ચૂંટણીના માહોલમાં વાગડમાં સતત બીજા દિવસે પાંચ લાખનો દારૂ ઝડપાયો

0
58

કારાસર ગામની સીમમાં કટીંગ વેળાએ પોલીસ ત્રાટકી પણ આરોપીઓ ફરાર

ભચાઉ : વરણુ પાસેના રણ માર્ગેથી કચ્છમાં દારૂ ઘુસાડવામાં આવતો હતો જે જથ્થાને આડેસર પોલીસે પકડી પાડ્યો હતો. ત્યારે સતત બીજા દિવસે વાગડમાં પાંચ લાખનો દારૂ ઝડપાયો છે. ચૂંટણી માહોલમાં મોટી માત્રામાં શરાબનો જથ્થો ઝડપાઈ રહ્યો છે જે બાબત ઘણી સૂચક માનવામાં આવી રહી છે. ભચાઉ પીઆઈ ઝેડ.એન.ધાસુરાએ જણાવ્યું કે, ભચાઉ તાલુકાના જુની-મોટી ચીરઈ ટ્રાન્સપોર્ટ નગરથી મીઠાના અગર તરફ જતા કાચા રસ્તાની બાજુમાં કારાસર સીમમાં બાવળની ઝાડી પાસે ખુલ્લી જગ્યામાં યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ પોતાના માણસો સાથે દારૂનો જથ્થો ઉતાર્યો છે અને કટીંગ કરી હેરાફેરી કરવાની ફિરાકમાં છે. તેવી બાતમી મળતા રેડ કરવામાં આવી હતી. જ્યાં પોલીસને શરાબનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં માઈન્ડ સ્ટોન બ્લુ ત્રીપલ ડિસ્ટીલડ ગ્રૈન વ્હિસ્કીની ૭પ૬ બોટલ કિ.રૂા.ર,૬૪,૬૦૦, માઈન્ડ સ્ટોન બ્લુ ત્રીપલ ડિસ્ટીલડ ગ્રૈન વ્હિસ્કીની ૩૭પ એમએલની ૭ર૦ બોટલ કિં.રૂા.૧.ર૬ લાખ, માઈન્ડ સ્ટોન બ્લુ ત્રીપલ ડિસ્ટીલડ ગ્રૈન વ્હિસ્કીના ૧૮૦ એમએલના ૭૦૦ ક્વાર્ટરીયા કિં.રૂા.૭૦ હજાર અને કિંગ ફિશર બિયરના પપર ટીન કિં.રૂા.પપ,ર૦૦ અને ૪૦ હજારની નંબર પ્લેટ વગરની હિરો ડિલેક્સ બાઈક મળી કુલ રૂા.પ,પપ,૮૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જેમાં જુની-મોટી ચીરઈના યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ બાઈક ચાલક અને તપાસમાં નીકળેલ તે ઈસમો સામે ગુનો દાખલ કરાયો છે. આ કામગીરીમાં પીએસઆઈ આર.જે. સિસોદીયા સહિત ડી સ્ટાફના માણસો જોડાયા હતા.

  • તમામ માલ મધ્યપ્રદેશથી આવ્યો

શરાબ અને બિયરનો તમામ જથ્થો મધ્ય પ્રદેશથી આવ્યો હોવાનું સામે આવ્યું છે, પરંતુ નવાઈની વાત છે કે, એમપીથી લઈ ગુજરાત સુધી અને કચ્છમાં આડેસર અને સામખિયાળી ચેકપોસ્ટ હોવા છતાં ક્યાંય વાહન ચેકિંગ ન થયું અને માલ ભચાઉના સિમાળામાં પહોંચી ગયો હતો. જેથી ચેકપોસ્ટની ભૂમિકા સામે પણ સવાલ ઊભા થયા છે.