ભુજની સ્વામિ. કન્યા વિદ્યામંદિરે રાજ્યકક્ષાની સ્પર્ધામાં મેળવ્યો પ્રથમક્રમાંક

0
24

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજીત અર્વાચીન રાસગરબાની સ્પર્ધામાં કચ્છને અપાવ્યું ગૌરવ

ભુજ : અહીંની સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરે રાજ્યકક્ષાની પ્રાચિન-અર્વાચીન રાસગરબાની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી કચ્છ જિલ્લાને રાજ્યકક્ષાએ ગૌરવ અપાવ્યું છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા અમદાવાદ ખાતે રાજ્યકક્ષાની પ્રાચિન-અર્વાચીન રાસગરબા સ્પર્ધાનું આયોજન ગત તા.ર૭ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબર સુધી કરાયું હતું.

ભુજની સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરે આ સ્પર્ધામાં કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વિજ્યાદશમીના અવસરે વિજયોત્સવ પર્વની ઉજવણીમાં ભુજની શાળાએ પ્રથમ નંબર મેળવી સમગ્ર રાજ્યમાં કચ્છને ગૌરવ અપાવ્યું હતું. રાજગોર નેહલબેન અને રિદ્ધિબેન ભટ્ટે વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપ્યું હતું. કચ્છને ગૌરવ અપાવનાર છાત્રાઓને સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, સંતો, પૂ. સામબાઈ ફઈ, સાખ્યયોગી બહેનોએ અભિનંદન પાઠવ્યા હતા. શાળા ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો અને સભ્યો, આચાર્યશ્રી અને શિક્ષકોએ છાત્રાઓને સિદ્ધિને બિરદાવી હતી.