LOC પર ભારતની કાર્યવાહીથી ફફડ્‌યું પાકિસ્તાન

નવી દિલ્હી : પાકિસ્તાન તરફથી થતા સીઝ ફાયર ઉલ્લંઘનનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપે છે. ત્યારે સેનાના જડબાતોડ જવાબથી પાકિસ્તાન ફફડ્‌યુ છે અને યુએનમાં મદદ માટે હાથ લંબાવ્યો છે. પાકિસ્તાને યુએનની પાંચ સભ્યની સુરક્ષા પરિષદ સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે. આ સુરક્ષા પરિષદના સભ્ય દેશોમાં ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને યુએસ છે. વિદેશ અધિકારીઓએ ક્હ્યું કે પાંચ દેશોના પ્રમુખને પાકિસ્તાનના વિદેશ સચિવ તહમિના જંજુઆએ માહિતી આપી છે. આ સાથે જ ડીજીએમઓ મેજર જનરલ શાહિર શમશાદ મિર્ઝાએ ઈસ્લામાબાદમાં ભારત તરફથી અપાયેલા વળતા જવાબની માહિતી આપી છે. પાકિસ્તાનના વિદેશ સચિવ જંજુઆએ કહ્યુ કે સીઝફાયરના ઉલ્લંઘનના કારણે ૪૫ લોકોનું મોત થયુ છે. જ્યારે ૧૫૫ લોકો ઘાયલ થયા છે. ભોગ બનનારાઓમાં મહિલાઓ અને બાળકો સામેલ છે. જંજુઆએ આરોપ લગાવ્યો છે કે ભારતીય સેનાની આ કાર્યવાહી સ્થાનિક શાંતિને જાળવી રાખવા માટે મુશ્કેલીરૂપ બની રહી છે.