કચ્છને વધારાના ૧ મિલીયન એકર ફીટ પાણી પહોંચાડવાના મુખ્યમંત્રીના નિર્ણયને કચ્છના અગ્રણીઓએ આવકાર્યો

કચ્છના સાંસદ,પૂર્વ ધારાસભ્યો સહિતના આગેવાનોએ સંવેદનશીલ મુખ્યમંત્રીનો માન્યો આભાર

ભુજ : કચ્છને નર્મદાનું વધારાનું એક મિલિયન એકર ફીટ પાણી આપવા માટે સરકારે લીલીઝંડી આપી પ્રથમ ફેશ માટે ૩૪૭પ કરોડ મંજૂર કર્યા છે. ત્યારે કચ્છને નર્મદા જળથી નંદનવન કરવા માટે સાંસદ વિનોદ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માનતા જણાવ્યું કે, કચ્છ માટે આ આનંદની વાત છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા માટે મુખ્ય ત્રણ યોજના બનાવી હતી. જે પૈકી કચ્છને વધારાનું પાણી આપવાની યોજનાને વિજયભાઈ રૂપાણીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેનાથી કચ્છના જળાશય, તળાવો, ડેમો પાણીથી છલોછલ થશે અને માલધારી, ખેડૂતો અને આમ આદમીને પાણીની પડતી મુશ્કેલીમાં ઘટાડો થશે.

