ચુંટણી દરમ્યાીન પરવાનાવાળા હથિયારો રાખી શકાશે નહીં

0
66

કલમ ૧૪૪ મુજબ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું

આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ની તારીખો જાહેર કરાઇ છે. જે મુજબ તા.૩/૧૧/૨૦૨૨થી ચુંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લાના છ વિધાનસભા વિસ્તારમાં તા.૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. ચુંટણીની કામગીરી તા.૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. વિધાનસભા સામાન્ય ચુંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચુંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે.

આ જાહેરનામા તળે કોઇપણ ઈસમ પોતાના પરવાના વાળા હથિયાર સાથે રાખવા નહીં તેમજ તે લઇને બહાર નીકળવું કે ફરવું નહીં. ઉપરાંત દંડા, તલવાર, ભાલા, ચપ્‍પુ, લાઠી, લાકડી અથવા શારીરિક ઉજા પહોંચાડવામાં ઉપયોગ થઇ શકે તેવી બીજી કોઇ ચીજો કે વસ્‍તુઓ સાથે લઇ ઘર બહાર નીકળવું કે ફરવું નહીં.

આ હુકમ અન્‍વયે ફરજ પર રોકાયેલા પોલીસ કર્મચારી/અધિકારીઓ કે જેઓની ફરજના ભાગરૂપે શસ્‍ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવી હોય તે અને શારિરીક અશકતતાના કારણે લાકડી અથવા લાઠી લઇ ફરવું જરૂરી હોય તે વ્‍યકિત, જિલ્‍લાની રાષ્‍ટ્રીયકૃત બેંકો કે તેઓને તે બેંકની કેશ કરન્‍સી લઇ આવવા તથા લઇ જવા માટે તેની ફરજના ભાગરૂપે બેંકના હથિયાર પરવાનાવાળા શસ્‍ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવી હોય. ઔધોગિક એકમો, ખાનગી સંસ્‍થાઓ, ટ્રસ્‍ટો વગેરે પોતે પરવાના ધરાવતી હોય તે સંસ્‍થા અને સિકયોરીટી ફરજ પરની વ્‍યકિત વેલીડ પરવાનો ધરાવતી હોય તે સંસ્‍થાઓ પોતાના ફરજના ભાગરૂપે તે સ્‍થળે પરવાના વાળા શસ્‍ત્રો રાખી શકશે. શુંટીંગની રમતના રમતવીરો કે જેઓ વિવિધ સ્તરે રાષ્ટ્રીય રાયફલ એસોસિએશનના સભ્યો કે જેમણે વિવિધ શુટીંગ સ્પર્ધામાં ભાગ લેવાનો થતો હોય તેઓને આ પ્રતિબંધોમાં મુકિત આપવામાં આવશે. હથિયાર જમા કરવા માટે રચાયેલ કમિટી દ્વારા મુકિત મળેલ હોય તેને પણ પ્રતિબંધ લાગુ પડશે નહીં. જાહેરનામાના ભંગ બદલ કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે તેવું જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દિલીપ રાણા દ્વારા જણાવાયું છે.