ભુજમાં કચ્છ રાજપૂત ક્ષત્રિય કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરાયું

0
27

કેબિનેટમંત્રી, પૂર્વ કેબિનેટમંત્રી, ધારાસભ્ય, છાત્રાલયના મુખ્ય દાતા, સંતો-મહંતો સહિતના ઉપસ્થિત રહ્યા

ભુજ : શહેરના ભુજ – મિરજાપર હાઈવે પાસે જયનગર ખાતે કચ્છ રાજપૂત (ક્ષત્રિય) સભા પ્રેરિત અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ટ્રસ્ટ સંચાલિત સ્વ. નોંઘુભા વેલુભા જાડેજા કન્યા છાત્રાલય તથા બા શ્રી સુરજબા નોંઘુભા જાડેજા કન્યા વિદ્યાલયનું આજે કેબિનેટમંત્રી કિરીટસિંહ રાણા, પૂર્વ કેબિનેટમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, કચ્છ જિલ્લા રાજપૂત (ક્ષત્રિય) સભાના પ્રમુખ અને માંડવી – મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને તથા મુખ્ય દાતા અનિરૂદ્ધસિંહ નોંઘુભા જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે વન પર્યાવરણ કેબિનેટમંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું કે, આજે સમાજના લોકો દરેક ક્ષેત્રે કાર્યરત થઈને સેવા બજાવી રહ્યા છે. શિક્ષણનું પ્રમાણ પણ ઘણું વધી ગયું છે. આજે જે કન્યા છાત્રાલય તથા વિદ્યાલયનું નિર્માણ થયું છે તે ખુબ જ શ્રેષ્ઠ કારણ છે. આ વિદ્યાલયથી સમાજની દીકરીઓ શિક્ષણ મેળવીને દેશની સેવામાં જાેડાશે. રાજ્યમાં અતિ આધુનિક છાત્રાલયનું નિર્માણ ભુજ ખાતે કરવામાં આવ્યું છે. છાત્રાલય બનાવવા દાતાઓએ નેમ વ્યક્ત કરી હતી તે આજે પરિપૂર્ણ થઈ છે. ર.પ૧ કરોડ જેટલું દાન આપીને દાતાઓએ સમાજ પ્રત્યેનું ઋણ ચૂકવ્યું છે. સરકારી નોકરીઓમાં પણ મોટા ભાગના સમાજના યુવાનો જાેડાયા છે. સમાજમાં જ્યારે પણ કોઈ કાર્યક્રમ હોય ત્યારે કોઈ પણ પક્ષનો હોય તે એક જૂથ જઈને હંમેશા કાર્યમાં જાેડાય છે. વધુમાં તેમણે સમાજના યુવક – યુવતીઓને અપીલ કરતા ઉચ્ચ શિક્ષણ પ્રાાપ્ત કરી સમાાજ માટે કાંઈક કરી બતાવવાની ભાવના રાખીને કઈ રીતે હજુ પણ સમાજને તમામ ક્ષેત્રે આગળ લઈ જઈ શકીએ તે અંગે કાર્ય કરવા જણાવ્યું હતું.


છાત્રાલય અને વિદ્યાલયના મુખ્ય દાતા તરીકે મૂળ ભાચુંડાના અને હાલ અમદાવાદ ખાતે જીટીપીએલના એમડી અનિરૂદ્ધસિંહ નોંઘુભા જાડેજા દ્વારા ર.પ૧ કરોડનું દાન અપાયું છે. પ૪ હજારથી વધારે ક્ષેત્રફળમાં નિર્મિત આ વિશાળ સંકુલમાં ૪૦૦થી ૭૦૦ કન્યાઓ આ છાત્રાલયમાં રહી શકશે. આ સંકુલમાં રહેવા ઉપરાંત કોન્ફરન્સ રૂમ, લેબોરેટરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. પાંચ કરોડથી વધુના ખર્ચે આ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે કાર્ય પૂર્ણ થતા આજે સવારે પ્રથમ હોમહવન, ત્યારબાદ બાલિકા પૂજન, ઉદ્દઘાટન, મુખ્ય દાતાની પ્રતિમાના અનાવરણ બાદ સન્માન સમારોહ જયનગર ખાતે યોજાયો હતો.


આ કાર્યક્રમમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરભદ્રસિંહ જાડેજા, જાેરાવરસિંહ રાઠોડ, યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રવીણસિંહ વાઢેર, ઘનશ્યામસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, પરાક્રમસિંહ જાડેજા, ચેતનાબા જાડેજા, નારાણજી જાડેજા, બળવંતસિંહ જાડેજા, હઠુભા સોઢા, હઠુભા જાડેજા, અમૃતાબા ચૂડાસમા, અશોકસિંહ પરમાર, કુલદીપસિંહ જાડેજા, સાવજસિંહ જાડેજા, કે.ડી.જાડેજા, ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ સંત મુક્તાનંદજી બાપુ, ખાનાય જાગીરના સંત મેઘરાજજી દાદા, લીફરી જાગીર સંસ્કારધામ હરીસિંહ દાદા, રવીભાણ આશ્રમ નિગરીયાના સંત કલ્યાણદાસજી બાપુ, પિંગલેશ્વર મહાદેવ મંદિરના મહંત પુરસોત્તમગિરિજી, મોગલધામ કબરાઉના સંત સામતભા બાપુ, ડુંગરશી ભગત આશ્રમના સંત જગજીવનદાસજી બાપુ, મંજલના દેવમાંશ્રી, દેવીબા માતાજી, પૂ.બાબાશ્રી મૃદુલાબા, કૈલાશ ગુફાના અદ્વૈતતગિરિજી માતા, પૂ. આશાામાં માતાજી સહિતના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.