સિનુગ્રાની જમીનમાં ગેરકાયદે ઝુપડું બનાવતા લેન્ડગ્રેબીંગ

0
48

અંજાર : તાલુકાના સિનુગ્રા ગામની સીમમાં આવેલી જમીનમાં ગેરકાયદે રીતે ઝુપડુ બનાવવામાં આવતા ચાર લોકો સામે લેન્ડગ્રેબીંગની કલમો તળે ફરિયાદ કરવામાં આવી હતી. દશરથસિંહ જખુભા જાડેજાએ સિનુગ્રાના દાઉદ ઉર્ફે ડાડુ સુલેમાન કકલ, સાયરાબાઈ સુલેમાન કકલ, અમીનાબાઈ સુલેમાન કકલ, જુબેદાબાઈ સુલેમાન કકલ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના પિતાએ ર૯ વર્ષ અગાઉ આ જમીન ખરીદી હતી, જેમાં વારસાઈ નોંધ કરવામાં આવી હતી. બાદમાં આરોપીઓએ આ જમીનમાં ઝુપડુ બનાવી નાખ્યું હતું. જેથી ફરિયાદ કરવામાં આવી છે.