દેશના વિકાસ માટે ‘કચ્છ મોડેલ’ પથદર્શક : મોદી

0
140

અંજાર ખાતે વિરાટ જનસમુદાયને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું ઉદ્દબોધન : કોંગ્રેસને કચ્છની ઘોર દુશ્મન ગણાવી કર્યા પ્રહારો : કચ્છના તમામ ઉમેદવારોની તરફેણમાં મતદાન કરવા કરી લાગણીસભર અપીલ

અંજાર : સવાયા કચ્છી એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે કચ્છની ધરતી પરથી ઉદ્દબોધન કરતા હોય ત્યારે તેમને સાંભળવા એ ખાસ લ્હાવો હોય છે. ભારતીય જનતા પાર્ટી જન – જનમાં લોકપ્રિય હોય તેવા પ્રભાવશાળી વકતાઓમાં મોદીજી મોખરે રહ્યા છે. આજે અંજારમાં વડાપ્રધાન મોદીએ વિશાળ જનસમુદાયને સંબોધન કર્યું હતું. પોતાના ઘપ મિનિટના ભાષણમાં મોદીજીએ કચ્છ પ્રત્યેના પોતાના ખાસ લગાવની ઝાંખી કરાવી હતી. વિનાશાક ભૂકંપ બાદ કચ્છના સર્વાંગી વિકાસનું વર્ણન કરવાની સાથે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. નર્મદા યોજનામાં વિલંબ બદલ તેમણે કોંગ્રેસને કચ્છની ઘોર દુશ્મન ગણાવી હતી. તો બીજીતરફ તેમણે કચ્છના ભવિષ્યનું વિઝન પણ રજૂ કર્યું હતું. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કચ્છમાં થઈ રહેલા ક્રાંતિની વાત કરી હતી. તો આવનારા દિવસો ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે કચ્છ જિલ્લો દેશનું પથદર્શક બનશે. દેશનો સૌથી મોટો ગ્રીન હાઈડ્રોજન પ્રોજેકટ કચ્છમાં આવી રહ્યો છે. પર્યટન ક્ષેત્રમાં પણ કચ્છ જિલ્લો દેશ – દુનિયામાં આગવું સ્થાન ધરાવે છે. કચ્છના પર્યટન સ્થળો અને ધાર્મિક સ્થળોના થઈ રહેલા વિકાસની વાત માંડી હતી. પોતાના પ્રેરક ઉદ્દબોધનમાં તેમણે આવનાર રપ વર્ષ માટેની પરિકલ્પના વર્ણવી હતી. તો કચ્છવાસીઓને તેમણે પોતીકા સ્વજન ગણી મતદાનના દિવસે ભાજપની તરફેણમાં મતદાન કરવા લાગણીસભર અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ અંજારની ધરતીથી કચ્છના મારા ભાઇ-બહેનોને રામ રામ… કરતા સંબોધનની શરૂઆત કરી હતી. કચ્છની ધરતી કર્તવ્ય અને કૌશલ્યની ધરતી છે. આ સંકલ્પ અને ઇચ્છાશક્તિની ધરતી છે. ૨૦૦૧માં જયારે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે કચ્છ સહિત આખુ ગુજરાતના જીલ્લા અને ગામ તબાહીના શિકાર બન્યા લોકો કહેતા કે કચ્છ મોતની ચાદર ઓઢીને સુતુ છે આ કચ્છ ફરી બેઠુ નહી થાય આ કચ્છની ખમીરવંતી પ્રજા અને સરકારની નીતીની જુંગલબંધીએ ફરી કચ્છ તેજ ગતીથી દોડે છે. ૨૦૨૨ની ચૂંટણી મહત્વપુર્ણ છે તેમાં પાંચ વર્ષનો નહી ૨૫ વર્ષનો નિર્ણય કરવાનો છે. વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ એટલે કચ્છની ઘોર દુશમન. કચ્છની પહેલી પ્રાથમિકતા પાણી હતી અને કચ્છમાં પાણી ન પહોંચે તે માટે ખેલ કરતા હતા તેમની જોડે દોસ્તી હતી. કચ્છને પાણી ન મળે તે માટે ષડયંત્ર થતું રોડા અટકાવવાનું કામ થતું. ભાજપ માત્ર વાતો નથી કરતું, એક વાર કહીએ તો કામ કરીને જ રહીએ. આજે કચ્છ દાડમ, ખૂજર, કમલમ, કચ્છની કેરી,એકસપોર્ટ કરતું થયું. આજે કચ્છની ખેતપેદાશ દુનિયામાં ડંકો વાગાડી રહી છે. ૨૦૨૩માં આખી દુનિયા મોટા અનાજના વર્ષની ઉજવણી કરશે અને બાજરી, જુવાર અને રાગીનો ડંકો વાગશે.