તેલચોર ભરતના અડ્ડા પર સપાટો બોલાવનાર અંંજાર PI સિસોદીયાની ટીમને શાબાશ છે..!

0
50

  • IGશ્રી-પૂર્વ કચ્છ SPશ્રીએ શ્રી સિસોદીયાની પીઠ થબથબાવી જોઈએ

અગાઉ કેટલીય વખત ભરતના અડ્ડાઓ પર રેડ પડી, સીઆઈડી ક્રાઈમની ટીમ ત્રાટકી ગઈ,છતાં પણ સીલ કરેલા જ્થથા માલ ભરત આણી ટોળકીના અડ્ડા પરથી બેખોફીથી વેંચાતો રહ્યો, પરંતુ હવે ફરીથી અંજાર પોલીસે દરોડો પાડીને કરી દેખાડી છે હિમંતભરી કાર્યવાહી

હવે અંજાર પોલીસ આ ભરત આણી ગેંગની સામે અંતિમ તબક્કા સુધીની કરે ઝીણવટભરી તપાસ : ભરત આહિરને છાવરે છે કોણ? કયા ઝભ્ભાલેંગાધારી ભરત જેવાઓના તેલચોરીના ધંધાઓને શેહ આપી રહ્યા છે? પોલીસતંત્રએ આવા તત્વો-રાજકારણીઓના ગુપ્ત રીપોર્ટ કરવા જોઈએ.., જો અંજાર પોલીસ આવા ગુપ્ત અહેવાલો કરી દેખાડે તો આગામી સમયમાં ભરત જેવા તેલચોરને છાવરનારા રાજકારણીઓની ટિકિટ થઈ જાય ફાઈનલ..!

આ ભરત એટલો લાગવગ વાળો છે કે, તેની ધરપકડ પણ થતી નથી, અને સમ ખાવા પુરતી ધરપકડ થાય તો આ ભરતને વીઆઈપી ટ્રીટમેન્ટ અપાય છે, આ ભરત પર પાસા-કે હદપાર જેવા પગલા કેમ લેવામાં નથી આવતા? આ તો ભલુ થજો અંજારના પીઆઈશ્રી સિસોદીયાનું કે, રેડ તો કરી દેખાડી, આવા તત્વોના કારણે ટ્રાન્સપોર્ટરની હાલત બહુ કફોડી થઈ જતી હતી

