મેઘપર બોરીચીમાં નવા મકાનમાંથી અડધા લાખનો દારૂ ઝડપાયો

0
42


અંજાર : તાલુકાના મેઘપર બોરીચીમાં આવેલા મંગલમ રેસીડેન્સીમાંથી પોલીસે ૬૮ હજારનો દારૂ ઝડપ્યો જે કિસ્સો તાજો છે જેના ગણતરીના કલાકોમાં પોલીસે નિર્મળ નગરમાં પ્લોટ નંબર ૩૭માં નવા બનતા મકાનમાં ગેરકાયદે રીતે છૂપાવેલો અડધા લાખનો દારૂ ઝડપી પાડયો હતો. આરોપી મુળ રાજસ્થાનનો ધર્મેન્દ્ર હરવાન ચૌધરીએ નવા બનતા મકાનમાં દારૂ છૂપાવેલો જયાં તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની કંપની સીલબંધ બોટલો નંગ ૧૧૩ કિંમત રૂા. ૪૯,૭૦૦ /-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.