લાકડિયાનો શખ્સ દેશી બંદૂક સાથે પકડાયો

0
26

ગાંધીધામ : હાલ ચૂંટણી અન્વયે આચારસંહીતામાં હથિયારો રાખવાની મનાઈ છે અને કલેક્ટરે હથિયારબંધીનું જાહેરનામું અમલમાં મૂક્યું છે ત્યારે રાપર તાલુકાના લાકડિયા ગામે ઝાલાણીનગરના કાચા રસ્તા પર લાકડિયા પીઆઈ આર.આર.વસાવા અને ટીમે કાર્યવાહી કરીને હબીબ બુઢા ગગડાને સિંગલ નાળવાળી દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપી પાડી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં એએસઆઈ જયેશભાઈ પારગી, હેડકોન્સ્ટેબલ સમીતભાઈ ડાભી, કોન્સ્ટેબલ દીપકભાઈ સોલંકી, હસમુખભાઈ ચૌધરી વગેરે જોડાયા હતા.