કચ્છની ટીમનો નોકઆઉટ રાઉન્ડમાં વિજય : સેમિફાઈલમાં પ્રવેશ

0
42

ભુજ : સણોસરા ગ્રાઉન્ડ પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજિત તાજાવાલા ટુર્નામેન્ટમાં જામનગર રૂરલ સામે કચ્છની ટીમનો ૧૭૩ રનથી ભવ્ય વિજય થતાં સેમિફાઈનલમાં પ્રવેશ મોળવ્યો છે.
ટોસ જીતીને કચ્છની ટીમને બેટિંગમાં ઉતારવાનો ર્નિણય ખોટો સાબિત કરતા ૪૯.૩ ઓવરમાં ૨૬૪ રન બનાવી લીધા હતા, જેમાં કેપ્ટન ધવલ ગુંસાઈના શાનદાર સતક સાથે ૧૨૫ બોલમાં ૧૧૮ રન મુખ્ય હતા, પ્રેમ ઝવેરીના ૨૭ રન તથા કુણાલ કટ્ટાના ૨૦ રન હતા. જામનગરની ટીમ જવાબમાં ફક્ત ૯૧ રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. કચ્છ વતી સૂર્યા રાબડીયાએ તરખાટ મચાવી ૧૦ ઓવરમાં માત્ર ૨૩ રન આપી ૬ વિકેટ ઝડપી હતી. આર્યન મલિક તથા કુણાલ કટ્ટા ને ૨-૨ વિકેટ મળી હતી. કેસીએના હોદ્દેેદારોએ અભિનંદન સાથે આજની મેચ માટે શુભેચ્છા પાઠવીને ટીમને બિરદાવી હતી. કેસીએની ટીમ આજે અમરેલીની ટીમ સામે સેમિફાઇનલ રમશે. ટીમની સાથે કોચ મુકેશ ગોરે પણ હજી વધારે સારા પરિણામની આશા વ્યક્ત કરી હતી.