ચૂંટણી પહેલા રાજયના પોલીસ બેડામાં મોટા ફેરફાર : રાજયના ૧૭ આઈપીએસ અધિકારીઓની બદલી

0
40

શ્રી પિયુષ પટેલ બન્યા સુરત રેન્જ આઈજી, ભાવનગર રેન્જ આઈજી અશોક યાદવની રાજકોટ રેન્જમાં આઈજી પદે નિમણુક : રાજકોટના સંદીપ સીંગની વડોદરામાં કરાઈ બદલી : મનોજ નિનામાને વડોદરા ક્રાઈમ બ્રાન્ચનો હવાલો : અમદાવાદ સેકટર વનમાં નિરજ બડગુજરની નિમણુક

ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજનાર છે ત્યારે હવે રાજયના પેાલીસ બેડામાં બદલીઓના અંતિમ ઓર્ડર પણ વછુટવા પામી રહ્યા છે. આજ રોજ રાજયના વધુ ૧૭ જેટલા આઈપીએસ અધિકારીની બદલીના આદેશો વછુટી ગયા છે. આ આદેશોમાં ૧. સુરત એડીજી એસ.રાજકુમાર પાંડિઅનની એ.ડી.જી. અમદાવાદ રેલવે માં બદલી કરાઈ છે તો તેઓને એકઝિકયુટીવ ડાયરેકટર જીયુવીએનએલ વડોદરાની પણ જવાબદારી સોપવામાં આવી છે. ર. શ્રી ખુર્શીદ અહેમદ રાજકોટ ટ્રાફિકના કમિશ્નરશ્રીની એડીજી પ્લાનીંગ એન્ડ મોર્ડનાઈઝિંગ વિભાગ ગાંધીનગરમાં ૩. શ્રી પિયુષ પટેલને આઈજીશ્રી આર્મડ યુનિટથી સુરત રેન્જ આઈજીશ્રી પદે ૪. શ્રી અજય ચોધરી જેસીપીશ્રી અમદાવાદ શહેરથી જેસીપી સ્પેશયલ બ્રાન્ચ અમદાવાદ, પ. એમ.એ. ચાવડા જેસીપી ટ્રાફિક અમદાવાદ સીટીથી આઈજીશ્રી જુનાગઢ રેન્જમા ૬. શ્રી અશોક યાદવને આઈજીશ્રી ભાવનગર રેન્જથી આઈજીશ્રી રાજકોટ રેન્જ ૭. શ્રી સંદીપ સીંગ રાજકોટ રેન્જ આઈજીથી વડોદરા રેન્જ આઈજી પદે ૮.શ્રી ગૌતમ પરમાર જેસીપી સેકટર-ર અમદાવાદ સીટી આઈજીશ્રી ભાવનગર પદે ૯. ડી.એ. પરમાર આઈજીશ્રી એમટી ગાંધીનગરથી જેસીપી સુરત સીટી ૧૦. એમ.એસ.ભરાડા ડી.આઈ.જી. ગોધરા રેન્જથી એસીપી સેકટર ટુ અમદાવાદ શહેર ૧૧. શ્રી ચિરાગ કોરડીયા એસીપી વડેાદરા ક્રાઈમ-ટ્રાફીકમાંથી ડીઆઈજી પંચમહાલ-ગોધરા ૧ર. શ્રી મનેાજ નિનામા એસીપી વડોદરા સીટીમાં ૧૩. એ.જી.ગૌતમ ડીઆઈજી રેલવે અમદાવાદમાંથી એસીપી અમદાવાદ શહેર મુકાયા ૧૪. શ્રી આર.વી.અસારી એસીપી સેકટર વન અમદાવાદથી ડીઆઈજી આઈબી-ગાંધીનગર ૧પ કે.એન.ડામોર ડીઆઈજી સીઆઈડી ક્રાઈમથી એસીપી સેકટર બે સુરત સીટી,૧૬. શ્રી સોરભ તોલંબીયા ડીઆઈજી સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરથી એસીપી પોલીસ(એડમીન-ક્રાઈમ-ટ્રાફિક)રાજકોટ શહેર, ૧૭. શ્રી નીરજકુમાર બડગુજરની એસીપી અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી હોવાનુ ગૃહવિભાગના એસીએસ રાજકુમાર દ્વારા ઓર્ડર કરવામાં આવ્યા છે.