બીએસએફના જવાન માટે મેલેરીયા રોગ જીવલેણ સાબીત થયો

0
41

ભુજ : ગત રાત્રે દસ વાગ્યાના અરસામાં બી.એસ.એફ. ૧૮ બટાલીયનમાં રહેતા જવાનને મેલેરીયા થઈ આવતા તેને સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જી. કે. જનરલ હોસ્પિટલ ચોકીએથી પ્રાપ્ત વિગતો મુજબ બી.એસ.એફ. ૧૮માં રહેતા વી. સુરેશકુમાર (ઉ.વ.૪૧)ને મેલેરીયા રોગ થયો હતો, જે રોગ જીવલેણ સાબીત થયો હતો. જવાન છેલ્લા બે-ત્રણ દિવસથી મેલેરીયા રોગની બિમારીથી પીડાતા હોઈ તેમને વધુ સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.