રાજયના વહીવટીતંત્રમાં મોટા ફેરફાર : કચ્છ કલેકટર સહિત ર૩ની બદલીઓ

0
49

કચ્છમાં કલેકટર પદે સેવારત રહેલા પ્રવીણા ડી.કે.ની ગાંધીનગર કલેકટર તરીકે નિમણુક તો કચ્છમાં દીલીપ રાણાને કલેકટર પદે મુકાયા : વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને બદલીનો વધુ એક ગાણવો વછુટયો

ગાંધીનગર : ગુજરાત રાજયના ર૩ જેટલા આઈએએસ અધિકારીઓની બદલીઓનો આદેશ આજ રોજ બહાર પાડવામાં આવ્યો છે જે અંતર્ગત ગુજરાતના ર૩ જેટલા કલેકટર સહિતનાઓની સનદી અધિકારીઓની બદલીઓ થવા પામી છે. આ બદલીમાં કચ્છના કડક છાપ ધરાવતા તેમજ સારી કામગીરી કરનાર કલેકટર પ્રવીણા ડી.કે.નો પણ સમાવેશ થવા પામી રહ્યો છે. કચ્છમાથી પ્રવીણા ડી.કે.ને ગાંધીનગર કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે જયારે તેઓના સ્થાને દીલીપ રાણાને કચ્છના કલેકટર બનાવવામાં આવ્યા છે. મોરબીના કલેકટર પદે જી.ટી.પંડયા તો અમદાવાદના મ્યુનિશિપલ કમિશનર તરીકે એમ થેન્નારસનને મુકવામાં આવ્યા છે. જયારે ભાવનગરના કલેકટર તરીકે રમેશ મેરજાને મુકવામાં આવ્યા છે.

બદલી લિસ્ટ

IAS Transfer