કચ્છ જિલ્લા લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ના કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર

0
34

ભુજ : રાજયમાં હાલ ચૂંટણી નજીક આવી રહી હોઈ વિવિધ વર્ગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે હડતાલ કરી રહ્યા છે ત્યારે ફરી કચ્છ જિલ્લા લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ના કર્મચારીઓ વિવિધ પ્રશ્નો બાબતે અચોક્કસ મુદતની હડતાલ ઉતરી ગયા છે.
કચ્છ જિલ્લા લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ કર્મચારી મંડળના પ્રમુખ વી.કે. પટેલે જણાવ્યું કે, ડીઆઈએલઆર કચેરીમાં કામ કરતાં વર્ગ-૩ના કર્મચારીઓના છેલ્લા ઘણા સમયથી વિવિધ પડતર પ્રશ્નો બાબતે રજુઆતો કરાઈ છે જેમાં હેડકલાર્ક, આસી.ડીએલઆર, શિરસ્તેદાર સંવર્ગના-રમાં બઢતીવાળી ખાલી જગ્યાઓ ભરવામાં આવે, મહેુસુલ વિભાગના નાયબ મામલતદાર વર્ગ-૩ના સંવર્ગ તથા જમીન દફતર શાખાના સીનીયર વર્ગ-૩ના કર્મચારીઓની ભરતી, નિયમોની લાયકાત તથા કામગીરી એક સમાન હોઈ, પગાર ધોરણમાં પણ વધારો કરવામાં આવે, સર્વેયર સંવર્ગના પગાર ધોરણમાં સુધારો કરી સરકારના અન્ય વિભાગો મુજબ પગાર આપવામાં આવે આ બાબતે વારંવાર રજુઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે અચોક્કસ મુદતની હડતાલ કરવામાં આવી છે. આ હડતાલમાં સંઘના પ્રમુખ એચ.બી. બ્રહ્મભટ્ટ, ડી.એસ. પટેલ, એમ.ટી. મહેશ્વરી, એચ.એલ. કાપડી, સચિન પટેલ, ડી.ડી. આહિર, પી.એચ. પરમાર, મયુર ચૌધરી સહિતનાઓ જાેડાયા છે.