ભુજમાં મહારાણી પ્રિતીદેવીના હસ્તે માં મહામાયાનું પૂજન કરાયું

0
63

દરબારગઢ ખાતે બીજ ચંદ્રપૂજનનો કાર્યક્રમ યોજાયો

ભુજ : શહેરના દરબારગઢ ખાતે આસો સુદ બીજ ચંદ્રપૂજનનો કાર્યક્રમ પરંપરાગત રીતે યોજાયો હતો મહારાણી પ્રીતિદેવીના હસ્તે માં મહામાયાનું પૂજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રી જયેશભાઈ ઓઝા દ્વારા પૂજન વિધિ કરાવવામાં આવી હતી. આ પૂજન કાર્યક્રમમાં તેરા ઠાકોર મયુરધ્વજસિંહજી, દેવપર ઠાકોર કૃતાર્થસિંહજી, રોહા ઠાકોર પુષ્પેન્દ્રસિંહજી, સાવજસિંહજી, કુમાર અક્ષયરાજસિંહ રોહા, કુમાર હર્ષાદિત્યસિંહ તેરા, રાજસિંહ ગોહિલ, કુલદીપસિંહ ચુડાસમા, વિપુલભાઈ દવે, દલપતભાઈ દાણીધારિયા, પ્રમોદભાઈ જેઠી, ભરતભાઈ સંઘવી તથા પ્રાગમહેલ અને રણજીત વિલાસના કર્મચારીઓએ વગેરે હાજર રહી પૂજનનો લાભ લીધો હતો.