઞો અહી માની રહ્યા છે કે, માંડવીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસની લડાઈમાં આમઆદમી પાર્ટી ફાવી જાય તો નવી નવાઈ નહી કહેવાય.માંડવી બેઠક પર ગત ટર્મમાં ભાજપ ભારે જીત મેળવી હતી પરંતુ આ વખતે ઉમેદવાર બદલાઈ જતા અને જાતી-જ્ઞાતિના સમીકરણોમાં પણ તેના લીધે મોટા ફેરફાર આવતા માંડવી બેઠકના પરીણામો સરપ્રાઇજ આપનાર બની રહે તો પણ નવી નવાઈ નહી કહેવાય તેમ રાજકીય આગેવાનો માની રહ્યા છે. માંડવીના જંગની વાત કરીએ તો અહી ભાજપમાંથી અનિરૂદ્ધભાઈ દવેને ઉતારાયા છે જેઓ રાજકીય પરીપાઠી જાણે છે તેમાં બે મત નથી, લાંબા સમયથી અનંતભાઈ દવે જેવા પીઢ અગ્રણીઓની છત્રછાયાઓમાં રાજકારણ કર્યુ છે પરંતુ આ વખતે ભાજપને માટે અનેકવીધ પડકારો ઉભા હોવાનો વર્તારો અહી સીધો જ દેખાઈ રહ્યો છે. સૌ પ્રથમ તો સત્તાવિરોધી લહેર ભાજપને તમામા મોરચે સતાવી રહી છે અને તે ભાજપના સ્ટારપ્રચારકોને પણ ખાસ ઉલ્લેખ કરવો પડયો હોવાથી સમજી શકાય તેવી વાત છે. લાંબા સમયથી શાસનમાં છે એટલે વિરોધી લહેર સહજ રીતે જ ઉભી થાય. સૌ પ્રથમ તો આ એન્ટી ઈન્કમબક્ષીને ઠારવા ભાજપે ખુબ જહેદોજહેમત હજુય કરવી પડે તેમ છે. માંડવી વિધાનસભાના અનેકવિધ પ્રશ્નો છે અથવા તો હશે જે ઉકેલ ઈચ્છી રહ્યા છે. આ ઉપરાંત જાતી-જ્ઞાતીના સમીકરણોમાં લઘુમતી મતદારોને આકર્ષવા, પાટીદાર ગામડાઓને ભાજપ તરફી મતદાન કરાવવુ, તેની સાથેસાથ જ ગઢવી સમુદાયમાંથી પડનારી ખાદ્યને અન્યત્રથી પુરી કરવી, અને સૌથી મોટો પ્રશ્નો માંડવીમાં સમાવીષ્ટ મુંદરા વિસ્તાર કે જયાં વિશેષ રીતે ઉમેદવારની કાર્યકરણી સંભવત માંડવીના પ્રમાણમાં ઓછી રહી હોય તેને કવર કરવા. આવા અનેકવિધ મુદાઓ ભાજપને હાલમાં પડકાર બનીને સતાવતા હેાય તે સમજ રીતે દેખાય છે. તે બાદ વાત કરીએ કોંગ્રેસના ઉમેદવારની તો તેઓ ભાજપમાંથી છુટા પડી અને કોગ્રેસમાં જોડાયા છે. એટલે તેમનામાં ભાજપી ગૌત્રવાળી વાત તો આવી જ જાય છે. એટલે મતદારો માત્ર જ નહી પણ કોગ્રેસના કાર્યકર્તાઓ પણ તેમા મુંજાયેલા છે કે, શું ખાત્રી છે કે, આ ઉમેદવારને જીતાડીએ તો તે ફરીથી ભાજપમાં નહી જતા રહે..? પક્ષ પલ્ટો કરેલા છે તેમનોવિશ્વાસ કેવી રીતે કરાય? તેની સાથોસાથ જ ભાજપમાથી આવ્યાના ગણતરીના દિવસોમાં જ તેમને કોંગ્રેસની ટીકિટ ફાળવાઈ જતા કોંગ્રેસમાં તેમની સામે આંતરીક વિદ્રોહની સ્થિતી પણ ઉભી થવા પામેલી જોવાઈ જ રહી છે. કોંગ્રેસ શાસનથી વરસોથી દુર જ રહ્યુ છે તો કયા કામોના આધારે તેઓ પ્રજાજનો સમક્ષ જશે? આમ છતા પણ મજાની વાત તો એ છે કે, માંડવી બેઠક પર તો મુખ્ય બન્ને રાજકિય પક્ષોના ઉમેદવાર તો ચૂંટણી લડયા પહેલા જ વિજેતા બની ગયા હોય તેમ હવામાં ઉડતા હોવાનો વર્તારો રાજકીય તજજ્ઞો જોઈ રહ્યા છે. જયારે આપના શિક્ષિત, પોજિટીવ વિચારધારાવાળા અને પાછલા બે માસથી લોકસંપર્કમાં ઘરે-ઘરે ચાલીને લોકોને મળી રહેલા ઉમેદવાર કૈલાશદાન ગઢવીને માટે આ વખતે વિજય પતાકા લેહરાવવાના ઉજળા સંકેતો ઉભા થયેલા જેાવાઈ રહ્યા છે.ઉપરાંત માંડવી વીસ્તારમાં મુંદરાના પ્રમાણમાં બન્ન્ને મુખ્ય પક્ષના ઉમેદવારોની કર્મભુમી રહી હોવાથી મુંદરા વિસ્તારમાં કાઠું કાઢવુ ભાજપ-કોંગ્રેસ બન્ને માટે લોઢાના ચણા ચાવવા સમાન જ સ્થિતી જ બનતી જોવાઈ રહી છે જયારે માંડવી-મુંદરા બન્ને વિસ્તારોના અનેકવીધ ગામો ગઢવી સમુદાયના છે, સાડાઉ તો આખેઆખુ ગામ આપ સમર્થિત હોવાનુ મનાય છે, આવામાં આપના ઉમેદવારને માટે અનેકવિધ સમીકરણોએ ફાયદો થતો હોવાનો વર્તારો સીધો જ જોવાઈ રહ્યો છે. આપના ઉમેદવાર કૈલાશદાનભાઈ ગઢવી ખુદ વ્યવસાયે સીએ છે, શિક્ષિત ચહેરો, બોલે-ચાલે શિષ્ટ છે, ગઢવી સમુદાયના હોવાથી મા સરસ્વતીના પણ તેઓના પર ચાર હાથ છે, તદન સકારાત્મક સ્વભાવ ધરાવી રહ્યા છે, અને આ બધાયથી વધુમાં કહેવાનુ કે, કેલાશદાનભાઈ ગઢવી માંડવી વિસ્તરમાં પાછલા ત્રણ માસથી ઘરોઘર લોકોને મળી તેમની પીડા-વેદનાઓ સાંભળી ઉકેલની ન માત્ર ખાત્રી બલ્કે આયોજનબદ્ધ ચિત્તાર રજુ કરીને ધરપત આપતા જોવાઈ રહ્યા છે. કૈલાશદાન ગઢવીને ન માત્ર માંડવી-બલ્કે મુંદરા વિસ્તામાંથી મોટો આવકાર મળતો જોવાઈ રહ્યો છે. એકંદરે હાલના સંજોગો અને સ્થિતીને જોતા રાજકીય પંડિતોમાની રહ્યા છે કે, માંડવી બેઠક પર ત્રણેય ઉમેદવારોમાં જો હાલના સમયે પ્રચાર દરમ્યાન જોઈએ તો આપના કૈલાશદાન ગઢવીનો ઘેાડો વિનમાં જ હોય તેમ દેખાઈ રહ્યુ છે અને ભાજપ-કોંગ્રેસ બન્નેની ટકકરમાં પરીણામો બાદ પણ કયાંક આ જ ચિત્ર આવીને ઉભુ રહે તો નવી નવાઈ નહી કહેવાય.

  • માંડવી બેઠકનો આંકડાકીય એકસ-રે

• માંડવી વિધાનસભાની રનંબરની છે બેઠક • ર અપક્ષ સહિત કુલ્લ ૮ ઉમેદવારો છે મેદાનમાં • કુલ્લ મતદાર : ર,પ૭,૩પ૯ – ૩૬૮૯ પ્રથમ વખત કરશે મતદાન • સૌથી વધુ મતદાર મુસ્લીમ સમુદાયના : પ૭૩૩૦ • અનુસુચિત સમાજના ૩૪૭૯પ : ક્ષત્રીય- ર૪પર૪ઃ ગઢવી સમાજ • ૧૯પ૪ર : કડવા પાટીદાર ૧૯પ૩૭ • બ્રાહ્મણ : ૧પ૬૬ર મતદારો છે.