LOC  પર નાપાક ફાયરીંગ યથાવત : ચાર જવાનો શહીદ

શ્રીનગર : આતંરરાષ્ટ્રીય સીમા પર પાકીસ્તાન દ્વારા નાપાક હરકત સતત યથાવત જ રાખવામા આવી રહી હોવાના અહેવાલો સામે આવવા પામ રહ્યા છે. આજ રોજ ફરીથી અહી પાકીસ્તાન રેન્જર્સ અને અતંકીઓ દ્વારા અંધાધુંધ ફાયરીંગ કરવામા આવી રહ્યુ હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. કાશ્મીરના સાંબા સેકટર પર પાકીસ્તાન તરફથી ગોળીબાર કરવામા આવ્યો છે જેમાં ભારતીય સીમા સુરક્ષા દળના ત્રણ અધિકારી સહિત કુલ્લ ચાર જવાનો શહીદ થવા પામ્યા છે તો વળી પાંચથી વધુ ઘાયલ થવા પામી ગયા છે. સાબા સેકટરની સાંબલીયા પોસ્ટ પર આજ રોજ આ નાપાક હરકત આદરાઈ છે.