મુન્દ્રામાં આધાર પુરાવા વગરના પીતળના સ્પેરપાર્ટ સાથે શખ્સ ઝડપાયો

0
36

ભુજ : મુન્દ્રાના રાશાપીર સર્કલ પાસે આધારપુરાવા વગરના પીતળના સ્પેરપાર્ટ સાથે સ્થાનિક પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પીઆઈ હાર્દિક ત્રિવેદીના માર્ગદર્શનમાં સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડકોન્સ્ટેબલ દર્શનભાઈ રાવલને બાતમી મળી કે, મુન્દ્રા પોર્ટ તરફથી ચોરી કે છળકપટથી મેળવેલા પીતળના સ્પેરપાર્ટ વાદળી કલરના છકડામાં ભરી પોર્ટ બાજુથી નીકળ્યો છે અને તે રાશાપીર સર્કલ તરફ જવાનો છે. જેથી વાહન ચેકિંગ દરમિયાન અતુલશક્તિ છકડા નં.જીજે૧ર-એવી-૬૪રપ કિંમત રૂા.પ૦ હજારવાળાને અટકાવી તેમાં રહેલા પીતળના અલગ અલગ સ્પેરપાર્ટ જેમાં પાઈપ, વાલ્વ વગેરે મળી કુલ કિંમત રૂા.૬ર,પ૦૦ના મુદ્દામાલ બાબતે પુછપરછ કરતા આરોપી ધર્મેન્દ્ર સુદર્શન તિવારી (હાલે રહે. મીઠાણી પુલિયાની બાજુમાં, ભંગારના વાડા પર ધ્રબ, મુળ બિહાર) કોઈ આધાર પુરાવા આપી શક્યો ન હતો. જેથી આ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં હેડકોન્સ્ટેબલ મહિપતસિંહ વાઘેલા, કોન્સ્ટેબલ મથુરજી કુડેચા, મુકેશભાઈ ચૌધરી વગેરે જોડાયા હતા.