વન વિભાગની કિન્નાખોરી : ગાંધીધામનો ટીમ્બર ઉદ્યોગ ઠપ થતા કરોડોનો ફટકો

0
27

સ્થાનિક વન અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ : એશીયાનું સૌથી મોટુ ટિમ્બરને આર્થિક નુકસાન

ગાંધીધામ : એશિયાના સૌથી મોટા ટીમ્બર ઉદ્યોગ ગાંધીધામ-કંડલા વિસ્તારમાં ધમધમે છે. જે વન વિભાગના અધિકારીઓની કિન્નાખોરીને કારણે હાલ અચાનક ઠપ થઈ ચૂક્યું છે, એક બાજુ રાજ્ય સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત કરી રહી છે તો બીજી બાજુ સ્થાનિક અધિકારીઓ દ્વારા જાણી જાેઈને કરવામાં આવતી  કનગડતને કારણે વેપારીઓ આક્રોશિત છેે

કચ્છમાં વિદેશ થી આયાત થતાં ટિમ્બર પરિવહન માટે ટિમ્બર વાહતુક પાસની ઓફલાઈન ચાલતી વર્ષો જૂની પ્રથાને રાતોરાત બંધ કરી દેવામાં આવી છે, અચાનકથી ઓફલાઈન બંધ કરી દેવાતા ઓનલાઈન ટિમ્બર  ટ્રાંઝીટ પાસ માટે વેપારીઓને હેરાન કરવા આવી રહ્યા છે.  પુર્વ કચ્છની અંજાર રેન્જ ફોરેસ્ટની કચેરી આ ઓનલાઈન ટ્રાંઝીટ પાસ માટે ટિમ્બર વેપારીઓ ઓનલાઈન એપ્લિકેશન આપ્યા બાદ પણ માત્ર ૭૦થી ૭૫ જેટલા ટ્રાંઝીટ પાસ ઇસ્યુ થયા છે, બાકી ૩૫૦ જેટલી અરજી હજુ પેન્ડિંગ જ છે, જેના પરિણામે એશિયાનો સૌથી મોટો ટિમ્બર ટ્રેડ મુશ્કેલીમાં મુકાયો છે, હાલ ૪૦૦ જેટલા ટિમ્બર લોડેડ ટ્રકોના પૈડા માત્ર આજ કારણોસર થંભી ગયા છે અને ટિમ્બર ટ્રેડને કરોડો રૂપિયાની નુકસાન થઈ રહ્યું છે. કંડલા ટિમ્બર એસો. નાં જણાવ્યા મુજબ રાજ્યનાં વન વિભાગના ઉચ્ચ અઘિકારીઓ ટિમ્બર ઉદ્યોગને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે, પરંતુ અંજાર ખાતે આવેલી રેન્જ ફોરેસ્ટ ની કચેરી ઓનલાઈન ટ્રાંઝીટ પાસ માટે કોઈ પણ સગવડ નથી, પાસ ઇસ્યુ માટે કમ્પ્યુટર જેવી બેઝિક સુવિધા પણ નથી, મોબાઈલ નાં ભરોશે ઓનલાઈન ટ્રાંઝીટ પાસ ઇસ્યુ થઈ રહ્યા છે, જેના કારણે અનેક ટ્રાંઝીટ પાસ ની અરજી પેંડિંગ છે.  સ્થાનિક વન વિભાગ ની કચેરી દ્વારા મનમાની કરવામાં આવી રહી છે, ઓફ્લાઈન સિસ્ટમ માં ટ્રાંઝીટ પાસ માટે સરકારી નિયમ મુજબ ૨૦ રૂપિયા હતી, પરંતુ તેની જગ્યા ૨૮૦ રૂપિયા લેવાતા હતા, ટિમ્બર સો મિલના વન ટાઇમ રજીસ્ટ્રેશન ના સર્ટિફિકેટ સોંપણી માટે પણ ૨૦ હજાર જેટલા રૂપિયા લેવાતા હોવાનો આક્ષેપ થયા છે.