ભુજ શહેરમાં નવરાત્રિના વિવિધ આયોજનમાં સહભાગી થઈને પૂજા અર્ચન કરતા વિધાનસભા અધ્યક્ષાશ્રી ડૉ.નીમાબેન આચા

0
25

અધ્યક્ષાશ્રીએ મા જગદંબાના દર્શન કરીને લોકકલ્યાણ માટે પ્રાર્થના કરી

 નવરાત્રિની તહેવાર નિમિત્તે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડૉ.નીમાબેન આચાર્યે ભુજ શહેરમાં આયોજિત ગરબીના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈને માતાજીના પૂજા અર્ચન કર્યા હતા. શહેરના આશાપુરા મંદિરે દર્શન કરીને અધ્યક્ષાશ્રીએ લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

         અધ્યક્ષાશ્રી ભુજ શહેર ખાતે શ્રી મારુ કંસારા સોની જ્ઞાતિ, રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ, ભુજ બંગાળી એસોશિએસન દુર્ગા પંડાલ, ઓરિએન્ટ કલબ, શ્રી ઓમકારેશ્વર મહિલા મંડળ આઈયાનગર, મારૂતિનગર યુવક મંડળ, વાલરામ નગર-૨, કચ્છ રાજપૂત ક્ષત્રિય મહિલા સભા, કડવા પાટીદાર નવરાત્રિ મહોત્સવ, સંસ્કારનગર પ્રગતિ નવરાત્રિ મહોત્સવ, કચ્છમિત્ર સોસાયટી યુવક મંડળ, માધાપર જૂના વાસ અને સિદ્ધેશ્વર હનુમાન મિત્ર મંડળ દ્વારા આયોજિત નવરાત્રિના મહોત્સવમાં સહભાગી થયા હતા.

        તેઓએ વિવિધ નવરાત્રિમાં સ્પર્ધામાં વિજેતા ખૈલેયાઓને ઈનામ વિતરણ પણ કર્યું હતું તો નાની નની બાળાઓને પ્રોત્સાહન આપીને તેમના ઉત્સાહને વધાર્યો હતો. અધ્યક્ષાશ્રીનું વિવિધ સ્થળોએ મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તારક મહેતા ફેમ નેહા મહેતા(અંજલિ મહેતા)એ પણ અધ્યક્ષાશ્રી સાથે દુર્ગા પંડાલ અને વિરામ હોટેલ, શક્તિધામ ખાતે મહિલા મંડળ દ્વારા આયોજિત નવરાત્રિમાં ઉપસ્થિત રહીને માતાજીના દર્શન કર્યા હતા.

 આ નવરાત્રિના વિવિધ આયોજનની મુલાકાત દરમિયાન ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, મહિલા મોરચાના પ્રમુખશ્રી ગોદાવરીબેન ઠક્કર, પાણી સમિતિના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ સી.ઠક્કર, બાંધકામ સમિતિના ચેરમેનશ્રી મનુભા જાડેજા, આગેવાનોશ્રી જયંતભાઈ ઠક્કર, હરેશભાઈ તન્ના, કિરણભાઈ સોલંકી, નવીનભાઈ આયા, મેહુલભાઈ ઠક્કર, હિતેશભાઈ ગણાત્રા, હારુ સાધન પારાઈ, બાલકૃષ્ણભાઈ મોતા, મનીષાબેન સોલંકી, તેજભાઈ પૂજારા, રાજુભાઈ જોશી, વિષ્ણુભાઈ ગોર, હરેશભાઈ પંડ્યા, વેલુભા જાડેજા, નીતિનભાઈ ભાનુશાળી સહિત પદાધિકારીશ્રીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.