આ અંગે કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે ગુજરાત સરકાર દ્વારા કચ્છના નર્મદાજળને માટે સેંદ્વાંતિક મંજુરી આપવાના નિર્ણયને હરખભેર વધાવ્યો હતો. નોધનીય છે કે, જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ નર્મદા જળના અભ્યાસુ વ્યકિતઓ પૈકીના એક ગણાય છે. તેઓ નર્મદાજળ અને કચ્છને લઈને ઉંડો અભ્યાસ ધરાવી રહ્યા છે. શ્રી પટેલે આ તબક્કે કહ્યુ હતુ કે,સરકાર દ્વારા અપાયેલી મંજુરીથી કચ્છ આખાયને પાણીના મુદ્દે ભવિષ્યમાં લીલાલહેર થવા પામી શકે તેમ છે. લાખો લોકો, અબોલ જીવો અને ખેતીને તેનાથી મોટો ફાયદો થવા પામશે. વખતોવખત કચ્છ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પણ કચ્છને નર્મદાજળથી નંદનવન બનાવવાની દીશામાં રજુઆતો કરવામા આવતી જ હોવાનુ શ્રી કેશુભાઈએ ઉમેર્યુ હતુ.કચ્છને નર્મદાનું વધારાનું ૧ મીલીયન એકરફીટ પાણી આપવાનું નિર્ણય રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લેવામાં આવ્યો છે. તે નિર્ણયને રાજયના પૂર્વ મંત્રી તારાચંદભાઈ છેડાએ આવકાર્યો હતો. શ્રી છેડાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન આપતા જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી અનેક રજુઆતો પછી કચ્છના પાણીના આ પ્રાણ પ્રશ્નને જે મુખ્યમંત્રી લાગણી બતાવી છે એ કચ્છના ખેડૂતો માટે અષાઢીબીજ જેવો પ્રસંગ ઉત્પન્ન થયો છે અને હજુ પણ ભવિષ્યમાં કચ્છના છેવાડાના બે તાલુકા લખપત અને અબડાસાનો આ યોજના અંદર સમાવેશ થાય તેવી વિનંતી કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે મેઈન કેનાલનું કામ પણ રજુઆતો પછી જે રીતે આગળ વધ્યું છે તેવી જ રીતે ચોમાસા પછી કચ્છને નર્મદાના વધારાના ૧ મીલીયન એકરફીટ પાણી માટે જે નાણાકીય જોગવાઈ થઈ છેે. તેનું કામ પણ યુધ્ધના ધોરણે શરૂ થાય તેવી લાગણી તારાચંદભાઈએ વ્યક્ત કરી હતી.બીજી તરફ સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ ઐતિહાસિક અને પ્રજા કલ્યાણલક્ષી નિર્ણયને પૂર્વ ધારાસભ્ય પંકજભાઈએ મહેતાએ પણ આવકાર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યત્વે સમગ્ર કચ્છ જિલ્લો પશુપાલન અને ખેતી સાથે જોડાયેલો છે ત્યારે મુખ્યમંત્રી દ્વારા ૧ મિલયિન એકર ફિટ પાણી માટે નાણાંકીય જોગવાઈ કરવાથી દુષ્કાળ જેવી પરિસ્થિતીનો સામનો કરતા કચ્છના ખેડૂતો અને માલધારી વર્ગ સાથે સમગ્ર જિલ્લાના લોકોને ખૂબ આર્શીવાદરૂપ સાબિત થશે. કચ્છ જિલ્લાના રાપર, અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ અને નખત્રાણા તાલુકાના ૯૬ ગામોની ર લાખ ૩૫ હજાર એકર જમીનને નર્મદાના પાણી સિંચાઈ માટે મળશે તથા ૭ તાલુકાના ૩ લાખ ૮૦ હજાર માનવ વસ્તીના લોકોને નર્મદા પાણીનો લાભ મળશે. આ યોજના અંતર્ગત જયારે ૩૮ જળાશયો ભરવાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં રાપર તાલુકાના પ્રાંથળ વિસ્તારમાં આવેલ શરાણ જળાશય એ આ વિસ્તારના ખેડૂતોને તથા માલધારી વર્ગને ખુબ ઉપયોગી પુરવાર થવા સાથે વાગડ વિસ્તારની ધરતી નવપલ્વિત થશે અને જેના દ્વારા વાગડના અનેક ગામો આ શરાણ જળાશયનો લાભ મેળવી શકશે. કચ્છના અનેક ચેકડેમો તથા તળાવોમાં પાણી નાખવાના આયોજનથી ભૂર્ગભ જળ રિચાર્જ થશે તથા જે પાણીના ઉપયોગ દ્વારા કચ્છના મહેનતુ ખેડૂતો આગામી સમયમાં મબલક ઉત્પાદન મેળવી શકશે સાથે સાથે પશુઓ માટે સર્જાતી ઘાસચારની મેુશ્કેલી પણ દુર થશે અને માલધારીઓનું ઘાસચારાના અભાવે થતું સ્થાળાંતર અટકશે અને દૂધ ઉત્પાદનમાં પણ વધારો આવશે. નર્મદાના વધારાના ૧ મિલીયન એકર ફિટ પાણી પહોંચાડવા માટે ફેઈઝ-૧ના રૂા.૩૪૭૫ કરોડના અંદાજીત કામો તાત્કાલીક ધોરણે હાથ ધરવા જળ સંપતિ વિભાગને મુખ્યમંત્રીએ સૂચન આપતા શ્રી મહેતાએ આભાર વ્યકત કર્યો હતો.સરકારના નિર્ણયને આવકારતા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને ફતેહગઢ જિલ્લા પંચાયત સીટના સદ્દસ્ય વણવીરભાઈ બી. રાજપૂત જણાવ્યું કે, આ યોજના અંતર્ગત રાપર તાલુકાના પ્રાંથળ વિસ્તારનું સરાણ જળાશય ભરવાનું આયોજન છે, જેથી આસપાસના ગામો બેલા, ફતેહગઢ, મૌવાણા, ગેડી, જાટાવાડા, વ્રજવાણી, આણંંદપર, શિવગઢ, બાલાસર, લોદ્રાણી, શિરાવાંઢ સુધીના વિસ્તારમાં પાણી પહોચવાનું હોવાથી પ્રાંથળ વિસ્તાર હરિયાળો બનશે. વરસાદના અભાવે અહીંના ખેડૂતો અને માલધારી વર્ગ સ્થળાંતર કરતો હતો. તે પણ હવે મા નર્મદાના નીર આવવાથી બહાર જતા અટકશે. ઘાસચારો મળવાથી દૂધ ઉત્પાદન ક્ષેત્રે પ્રગત્તિ થશે. પ્રાંથળના હાર્દ સમા સરાણ જળાશય અનેક લોકોને નવું જીવન પ્રદાન કરશે. વિજય રૂપાણી સરકારના આ નિર્ણય બદલ તા.પં. સદ્દસ્યો ભાવેશભાઈ પટેલ, બકુલભાઈ ઠાકોર, કેશરબેન ગેલાભાઈ બગડા, રાણાબેન વાલાભાઈ પટેલ અને વેલજીભાઈ સિંધવે આભાર માન્યો હતો.
રાજ્ય સરકારના પૂર્વ નાણામંત્રી અને પૂર્વ સાંસદ બાબુભાઈ મેઘજીભાઈ શાહ દ્વારા અવાર નવાર કચ્છને નર્મદાના વધારાના ૧ મીલીયન એકર ફીટ પાણી મળે તેવી રજૂઆત કરવામાં આવતી હોય છે. ત્યારે આગેવાનોને રજૂઆત ફળતાં સરકારે કચ્છને નર્મદાના વધારાના એક મિલિયન એકર ફીટ પાણી આપવાની જાહેરાત કરી છે. જેથી બાબુભાઈ મેઘજીભાઈ શાહે આ નિર્ણયને આવકારી કહ્યું કે, નર્મદાના પાણી અડચણો પાર કરી નિર્વિઘ્ને નર્મદાના પાણી છેવાડાના નારાયણસરોવર સુધી પહોંચી કોટેશ્વર મહાદેવને જળા અભિષેક થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. વર્તમાન સરકારની જાહેરાત પ્રમાણે આ યોજનાથી રાપર, અંજાર, મુંદરા, માંડવી, ભુજ અને નખત્રાણાને લાભ મળવાનો છે, ત્યારે અબડાસા અને લખપતને પણ નર્મદાના નીર મળે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી. ર૦૧રમાં ૪ર૦૦ કરોડની અંદાજીત ખર્ચની યોજનામાં ૧૦ વર્ષના વલંબે સરકારે નાણાંની ફાળવણી કરી છે. આ પાણી ૭ કન્ટુરમાં વિભાજીત થઈ મોડકૂબા સુધી પહોંચ્યા બાદ ગોયલા સુધી સંચાઈ વિભાગ લંબો તો ૩ લાખ એકર ફીટ પાણી અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાના વિસ્તારો સહિત ૪ લાખ હેકટરની ખેતીને લાભ દાયક બનવાની ક્ષમતા ધરાવે છે.