અબડાસાના ખાનાય આશ્રમમાં ઘાસચારામાં ભીશણ આગ લાગતા લાખોનો નુકસાન

0
27

અબડાસાના ખાનાય આશ્રમના ઘાસચારામાં ભીશણ આગ ભભૂકી ઉઠી હતી. જેમાં લાખો રૂપિયાનો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. આગની ઘટના અંગે અદાણી તેમજ જીએમડીસીની ફાયર બ્રિગેડને જાણ કરાતા ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધરયા હતા. ખાનાય આશ્રમ ખાતે 500 જેટલા પશુધનનો નિભાવ થતો હતો. એક વરસ સુધી ચાલે તેટલો ઘાસચારો ગોડાઉનમાં રખાયો હતો. જે બળી જતા આશ્રમને લાખોનું નુકશાન થયું હતું. આ વિસ્તારમાં રખડતા દારૂડિયા તત્વોએ આગનું છમકલું કર્યું હોવાનો આશ્રમના મહંત મેઘરાજજી દાદાએ જણાવ્યું હતું. અગાઉ પણ આવા તત્વોએ ઘોડા આશ્રમમાંથી ચોરી કરી હતી મલિન ઈરાદા ધરાવતા તત્વોએ ઈરાદા પૂર્વક ઘાસચારો સળગાવીને નુકસાન પહોચાડ્યું છે તેવો આક્ષેપ મહંતે કર્યો હતો. રખડતા નિશાચર તત્વો શિકાર કરવાની શોધમાં અહીં અસામાજિક પર્વતીઓ કરે છે. અને ધાર્મિક જગ્યાને નુકસાન પહોંચાડતા હોવાનું લોકોએ જણાવ્યું હતું.