ગાંધીધામ : શાબાશ છે ટીમ અંજાર પીઆઈને..! તાજેતરમાં જ તેઓની ટીમ દ્વારા પૂર્વ કચ્છનો કુખ્યાત અને ફાટીને ધુમાડે ગયેલ ભરત આહીર નામના તેલચોરના વરસાણા ચોકડી પાસે આવેલા અડ્ડા પર તવાઈ બોલાવી દીધી છે. અહીથી મુદામાલ પકડયો છે. હાઈવે પરથી પસાર થતા ટેન્કરોમાંથી તેલચોરી, તેનો ગેરકાયદેસર ખુલ્લેઆમ સંગ્રહ કરી અને તેલચોરીનો વ્યાપક નેટવર્ક લાંબા સમયથી ચલાવતા ભરત આહિર નામના શખ્સ લાંબા સમયથી બેરોકટોક રીતે આવા બેનંબરી ધંધાને ધમધમાવતો ફરતો હતો અને પેાલીસને પણ જાણે કે, રીસતરનો પડકાર જ ફેકતો હોય તેવો તાલ થવા પામતો હતો આવામાં હવે અંજાર પોલીસના શ્રી સિસોદીયાની ટીમે વરસાણા ચોકડી પાસે ભરતના અડ્ડા પર ત્રાટકીને આ તેલચોરીની બકરી ડબ્બામાં ને પુછડી બહારનો જ તાલ કરી ધાક બેસાડતી કાર્યવાહી કરી દેખાડી છે તેમ કેહવુ વધારે પડતુ નહી કહેવાય.આ ભરત આહીર વરસાણા સહિતના પટ્ટામાં તેલચોરીના હબ બનાવીને બેઠો હતો. લાંબા સમયથી ભરત નામનો શખ્સ ટેન્કરોમાથી ડ્રાયવર-કલીનરને કયાંક લલચાવી ફોસલાવીને તો કયાંક ડરાવી-ધમકાવીને ભારે મોટા પ્રમાણમાં તેલચોરી કરી રહ્યો છે. અગાઉ પણ તેનુ નામ અને વરસાણા પટ્ટો તેલચોરીમાં ચકચારી રહ્યો છે. આ ભરતની સામે ચકાસણી થશે તો ભુતકાળમાં પણ તે આવા કારનામાઓ આચરવા બદલ પોલીસ ચોપડે મળી જ જવા પામશે. એટલુ જ નહી પણ ભરતનો જે માલ સીલ કરેલો હોય તેમાથી પણ તે ચોરી કરતો હોવાના ઘટનાક્રમો બહાર આવશે, સ્થાનિક પોલીસ તો ખરી જ પણ અહી વિજિલન્સ, સીઆઈડી ક્રાઈમની ટુકડી પણ ત્રાટકી અને કેસ દાખલ કરી ગઈ છે.લાંબા સમયથી ભરત તેલચોરીના નેટવર્કને બેખોફીથી બેરોકટોક ચલાવતો હોવાનુ આવા ઘટનાક્રમો પરથી જ ફલિત થવા પામી રહી છે. હવે અંજાર પોલીસના પીઆઈ શ્રી સિસોદીયા અને તેમની ટીમે ભરત પર દરોડો પાડીને ફફડાટ ફેલાવી દીધો છે. ત્યારે ભરત આટઆટલો ફાટીને ફુલેકે ગયો છે કોના ભરોસે? કોણ ભરતને હિમંત આપી રહ્યુ છે? કોણ આવા તેલચોરને છાવરી રહ્યુ છે? શુ ભરતની પાછળ કાઈ રાજકારણીનો પણ હાથ રહેલો છે? ભરતનુ નામ તેલચોરીમાં અનેકવાર ઉછળ્યુ છે પણ તેની સામે કાર્યવાહી ખુબજ હળવી કલમોથી પૂર્ણ કરી લેવાતી હોય છે? આવી ગોઠવણી કયા ઝભ્ભાલેંગાધારીઓના ઈશારે કરવામાં આવતી હોય છે? તે બધી જ તપાસ કરી અને ખરેખર હવે અંજાર પોલીસે ભરતની સામે કડક કાર્યવાહી કરવામાં જો કોઈ રાજકીય આગેવાન નડતરરૂપ બનતા હોય તો તેનો ગુપ્ત અહેવાલ સરકાર તબક્કે કરી દેવો જોઈએ. જે કોઈ પણ રાજકારણી ભરતને છાવરતા હોય તેમનો નામજોગ ઉપલી કક્ષાએ અહેવાલ થશે એટલે વિધાનસભાની ચૂંટણીમાં તેની ટિકિટ તો ફાઈનલ થઈ જ જશે..! અહી જણાવી દઈએ કે, આ ભરતના ગેરકાયદેસર તેલચોરીના લાંબા સમયથી ચાલતા અડ્ડાઓના લીધે સાચો વેપારી-ટ્રાન્સપોર્ટસ સહિતનાઓ હાય તોબા હાય તોબા પોકારી ગયા હતા.કારણ કે, ટેન્કરમાં માલ તો ઓર્ડર અનુસારના જ ભરાયા હોય, પણ માર્ગમાં ભરતની ગેંગ તેમાથી ચોરીઓ કરી ટેન્કર કાઢી લે એટલે વેપાર-ધંધો જેઓએ પરસપર નકકી કર્યો હોય તેઓની વચ્ચે વિના વાંકે ઘર્ષણની સ્થિતી ઉભી થવા પામી જાય અને નાહકના ડખ્ખા, ધંધાની નુકસાની, આર્થીક ફટકાઓ પડી રહ્યા છે. ભરતના વરસાણા સહિતના જેટલા પણ પોઈન્ટ ધમધમતા હોય તે બધાયને અટકાવવા જોઈએ અને તેની સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવી ઘટે તે જ સમય નો તકાજો બની રહ્યો છે.