વિધાનસભા ચૂંટણી ર૦રર :: સટ્ટા બજારમાં કચ્છમાં પ૦૦ કરોડના બેટીંગની શકયતા

0
63

ઉમેદવારો જાહેર થતાં બુકીઓ આવ્યા મેદાને : સટ્ટા બજારમાં ભાજપ ફેવરીટ : ૧૩૪થી ૧૩૬ બેઠક મળે તેવો મુકયો અંદાજ

ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મોટાભાગના ઉમેદવારોના નામ જાહેર થઈ જતાં જ સટ્ટા બજારમાં ચૂંટણીલક્ષી સળવળાટ શરૂ થયો છે. ચૂંટણી જાહેર થતાં પૂર્વે સટ્ટા બજારના બુકીઓએ પ્રથમ અંદાજમાં ભાજપને ૧૦૪થી ૧૦૭ બેઠકનો અંદાજ આપ્યો હતો. હવે ઉમેદવારોના નામ જાહેર થઈ જતાં ભાજપની બેઠકોની સંખ્યા વધી છે. બુકીઓ ભાજપને હવે ગુજરાતની ૧૮ર બેઠકોમાંથી ૧૩૪થી ૧૩૬ બેઠકો મળે તેવો અંદાજ બાંધી રહ્યા છે. જયારે કોંગ્રેસને ર૧થી ર૩ અને આમ આદમી પાર્ટીને ૧૪થી ૧૬ બેઠક મળે તેવું સટ્ટા બજારમાં ટ્રેન્ડ ચાલી રહ્યું છે. કચ્છની વાત કરીએ તો પ૦૦ કરોડનો સટ્ટોનો ખેલ ચૂંટણી દરમિયાન ખેલાશે. કચ્છ – સૌરાષ્ટ્રની સટ્ટા બજારમાં એક બેઠક કે ઉમેદવારોના ભાવ ર૦ કે રર તારીખ પછી ખુલ્લે તેવી સંભાવના છે. ચૂંટણીના છેલ્લા ૮થી ૧૦ દિવસોમાં કચ્છ – સૌરાષ્ટ્રમાં ૧ હજાર કરોડનું બેટીંગ લેવાય તેવી શકયતા છે. કચ્છની ૬ બેઠકો માટે હાલ કોઈ ભાવ ખુલ્યા નથી. બીજીતરફ બુકીઓ હિમાચલમાં ભાજપને ૩૭થી ૩૯ બેઠકો આપી છે.