સરકારે પશુપાલકોને થતા રોગચાળાને અટકાવવા ૧૪ હજાર કરોડ રૂપિયા ખર્ચવાનું નક્કી કર્યુ છે. જેમ મનુષ્યના આધાર કાર્ડ કાઠયા છે તેમ પશુઓને નંબર આપવાનું કામ કર્યુ છે અને તેમની માવજત કરવાનું કામ કર્યુ.કચ્છમાં આજે પર્યટનનો વિકાસ થયો છે. કચ્છમાં વધુમાં વધુ ટુરિસ્ટ આવે તે માટે કામ કરવામાં આવી રહ્યું છે. આજે કચ્છમાં ૫-જી આવી ગયું છે. ટુરિઝમ આવે એટલે કચ્છની આવક વધે. કચ્છમાં ત્રણ મહિનામાં પાંચ લાખ ટુરિસ્ટ આવે છે. સ્મૃતિવન એટલે આ ભૂજિયા ડુંગર એક જમાનામાં સુકો ભટ્ટ હતો પરંતુ મોદી સરકારના વિઝનથી ભૂજને કચ્છને નવું ફેફસુ મળ્યું છે.સ્મૃતીવન જીવનદાઇત્વ બને તેટલું મોટુ જંગલ બનાવ્યું છે અત્યાર સુધીમાં એક લાખ લોકો મુલાકાત કરી છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં મુંબઇમાં જે ચોરસ ફુટના જમીનના જે ભાવ હોય તેના કરતા વધુ ભાવ છે. કંડલા ૨૫ વર્ષ પહેલા સાત કરોડ રૂપિયાનું એકસપોર્ટ થતું, આજે ત્યાથી ૯ હજાર કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થાય છે. મુંદ્રા દેશના કાર્ગો હેન્ડલીંગમાં નંબર એક પર પહોંચ્યુ છે. ગ્રીન હાઇડ્રોડનથી ભવિષ્યમાં કોર ચાલવાની છે અને ગ્રીન હાઇડ્રોજનનું મોટુ હબ કચ્છમાં બનાવાનું છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સાંભળવા મોટી સંખ્યામાં કચ્છવાસીઓ સ્વયંભૂ ઉમટ્યા હતા. વિધાનસભા બેઠકના ઉમેદવાર ત્રિકમભાઈ છાંગા, માલતીબેન મહેશ્વરી, કેશુભાઈ પટેલ, અનિરૂદ્ધભાઈ દવે, પ્રધ્યુમનસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજાએ વડાપ્રધાન મોદીનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપના કાર્યકારી પ્રમુખ વલમજીભાઈ હુંબલ, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય વાસણભાઈ આહિર, પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ,પુર્વમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં, કચ્છના પ્રભારી હિતશભાઇ ચૌધરી, કચ્છ જિલ્લાના મહામંત્રી શિતલભાઇ શાહ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ પારૂલબેન,પંકજભાઈ મહેતા, ધવલભાઈ આચાર્ય, પુનિતભાઈ દુધરેજીયા, ધનજીભાઈ હુંબલ, ભગીરથસિંહ જાડેજા, બીપીનભાઈ આહિર, મોહિત આહીર, રોહિત વિરડા,અરજણભાઈ રબારી, નરેન્દ્રસિંહ જાડેજા, સુધીરસિંહ જાડેજા, ગોવિંદભાઈ કોઠારી, ગોપાલભાઈ માતા, આશિષ ઉધવાણી, નરેશભાઈ મહેશ્વરી, રમેશભાઈ મહેશ્વરી, વસંતભાઈ કોડરાણી, ડેની શાહ, સંજય દાવડા, મનન
પોમલ, જાગૃતીબેન શાહ, નર્મદાબેન ઠક્કર,મનોજભાઈ મુલચંદાણી, રમેશભાઈ મહેશ્વરી, કૌશલ્યાબેન માધાપરિયા, સ્વતંત્રસિંહ મંત્રી શ્રી ઉત્તર પ્રદેશ, આહિર સમાજના અગ્રણી બાબુભાઈ, શંભુભાઈ આહિર, કાનાભાઈ જીવાભાઈ શેઠ, લક્ષ્મણસિંહ સોઢા, દીપકભાઈ રેલોન, ડોલર મહારાજ, આશિષ ઉદવાણી, અંજાર નગરપાલિકાના પ્રમુખ લીલાવતીબેન પ્રજાપતિ, વિજય પલણ, બહાદુરસિંહ જાડેજા, માધાભાઈ આહીર, રણછોડભાઈ વાસણભાઈ આહીર, ત્રિકમભાઈ વાસણભાઇ આહીર, રાજભા રબારી, કિશોર ખટાઉ, મસુરભાઈ રબારી, કૃપાલસિંહ રાણા, જીગરદાન ગઢવી, જીતેન વ્યાસ, આકાશ કોડરાણી, વૈભવ કોડરાણી, મયુરભાઈ સીંધવ જિલ્લા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

