આદિપુરમાં મોબાઈલની કેબીનમાં આગ લાગતા હજારોનું નુકશાન

0
25

આદિપુર : અહીં ગઈકાલે દશેરાના દિવસે રાત્રિના ૧૧ વાગ્યાના અરસામાં ૮૦ બજારની સામે આવેલ કેબીનો પૈકીની છેલ્લે આવેલ ગંગાબેન કાનજીભાઈ મહેશ્વરીની કેબીનમાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને હાથવાગા સાધનોથી પાણીનો મારો ચલાવી પાલિકાના ફાયર બ્રિગેડને બોલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. મોબાઈલની બંધ દુકાનમાં લાગેલા આગ માં નવા મોબાઈલ સહિત એસેસરિઝ સહિત ૮૦ હજારનો માલ બળી ગયો હોવાનું અને કેબીનમાં ૭૦ હજારનો નુકશાન થયો હોવાનો અંદાજ લગાવાયો હતો.