LOC  પર ભારતનો પાક.ને ઝટકો

સેનાની મોટી કાર્યવાહી : પાકિસ્તાનના ૫ાંચ જવાન ઠાર : ત્રણ પોષ્ટ ઉડાવી

 

કાશ્મીરના ત્રાલમાં આતંકી હુમલોએક ભારતીય જવાન શહીદ
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં નાપાક તત્વો સતત ઉંબાડીયાઓ કરી જ રહ્યા છે દરમ્યાન જ આજ રોજ કાશમીરના ત્રાલમાં આતંકી હુમલો થવા પામ્યો છે જેમાં ભારતીય એક જવાન શહીદ થવા પામી ગયા છે. હાલમાં પણ ભારતીય સૈન્ય અને આતકીઓ વચ્ચે અથડામણ સતત ચાલી જ રહી છ.

 

શ્રીનગર : જમ્મૂ-કાશ્મીર સરહદ પર ભારતીય સેનાએ મોટી કાર્યવાહી કરી છે. જમ્મૂના સરહદ પરના રાજૌરી સરહદ પર કરેલા ભારતીય સેનાના ફાયરિંગમાં ૫ાંચ
પાકિસ્તાન જવાન ઠાર કરાયા છે. ભારતીય સેનાએ કરેલી જવાબી કાર્યવાહીનીમ ૫ાંચ પાકિસ્તાની જવાનો ઠાર કરાયા છે. રાજૌરી અને પૂંછ વિસ્તારમાં ગત છેલ્લા ૨૪ કલાકમાં સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું. ભારતીય સેનાએ કરેલી જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના જવાન ઠાર કરાયા છે.
સૂત્રોને મળતી માહિતી મુજબ દેવા ગામની આસા-પાસ પાકિસ્તાનના સૈનિકો ઠાર મરાયા છે. તેની સાથે પાકિસ્તાનની કેટલીક પોસ્ટને પણ નષ્ટ કરી દેવામાં આવી છે. ખરેખર પાકિસ્તાને આ વિસ્તારમાં NLIU હૈં તૈનાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સરહદ પોતાના કારાસ્તાનથી ઉંચુ આવતુ નથી. સરહદ પર આતંકવાદીઓ ની ઘુસણખોરીને લઇને વારંવાર ફાયરિંગ કરતું રહે છે. ભારતે પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. હાલમાં જ ભારત સરકારે જમ્મૂ-કાશ્મીરની સરહદ પર રહેનારા લોકોની પરેશાની ઘટાડવા માટે ૧૪,૪૬૦ બંકરોના નિર્માણને મંજૂરી આપી દીધી છે.