શિક્ષણલક્ષી સેવા કરીને આપણે સર્વાંગી વિકાસમાં ભાગીદાર બનીએ -વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય

0
26

વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યએ ગાંધીધામ ખાતે કિતાબઘરનું લોકાર્પણ કર્યું

ગાંધીધામ મુકામે વિધાનસભાના અધ્યક્ષાશ્રીડો. નિમાબેન આચાર્યે કિતાબ ઘરનું લોકાર્પણ કર્યું હતુંઆ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, આપણે શિક્ષણલક્ષી સેવા સમાજમાં આગળ વધારીએ અને સર્વાંગી વિકાસમાં આપણે ભાગીદાર બનીએ.

આ તકે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સીતારામ પરિવાર ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા આ નાના બાળકોને શિક્ષણ લક્ષી સેવા પૂરી પાડે છે તે સરાહનીય છે.તેઓએ આ પુસ્તક ઘર બનાવીને સેવા કરવાનો અવસર પ્રાપ્ત કર્યો છે તેવા વડીલોને વંદન કર્યાં હતાં કિતાબ ઘરમા જાહેર પરીક્ષાની તૈયારી માટેના પુસ્તકો, ધાર્મિક પુસ્તકો અને વાચંન માટે પચાસથી વધુની લોકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પ્રંસગે મુખ્ય યજમાન મોહન ભાઇ ઠક્કર, નરેન્દ્ર રામાણી, પ્રાચીબેન, ડો. ભાવેશ આચાર્ય, પૂર્વ નગર પ્રમુખશ્રી ગીતાબેન ગણાત્રા, દિગુભા ગોહિલ, ગંગારામ ભાઇ અનમ, જગદીશ ભાઇ પંડ્યા, પ્રવીણ સિંઘવી, જયેશ પંડ્યા, રોમેશ ચતુરાની, દેવેન બંસલ, રાજુ ગુપ્તા, દિનેશ ગુપ્તા, મહેશ તિર્થાની, હરીશ મહેશ્વરી, જય મહેતા, ગિરધરભાઇ ટાંક, સાગર પરમાર,મહેશ ભાઇ, બટુક મહારાજ, હંસરાજ કિરી, નરેન્દ્ર ભાઇ મહારાજ, રીટાબેન ઠક્કર, રાજેશ ગરવા, મુકેશ બાપટ તેમજ સીતારામ ટ્રસ્ટના ટ્રસ્ટીગણો હાજર રહ્યા હતા.