લાસ્પીરીટ સિગારેટ કાંડ : માથાભારે મોટનવાલા કાસેઝમાં કેન્દ્રીયમંત્રીના નામે કરે છે લુખ્ખાગીરી.!

0
42

  • કમલનાથ તો કહે છે, આ ભાઈ કોણ છે?

ઝોન કસ્ટમના ડીસી અને તેમની ટીમ દ્વારા જે રીતે સિગારેટના જથ્થાને ઝડપી લઈ અને કેસ કરી દેખાડયો છે તે ખરેખર અભિનંદનને પાત્ર જ છે, પરંતુ જેની કંપની છે તે મોટનવાલો તો દિલ્હીના મંત્રીના નામે ડંફાસો મારતો ફરે છે : મારો તો કોઈ વાળ પણ વાંકો કરી નહી શકે, દિલ્હીમાં કોઈપણ વિભાગમાં વગર એપોઈનમેન્ટથી પ્રવેશની છુટ ધરાવું છુ.જોંઉ છું મારી સામે કોણ આવે છે..! : કાસેઝ પ્રશાસનના જ મહાપાત્રાજી જેવા અધિકારીની આ કંપની પર રહેમનજર રહેલી ચકચાર

કાસેઝના જ એક ઉચ્ચ અધિકારીની સીધી રહેમરાહ-છત્રછાયા ધરાવતો આ જુનાગઢનો સાકીર નામનો શખ્સ કે જે સીંધી યુવતિ સાથે પરણ્યો છે, તે ખુદના સીનસપાટાઓને લીધે ઝોનમાં સદાય રહ્યો છે ચકચારી : આ તો સિગારેટ પકડાઈ, જો ઉંડી તપાસ કરાશે તો આ જ કંપનીનુ બોન્ડેડ લીકરના કરોડોના કાળા બજાર-ઓપનમાર્કેટમાં વેપલાનો પણ થશે મોટો ખુલાસો

ગાંધીધામ : કાસેઝના કસ્ટમ ડીસી અને તેમની પી એન્ડ આઈની ટીમ દ્વારા હાલમાં કાસેઝમાં એક મસમોટા વિદેશી પ્રતિબંધિત સીગારેટના કૌભાંડનો પદાફાર્શ કરી દેખાડયો છે. ન માત્ર તેનો ખુલાસો થયો બલ્કે આવુ ગંભીર પ્રકારનુ કૃત્ય આચરનાર કંપનીનો નામજોગ ઉલ્લેખ કરી મુદામાલ સીઝ પણ કરી લેવામાં આવ્યો છે. આ માટે કાસેઝ ડીસી અને તેમની ટીમને ખરેખર અભિનંદન જ આપવા જોઈએ.બીજીતરફ એક ચર્ચા એવી પણ સામે આવવા પામી રહી છે કે, લા-સ્પિરિટ નામની કંપની જે વ્યકિતના નામે છે તે મોટનવાલા તો ખુદને માથાભારે વ્યકિત ગણાવતો ફરે છે અને કેન્દ્રીયમંત્રીના નામે મોટી ડંફાસો પણ જોનમાં મારી રહ્યો હોવાનુ કહેવાય છે. હાલમાં પણ જયારે તેની કંપની બરાબરની ગંભીર પ્રકારના સિગારેટ મિસડીકલેરેશનના પ્રકરણમાં સાણસામાં આવી છે ત્યારે પણ આ શખ્સ કહે છે કે, મારો કોઈ વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. દીલ્હીમાં મને વગર એપોઈન્ટમેન્ટે કોઈ પણ વિભાગમાં પ્રવેશ મળી જાય છે. જોઉ છુ, હુ પણ આ કેસમાં મારી સામે કાર્યવાહી કરવાની હિમંત કોણ કરે છે? જાણકારો કહી રહ્યા છે કે, કેન્દ્રના ટોચના નેતા કમલનાથના નામે અહી આ શખ્સ ચરી ખાતો ફરે છે. કમલનાથ મારી આ કંપનીમાં ભાગીદાર છે. ત્યારે કમલનાથને આ બાબતે પુછતા તેઓતો આશ્ચર્ય જનક રીતે કહી રહ્યા છે કે, આ વળી કઈ બલાનુ નામ છે?હુ તો આને ઓળખતો પણ નથી. જાણકારો કહે છે કે, આ ભાઈ જુનાગઢના છે અને તે સંધી યુવતી સાથે લગ્ન કરેલ છે. કાસેઝ પ્રશાસનના એક ઉચ્ચ અધિકારીના પણ તેઓ ખાસ મિત્ર હોવાનુ કહેવાય છે. અને કાસેઝના આ જ અધિકારીના નામે મોટનવાલા ચરી ખાય છે કે પછી સિનસપાટાઓ કરતો હોવાનુ પણ ચર્ચાઈ રહ્યુ છે. જો મોટનવાલાની આ કંપનીના સિગારેટના કેસમાં કોઈ જ કાર્યવાહી થવા નહી પામે તો જે ચર્ચા ચાલી રહી છે તેને સાચી જ માનવી ઘટે, કે કાસેઝ પ્રશાસનના જ મહાપાત્રાજી જેવા અધિકારીની આ કંપની પર રહેમનજર રહેલી છે અને જો લા સ્પીરીટની સામે અને તેના માલીકોની સામે પણ ધાક બેસાડતી કાર્યવાહી થવા પામશે તો આવી ચર્ચાઓ આપોઆપ જ ખોટી ઠરવા પામી જશે.

– તો મોટનવાલાના કાસેઝમાં શ્રી વશિષ્ઠના સમયના પણ કાળા-ધોળા આવે બહાર

કાસેઝ પ્રશાસન લાલઆંખ કરશે તો લા- સ્પિરીટ ઉપરાંત વાયબ્રન્ટ કંપનીના પણ ખુલે ભોપાળા
ગાંધીધામ : લા સ્પીરીટ કંપનીમાંથી કાસેઝમાથી તાજેતરમા જ પપપ ડીકલેર કરેલી વિદેશી સિગારેટના બદલે ભારતીય બનાવટની ગેાલ્ડફલેકનો જથ્થો મળી આવવા પામ્યો હતો. જે ખુબજ ગંભીર પ્રકારનું કહી શકાય તેમ છે. જાણકારો કહી રહ્યા છે કે,ઝોનમાં જયારે શ્રી વશિષ્ઠ સેવારત હતા તે સમયે અહી ર૦વર્ષથી બંધ પડેલી એક કંપનીને પણ ફરીથી ચાલુ કરવામાં આવી છે. આ કંપની ચાલુ થઈ છે તેમાં પણ ગોલમાલની વાત આવી રહી છે. જો તપાસ કરવામાં આવશે તો એ બાબતે પણ મોટા ખુલાસાઓ થવા પામી શકે તેમ જાણકારો માની રહ્યા છે.