૯ માસ સુધી મંદીર ચોરીનો ભેદ ન ઉકેલાતા લોરીયાવાસી ચુંટણીનો બહીષ્કાર કરશે

0
78

લોરીયા ભાનુશાલી મહાજન અને હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓનો સર્વાનુમતે નિર્ણય

ભુજ : નવ માસ પુર્વે તાલુકાના લોરિયા ગામે આવેલા અને આસ્થાના કેન્દ્ર સમાન મંદિરોમાં તસ્કરોએ હનુમાનનગર સ્થિત જાલ્પા માતાજીના મંદિરેમાંથી આભુષણો અને પરમેશ્વર દાદાની મૂર્તિ સહિત ૮.પ૮ લાખના આભૂષણોની સામૂહિક ચોરીના બનાવો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી. મંદીર ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ તંત્ર નિષ્ફળ તેમજ રાજકીય આગેવાનોએ પણ કોઈ ખાસ રસ ન દાખવતા લોરીયા ભાનુશાલી મહાજન અને ગામના સમગ્ર હીન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓને સર્વાનુમતે વિધાનસભા ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
લોરીયાના ગ્રામજનોએ વિધાનસભા ચુંટણીનો બહિષ્કાર કરતા જણાવ્યું હતું કે, પોલીસ તંત્રથી માંડી રાજકીય નેતાઓ સુધી આ ઘટનાનો ભેદ ઉકેલાય અને તસ્કર પકડાય તેવી માંગ સાથે અનેક લેખિત – મૌખિક રજૂઆતો કરાઈ છે, તો રેલી સ્વરૂપે આવેદનપત્રો તેમજ જિલ્લા પોલીસવડા સહિતનાઓને રૂબરૂ મળી ઘટનાની ગંભીરતા હનુમાનનગર (લોરિયા) ભાનુશાલી મહાજન દ્વારા રજુ કરવામાં આવી હતી, પણ આ ઘટનાને તંત્રએ જાણે હળવાશથી લીધી હોય તેમ કોઈ આરોપીઓ ન પકડાતા ભાનુશાલી સમાજ સહિત સર્વે સમાજના સભ્યો અને ગ્રામજનોએ ચુંટણીના બહિષ્કારનો નિર્ણય
લીધો છે.