પ્રથમ નોરતાના પર્વે માંડવીના ક્રાંતિતીર્થની મુલાકાત લેતા મધ્યપ્રદેશના ધારાસભ્ય અને સાંસ્કૃતિક મંત્રી શ્રીમતી ઉષાબેન ઠાકુર

0
30

આજે તારીખ ૨૬ સપ્ટેમ્બર,૨૦૨૨ના રોજ સોમવાર ચેત્ર સુદ નવરાત્રીના પ્રથમ નોરતે વહેલી સવારે મધ્યપ્રદેશના ધારાસભ્ય અને સાંસ્કૃતિક મંત્રી શ્રીમતી ઉષાબેન ઠાકુરે માંડવીના ક્રાંતિતીર્થની મુલાકાત લઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

તેઓએ આપણા દેશની આઝાદી માટે શહીદ થયેલા ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. જી.એમ.ડી.સી. સંચાલિત ક્રાંતિતીર્થ ખાતેની વ્યવસ્થાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. તેમની મુલાકાત પ્રસંગે લાયઝનીંગ અધિકારી શ્રીમતી ઈરાબેન ચૌહાણ અને માંડવી નાયબ મામલતદાર શ્રી વિજયભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. ક્રાંતિતીર્થ તરફથી શ્રીમતિ ઉષાબેન ઠાકુરનું પુષ્પગુચ્છ સાથે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.