કાસેઝ સોપારી દાણચોર ગેંગએ ફરી પોત પ્રકાશ્યું : સોપારીની ગેરકાયદે આયાત-નિકાસ ફુલસ્વીંગમાં

0
34

  • આમીયાચંદ્ર મહેરબાન તો ડયુટીચોરો પહેલવાન

થોડા સમય પહેલા પણ કાસેઝમાં સોપારી ૧૧ બોરીઓ અને ૧૮ બોરીઓ બિનવારસુ અવસ્થામાં મળી આવવાની બની ચુકી છે ઘટના : કસ્ટમ તંત્રએ આ બોરીઓને લઈને પણ ન હોતી ધરી કોઈ કડક અને ધાક બેસાડતી કાર્યવાહી

કાસેઝમાં અમદાવાદ – મુંબઈ બાદ હવે લુધિયાણા ડી.આઈ.આઈ. ત્રાટકી : છાનબીન પૂરજોશમાં

કાસેઝમાં આવતી સોપારી પ્રોસેસડ કરી રી-એકસપોર્ટ કરવાના બદલે લોકલ માર્કેટમાં વેંચાણ કરતી ટોળકીના વધતા કારસ્તાન : કાળામરી દર્શાવી કચરો ભર્યા મુદ્દે તપાસ શરૂ

મુંદરામાંથી સ્વીટ સોપારીના કન્ટેઈનર ઝડપાયાઃ કસ્ટમ વિભાગે કરી કાર્યવાહી? ૩ કન્ટેનર સિજ કરીને છાનબીન ચાલુમાં : કાસેઝ કડી જ છે કે કેમ? કન્ટેઈનર દુબઈ તરફ જતા હોવાનુ પ્રાથમીક અનુમાન

ગાંધીધામ : કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમા આમીયાચંદ્રના સમયકાળમાં જે પરવાનાઓ અપાયા છે તે પૈકીના અમુક તત્વો અહી ફાટીને ફુલેકે જ ચડી ગયા હોય તેમ એક પછી એક ગંભીર ઘટનાઓને બેફામ અને બેરોકટોક અંજામ આપી રહ્યા છે. કાસેઝને ધણી ધોરી વિનાનું જ બનાવી દેવાયુ હોય તેવી રીતે આમીયાચંદ્રના સમયકાળમાં અમુક તત્વો હરકતો આદરી રહ્યા છે. આ એ જ શખ્સો છે કે જેઓને એક દીવસ કાસેજમાં એન્ટ્રી બેન કરાઈ અને ગણતરીના સમયમાં જ આમીયાચંદ્રએ જ તેમને કાસેઝમાં ન માત્ર પ્રવેશ કરાવી આપ્યો બલ્કે છુટ્ટાહાથે વિવિધ ધંધાઓની સીધી કે પરોષ રીતે લ્હાણી જ કરી દીધી હતી. હાલના સમયે આ શખ્સો કાસેજમાં સોપારીના પ્રકરણમાં ભારે ચકચારી બની રહ્યા છે. સોપારીની ગેરકાયદેસર આયાત-નિકાસમા આ જ ગેંગનું નામ આવી રહ્યુ છે. આ ટોળકીનો મુખ્ય સુત્રધાર સીધી રીતે હવે કયાય પોતાનુ નામ લાવતો નથી પરતુ ખુદના સગાવ્હાલાઓ કે ટોળકીના અન્ય લોકોના નામે આવા કરતુતોને અંજામ આપી રહ્યો છે. સોપારીની આયાતને લઈને પણ ભારત સરકારે કડકાઈ દાખવેલી છે ત્યારે કન્ટ્રી ઓફ ઓરીઝિન ખોટા દર્શાવી અને આ ગેંગ કરોડોની ડયુટી ચોરી અહી આચરી રહી છે અને તેમાં કાસેજ પ્રશાસન, કાસેઝ કસ્ટમ, સુરક્ષા વિભાગ, પ્રાઈવેટ સિકિયુરટી, ગેટવાળા સુરક્ષા કર્મીઓ સહિતનાઓમાંથી એકાદ બેને ફોડી લઈ સિન્ડીકેટનો ભાગ બનાવી અને સોપારીમાં મોટા પ્રમાણમા ગાલમેલ આચરી રહ્યા છે. થોડા સમય પહેલા જ આ શખ્સ આણી ટોળકીનુ એક યુનિટ ડીઆરઆઈના ઝપ્ટે ચડી જવા પામી ગઈ હતી અને ડીઆરઆઈ દ્વારા આ યુનિટમાં ૧પ દીવસ છાનબીન કરી હતી અને તેમા પણ સોપારી આયતના ઘોટાળા જ મુખ્ય કારણભુત હોવાનુ મનાતુ હતુ.તે વખતે આ સોપારી દાણચોર ટોળકીએ સોપારીનો મોટો જથ્થો આસપાસના વેરહાઉસમાં સગેવગે કરી અને ડીઆરઆઈની તવાઈમાંથી યેનકેન પ્રકારેણ બચી જવા પામ્યા હતા પરંતુ હવે આ સોપારીનો જથ્થાને પગ કરાવવાની દીશામાં આ ટોળકીના આંખે અંધાપો આવી રહ્યો હોવાની નોબત સર્જાતી જોવાઈ રહી છે. નોધનીય છે કે, તાજેતરમાં મોડી રાતે પણ સોપારી ભરેલ બે મોટરકાર ઝડપી લીધી છે પરંતુ તેનો ચાલક કે આરોપીઓ ફરાર થઈ ગયા છે. સુરક્ષા કર્મીઓ, સીસીટીવી કેમેરા, જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા હોવાના દાવાઓ કરતા આમીયાચંદ્રના કાસેજમાં ગાડી ઝડપાય અને ચાલકો કે આરોપીઓ નાશી છુટે તે વાત સહજતાથી સમજાઈ શકે તેમ નથી. એટલે હકીકતમાં અહી સોપારી ગોલમાલ વાળી અધરોઅધર નિયમ વિરૂદ્ધ જોન બહાર કાઢવાનો જ કારસો હતો અને તેની પાછળ એક જ મુખ્ય ટોળકી સક્રીય છે તે જ હોવાનુ અનુમાન જાણકારો કરી રહ્યા છે. હવે જોવાનુ એ છે કે, આ વખતે આ સોપારીના ઝડપાયેલા જથથાનો કોઈ માલિક સામે આવે છે કે નહી? પોલીસ ફરીયાદ આ કિસ્સામાં થાય છે કે કેમ? કારણ કે, પોલીસ ફરીયાદ થશે તો જ કાસેઝ કસ્ટમ આવા કિસ્સાઓની તપાસમાં આગળ આવશે નહી તો તેઓ પણ હાથ ઉંચા કરીને બેસી રહેશે. કાસેઝમાં ગત રાત્રે સોપારી ભરેલ વેગનઆર ગાડી સુરક્ષાકર્મીઓના હથ્થે ચડી અને આરોપીઓ ફરાર થઈ જવાની ઘટના અનેકવિધ રીતે ભેદભરમ ભરેલી જ દેખાવવા પામી રહી છે. સુરક્ષાકર્મીઓ ચોકી કરી રહ્યા છે, ગાડી ઝોનમાં શંકાસ્પદ રીતે કલાકો સુધી ભરતી દેખાઈ છતા પણ ઓરોપી ન પકડી શકાય તેના પાછળનું રહસ્ય શું..? અહી યાદ અપાવી શકાય કે, થોડા સમય પહેલા પણ કાસેઝમાં સોપારી ૧૧ બોરીઓ અને ૧૮ બોરીઓ બિનવારસુ અવસ્થામાં મળી આવવાની બની ચુકી છે ઘટના અને કસ્ટમતંત્રએ આ બોરીઓને લઈને પણ ન હોતી કરી કોઈ કડક અને ધાક બેસાડતી કાર્યવાહી.! બિનવારસુ બોરીઓ મળી આવી હોવાની વાતને તે વખતે પણ કાસેઝ કસ્ટમે પુષ્ટી આપી પરંતુ તેની સામે ન તો માલીક આગળ આવ્યા ન તો કોઈ ફરીયાદો થઈ, યા તો ન તો પોલીસ તપાસ કરાઈ કે પછી કસ્ટમવિભાગે આવા કિસ્સાઓમાં કરી કોઈ કાર્યવાહી? એટલે પાછલા બારણેથી તો આવા ચોરાઉ જથ્થાઓ ગોઠવણી વાળા શખ્સોને જ સોપી દેવાની થાય છે ગોઠવણો..! આ કીસ્સામાં પણ કાસેઝમાં સોપારી દાણચોરીની એક છાપેલા કાંટલા જેવી ટોળકી છે તેને જ જથ્થો પહોચી જશે કે પછી પોલીસ ફરીયાદ થાય છે તે તરફ હવે સોના મીટ મંડાયેલા છે.

