કવીઓ જૈન મહાજન દ્વારા મહાજનનું મામેરૂ અંતગર્ત ૨૫૯મી દિકરીના લગ્ન યોજાયા

0
34

ભુજ : અનશનવ્રતઘારી, જૈન સમાજરત્ન તારાચંદભાઈ છેડાની પ્રેરણા અને તેમના માર્ગદર્શન હેઠળ સંસ્થાના પ્રમુખ જીગરભાઈ છેડાની આગેવાનીમાં કવીઓ જૈન મહાજન ભુજ સંચાલીત મહાજનનું મામેરૂ અંતગર્ત ૨૫૯મી દિકરીના લગ્ન પ્રસંગે સંસ્થા દ્વારા કન્યાને રૂ.૧૧ હજારના બોન્ડ તથા વિવિધ દાતાઓ દ્વારા ભેટ અર્પણ કરાઈ હતી. ૨૫૯માં લગ્ન ભુજ નિવાસી સાવનભાઈ રાજગોરની પુત્રી ક્રિષ્ના સંગે ભુજ નિવાસી રાજેશભાઈ વાળંદના પુત્ર સ્મીત સંગાથે યોજાયા હતા.આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે, છેલ્લા બાર વર્ષથી અમારા વડીલ મુરબ્બી અનશનવ્રતધારી તારાચંદભાઈ છેડા દ્વારા પ્રેરીત અને સંસ્થા દ્વારા સંચાલીત મહાજનનું મામેરૂ યોજનામાં નાતજાતના ભેદભાવ વગર આર્થિક રીતે જરૂરીયાતમંદ પરિવારની કન્યાના લગ્ન ભુજ મહાજન કરાવી આપે છે.
આ લગ્ન પ્રસંગે માતૃશ્રી લક્ષ્મીબેન જગશી ચાંપશી છેડા હસ્તે હંસાબેન તારાચંદભાઈ છેડા પરિવાર અને સમપર્ણર્વાળા ભાઈચંદભાઈ સ્વરૂપચંદભાઈ વોરા પરિવાર, જયોતિબેન ગીરીશભાઈ છેડા પરિવાર, શ્રી સોલ્યુશન હસ્તે નેહાબેન ટોપરાણી અને કેતનભાઈ ચોથાણી પરિવાર, જયશ્રીબેન સુભાષભાઈ આઈયા પરિવાર, લક્ષ્મીબેન જમનાદાસ ઠકકર (હસ્તે કમલેશ જવેલર્સ) પરિવાર, તુલસીભાઈ જાેષી પરિવાર, કસ્તુરબેન વિશ્રામભાઈ નારાયણજી ચંદે પરિવાર, માતૃશ્રી નિલમબેન ગાંધી પરિવાર, ભાવિશાબેન એન. મહેતા પરિવાર, ઓધવજીભાઈ ચાંપશી પલણ પરિવાર, મનિષભાઈ મુળજીભાઈ ભાટીયા પરિવાર, અનિલભાઈ માવજીભાઈ જાેબનપુત્રા પરિવાર, મહેશભાઈ કે. સોની, ગંગારામભાઈ મનજી દ્વારા કન્યાને વિવિધ ભેટ-સોગાદ અર્પણ કરાઈ હતી.આ પ્રસંગે મહાજનના ઉપપ્રમુખ મુકેશભાઈ છેડા, ખજાનચી હરેશભાઈ ગોગરી, સહમંત્રી હિરેનભાઈ પાસડ, ટ્રસ્ટી વિનોદભાઈ ગાલા વગેરેએ ઉપસ્થિત રહી નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા. સંસ્થાના જનરલ મેનેજર અંકિત ગાલા અને વિપુલભાઈ જાેષીએ વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન અને આભારવિધિ સંસ્થાના સહમંત્રી હિરેનભાઈ પાસડે કર્યા હતા. વિધિવિધાન તુષારભાઈ જાેષીએ કરાવ્યા હતા. ભોજનની વ્યવસ્થા ભરતસિંહ સોનેગરાએ સંભાળી હતી.