ઈંગ્લેન્ડની બાળ ક્રીકેટ કાઉન્ટીમાં કચ્છી ભટ્ટબંધુઓનો તરખાટ

0
51

ક્રીશ-આર્યન મુકેશકુમાર ભટ્ટએ ચાલુ સિઝનમાં અલગ અલગ સ્પર્ધાઓમાં હિર ઝળકાવ્યું : ક્રીશે ઓલરાઉન્ડીંગ પ્રદર્શનથી જુનિયર ક્રિકેટીંગ પર્સનાલીટી ઓફ ધી યરનો હાંસલ કર્યો ખિતાબ તો આર્યને પણ અન્ડર-૧૦ કલબ ગેમમાં બેસ્ટ બોલર ઓફ ધી યરનો હાંસલ કર્યો એવોર્ડ

ગાંધીધામ : મુળ ભુજ-કચ્છના વતની અને બે દાયકા કરતા વધુ સમયથી લંડનમાં સ્થાયી થયેલા મુકેશ રસીકલાલ ભટ્ટના બે પુત્રો ક્રીશ અને આર્યન પણ ક્રીકેટ ક્ષેત્રમાં દાદા અને પિતાની કંડારલી કેડી પર યશસ્વી રીતે ડગ માંડી રહ્યા છે. ચાલુ વર્ષ પણ આ બન્ને ભટ્ટબંધુઓએ ઈંગ્લેન્ડની બાળ ક્રીકેટ કાઉન્ટીમાં ઓલરાઉન્ડીંગ ઉત્કૃષ્ટ પ્રદૃશન કરી અને કચ્છનું ગૌરવ વિદેશી ધરતી પર વધુ એક વખત ઝળકાવ્યું છે.સૌ પ્રથમ ક્રીશ ભટ્ટની વાત માંડીએ તો તેણે ચાલુ સિઝનમાં નોર્થમ્ટનશાયર કાઉન્ટીમાંથી પસંદગી પામી અને સમગ્ર સિઝન દરમ્યાન બેટીગ-બોલીંગ અને ફિલ્ડીંગમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યુ છે. ક્રીશે નોર્થમટનશાયર કાઉન્ટી સહિતની અલગ અલગ બાળ કાઉન્ટીની ટુર્નામન્ટમાં બ્રિકસવર્થ, બેડફર્ડ, સરે સહિતની કાઉન્ટીની ટીમો સામે રમીને સમગ્ર સિઝન દરમ્યાન બેટીંગમાં કુલ્લ ૧૩૮૯ રન પાંચ ફિફટીના સહારે ફટકારીને ૧ર૯.૪ની સ્ટ્રાઈક રેટથી સરેરાશ ૪૦ની એવરેજથી રન ખડકી દીધા હતા. તો બોલીંગમાં ૪૧/૪ વિકેટના શ્રેષ્ઠ દેખાવ સાથે કુલ્લ પ૧ વિકેટો ઝડપી તો ફિલ્ડીંગમાં ર૯ કેસ ઝડપયા જયારે ૧૧ રન આઉટ કરીઅને ઓલરાઉન્ડીંગ પરફોર્મન્સ કર્યુ હતુ. ચાલુ સિઝનમાં ક્રીશે ૭૧ મેચોમાં ટીમના કેપ્ટન તરીકેની યશસ્વી સેવા બજાવી છે. ક્રિસના ઉત્કૃષ્ટ દેખાવ બદલ તેને કાઉન્ટી એવોર્ડ, સ્કુલમાં જુનિયર ક્રીકેટ પર્સનાલીટી ઓફ ધી યર, વિનીંગ સ્કુલ કાઉન્ટી ટુર્નોમેન્ટ, વીનીંગ ફ્રેન્ડલી રીજીન ટુર્નામેન્ટ ગેમ્સ-કેપ્ટન તથા આઉટસ્ટેન્ડીગ ફર્મોન્સ ઈન એડલ્ટ ક્રિકેટ(નોર્થનટનશાયર કાઉન્ટી)તરફથી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. તેવી જ રીતે ક્રીશનો નાનો ભાઈ આર્યન ભટ્ટ પણ ક્રીકેટ ક્ષત્રમાં ચાલુ સિઝનથી કાઠું કાઢી રહ્યો છે. ચાલુ સાલે આર્યને બાળ કાઉન્ટીની ર૯ મેચોમાં ભાગ લઈ ૩૦૦થી વધુ રન અને ર૯થી વધુ વિકેટો ખેરવી હતી.આર્યનને પણ અન્ડર ૧૧ બાળ કાઉન્ટીમાં ઓપીસીસીનો બેસ્ટ બોલીંગનો એવોર્ડ એનાયત થવા પામ્યો હતો.નોધનીય છે કે, ક્રીકેટ ઉપરાંત ફુટબોલમાં પણ ક્રીશ અને આર્યન ભારે પારંગત ધરાવી રહ્યા છે અને ફુટબોલની અલગ અલગ સ્પર્ધાઓમાં કલબ વતીથી ભાગ લઈ અને ઈનામોના હક્કદાર બનતા રહ્યા છે. વિદેશીની ધરતી પર કચ્છનું ખમીર ઝળકાવવા બદલ ક્રીશ-આર્યન મુકેશ ભટ્ટ પર ઠેરઠેરથી અભિનંદન વર્ષા થવા પામી રહી છે.