સવાયા કચ્છી પીએમ અંજારની સભામાં કચ્છીજનો સાથે ભરપુર લાગણીથી ખીલ્યા..!
– નરેન્દ્રભાઈ મોદી અંજાર સભામાં પહોંચ્યા તે વખતે મોદી-મોદીના ગગનભેદી નારા ગુંજી ઉઠયા હતા – નરેન્દ્રભાઈએ ર૦૦૧ના ભુકંપની યાદ તાજી કરી – નરેન્દ્રભાઈએ નર્મદાજળ, પ્રવાસન, રણોત્સવ, ધોરડો, જેસલતોરલ, મેકરણદાદા, ધેાળાવીરા, કાળો ડુંગર, બન્નીનું ધાસ, બન્નીની ભેંસ, સરહદી વિસ્તારનો વિકાસ, માંડવીના શ્યામજી કૃષ્ણવર્મા, ભુજીયો સ્મૃતીવન, અંજારમાં વીર બાળ ભુમિ સ્કારક, કંડલા-મુંદરા બંદર, ફાઈવ જી કનેકટીવીટી સહિતનાઓને કર્યા બાદ : મોદીજીએ કચ્છની મહીલાઓની સશકિતકરણ તથા પાણી સમીતીમાં બે દાયકા પૂર્વે કરેલી મદદનો ખાસ ઉલ્લેખ કર્યો

કચ્છને દુનીયાનું સૌથી મોટુ હાઈડ્રોજન હબ બનાવીશું : મોદી
ગાંધીનગર : મોદીજીએ અંજારમાં ક્ચ્છ માટે જે કેટલીક મહત્વપૂર્ણ વાતો કરી તેમાં હાલના સમયે કચ્છને ગ્રીન હાઈડ્રોજન હબ તરીકે વીકસાવવાની નેમ દર્શાવી હતી તેઓએ કહ્યુ કે, આ હાઈડ્રોજન હબ ન માત્ર ભારત બલ્કે દુનીયાનું સૌથી મોટુ કેન્દ્ર બને તો નવી નવાઈ નહી કહેવાય.

મોદીજીએ કચ્છને સોપ્યું અંગત કામ
ગાંધીધામ : નરેન્દ્રભાઈ મેાદીએ અંજારની સભામાથી કચ્છ આખાયને છએ છ બેઠકો પર કમળ ખીલવવા તો અનુરોધ કર્યો જ તે ઉપરાંત એક અંગત જવાબદારી પણ આપી હતી અને તેઓએ કહ્યુ કે, સભામાંથી ઘરે જાવ એટલે ગામ-ઘરના વડીલોને કહેજો કે, આપણા નરેન્દ્રભાઈ આજે અંજાર આવ્યા હતા અને તમને પ્રણામ કહ્યા છે. વડાપ્રધાન નહી આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા તેમ કહેજો..

મંચ પરથી કચ્છની ખારેક બોલાતા જ સભામાં મુંછનાં મલકારાની હાસ્ય રમુજ ફરી વળી…!

કેરી-દાડમ અને ખારેકનો ઉલ્લેખ થતા જ મીઠીખારેક ખાનારાઓ અને ખવડાવનારાઓ સૌ કોઈમાં પડી ફા..ડ તો સભામાં લોકોએ પણ હળવી રમુજ માણી

ગાંધીધામ : વડાપ્રધાનશ્રીની અંજારની સભામાં નરેન્દ્રભાઈ પહોચે એ પહેલા કેટલાક ઉદ્યબોધન પ્રજાને ઝકડી રાખવાને માટે કરાયા હતા જે પૈકીના એક ઉદબોધનમાં કચ્છની ખેતી વીકાસની મહત્વપૂર્ણ વાતો કરવામાં આવી હતી. મંચ પરથી કચ્છની કેરી, દાડમ સહિતના વિષયોને અભ્યાસપૂર્વકની રજુઆતો થઈ હતી અને તે જ સીલસિલામાં કચ્છની ખારેકનો પણ ઉલ્લેખ કરાયો હતો, ત્યારે સભામાં ઉપસ્થિત કેટલાક શાણા શ્રોતાએ કચ્છની મીઠી ખારેક શબ્દને તાજી કરી અને આ શબ્દના ઉલ્લેખ થતા મુંછમાં એક બીજાને સામે જોઈને હળવી હાસ્ય રમુજની મોજ માણી હતી. આપણે સૌ જાણીએ છીેએ કે નલીયાકાંડ બાદ કચ્છની મીઠી ખારેક કયા વ્યંગમાં શબ્દપ્રયોગ કરવામાં આવતો હોય છે. બીજીતરફ કચ્છની મીઠીખારેક જેઓએ ચાખી હતી અથવા તો ખવડાવી-ચખાડી હતી તેઓમાં પણ આ શબ્દના ઉચ્ચાર બાદમાં સભામાં પ્રસરેલા ક્ષણિક હાસ્ય રમુજને જોઈને ફા..ડ પડવા પામી હતી.