આંબલીયારામાં દારૂના કટીંગ વેળાએ ત્રાટકેલી એલસીબીએ ૩૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

0
49

ચાર આરોપીઓની અટકાયત કરાઈ : માલ ગોવાથી આવ્યો હતો

ગાંધીધામ : આગામી વિધાનસભા ચૂંટણી અન્વયે પૂર્વ કચ્છ જિલ્લામાં દારૂની બદી ડામવા માટે એસપી દ્વારા સુચના આપવામાં આવતા એલસીબીની ટીમે બાતમીના આધારે સામખિયાળી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભચાઉ તાલુકાના આંબલીયારા ગામની સીમમાં રેડ પાડી હતી. જયાં આરોપીઓ વિદેશી દારૂનો જથ્થો મંગાવીને નાના વાહનોમાં કટીંગ કરતા હતા. સીમમાં ખારી વિસ્તારમાં કટીંગ વેળાએ ત્રાટકેલી એલસીબીએ દારૂના મુદ્દામાલ સાથે રાજસ્થાનના ચાલક જગદીશકુમાર સુખરામ જાટ તેમજ સ્થાનીકના રાપરના જગમાલ ખેંગારભાઈ ભરવાડ, તોરણીયાના ખેરાજ ઉમર સીયારીયા અને હલરાના હંસરાજ ઉભર મણકાની અટકાયત કરી હતી. માલ મંગાવનાર તરીકે રાપરના શક્તિસિંહ ઉર્ફે ગોલુ નવલસિંહ ગોહિલ અને માલ મોકલનાર તરીકે બાડમેરના સતીશ બિશ્નોઈનું નામ ખુલવા પામ્યું છે.આ સ્થળેથી અંગ્રેજી દારૂના કવાટરીયા નંગ ૧૦,૮૯૬ કિંમત રૂા. ૧૦,૮૯,૬૦૦ તેમજ બીયરના ૪૯૬૮ ટીન કિંમત રૂા. ૪,૯૬,૮૦૦ તેમજ ૪૧ હજારના છ મોબાઈલ, ૧.૩૦ લાખ રોકડા, ટેન્કર નંબર જી.જે.૧ર.ઝેડ. ૧૪૦૦, નંબર વગરની મારૂતિ સ્વીફટ કાર, ફોર્ડ ફીગો કાર નંબર જી.જે.૧ર.બી.આર. રપ૮ર મહિન્દ્ર બોલેરો નંબર જી.જે.૦પ. યુયુ ૪૧૮૯ અને હીરો સ્પલેન્ડર બાઈક નંબર જી.જે.૪ સીપી ૭૪ર૪ મળી કુલ્લ રૂપિયા ૩૧,૩ર,૪૦૦ નો મુદ્દામાલ એલસીબીએ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.