રજાના દિવસોમાં ઈદગાહ આંટી પાસે અડિંગો જમાવી બેસતા લબરમુછીયા યુવકો ગુમ થયા : ખેંગાર પાર્ક પાસે રોમીયોગીરી કરતા યુવકોને નવા પી.આઈ.એ મેથીપાક ચખાડયો

0
40

હીંચકાજમ્પીંગમાં બાળકોને બેસાડવા આવતી મહિલાઓ સામે રોમીયોગીરી કરતા હતા : ત્રણથી ચાર યુવકોને લમધાર્યો

ભુજ : તહેવારના દિવસે તેમજ રવિવારે સાંજે ખેંગાર પાર્ક સામે જમ્પીંગ અને હીંચકામાં પોતાના સંતાનોને બેસાડવા આવતી મહિલાઓ સામે રોમીયોગીરી કરતા યુવકોને ડિવિજન પોલીસ મથકે આવેલા નવા પી.આઈ. ફટકાર્યા હતા. કોઈપણ કામકાજ વગર હીંચકાઓ પાસે ઉભા રહી જતા એકએક રોમીયોને શોધીને બહાર લાવી જાહેરમાં લમધાર્યા હતા. થોડી વારમાં અડીંગો જમાવી બેઠેલા રોમીયો રફુચક્કર થઈ ગયા હતા અને રોડ સાફ થઈ ગયો હતો.

ઈદગાહથી લેકવ્યુ તરફ જતા હમીરસર તળાવના માર્ગે આંટી પાસે લબરમુછીયા યુવકો અડિંગો જમાવી બેઠા હોય છે અને રોડ પર બાઈકો રાખી ઘેરા કરી બેસી જતા હોવાથી મહિલાઓ પસાર થવાનું ટાળતી હોય છે. પોતાના બાળકોને જમ્પીંગ અને હીંચકામાં મનોરંજન માટે લાવતી મહિલાઓને ખરાબ નજરથી જાેઈ તેમજ ચેનચાળા કરી અને રોમીયોગીરી કરતા યુવકોને મેથીપાક ચખાડવો જરુરી બન્યો હતો તે વેળાએ ગઈકાલે ઈદના દિવસે રોમીયોગીરી કરતા યુવકોને પી.આઈ. અંદરથી બહાર લાવી જાહેરમાં મેથીપાક ચખાડયો હતો. બાળક હીંચકામાં હોવા છતાંય હીચકાઓ પાસે જઈને મહિલાઓ સામે રોમીયોગીરી કરતા એકએક રોમીયોને પકડી લઈ મેથીપાક ચખાડયો હતો.

બોલો, રોમીયોગીરી કરતા યુવકોની વ્હારે આવ્યા આગેવાનો !

રોમીયોગીરી કરતા યુવકોને પીઆઈએ જાહેરમાં માર્યા બાદ ડિવિજન પોલીસ મથકે લઈ ગઈ હતી, ત્યારે અમુક આગેવાનો રોમીયોગીરી કરતા યુવકોની વ્હારે આવીને ડિવિજન પોલીસ મથકે ધસી ગયા હતા.