સોપારી ચોરી કેસની તપાસ મહાપાત્રાજી જ કેમ ન લે હાથમાં?

ઝોનમાં આટઆટલા સીસીટીવી કેમેરા લગાવેલા છે તો પણ ચોરતત્વોની ઓળખ કેમ નથી કરી શકાતી?

મહાપાત્રાજી કેમ મૌન? : ચોરી કરનારા ચોરોની હિંમત તો જુઓ? કારમાં ચોરીનો માલ ભરીને ખુલ્લેઆમ ગેટથી બહાર કાઢવા જતા અધિકારીઓએ અટકાવી તો તે કાર પરત થઈ અને ઝોનમાં ફીલ્મીઢબે કાર અહી તહી ભટકતી રહી અને આખરે થાંભલા સાથે ભટકાઈ અને પકડાઈ ગઈ, ગાડીમાં માણસો અને ડ્રાયવર ભાગી ગયા, બોલો આવુ તો આ જ ઝોનમાં થઈ શકે..! આ બધા જ કારનામાઓ મોટા મથાડાથી ચમકી રહ્યા છે તેમ છતા પણ મહાપાત્રજી મૌન છે? તેના પાછળનુ કારણ શું સમજવુ? કેમ તેઓ કડક પગલા લેતા નથી? શું મહાપાત્રાજી પણ કાસેઝની ચકચારી ટોળકીમાં જોડાઈ ગયા..?

તપાસનું ફરીથી ફીંડલુ તો નહી વળી જાય ને..?

ગાંધીધામ : કાસેઝમાં સોપારી ભરેલી એક ગાડી સિકયુરીટીવાળાઓની નજરે મોડી રાતે ચડી હતી આ ગાડીનો સિકયુરીટીવાળાઓએ તેને અટકાવવાનો પ્રયાસ કરતા તે ગાડી રીટર્ન આવીને ભાગવા જતા થાંભલા સાથે અથડાઈ હતી અને તેનો ડ્રાયવર તથા ચોરતત્વો નાશી ગયા હતા. આ શખ્સો ઝોનમાથી બહાર કેવી રીતે નીકળી ગયા? આવા કિસ્સાઓની તપાસ પોલીસ કેમ કરતી નથી? શા માટે પોલીસને આ તપાસ નથી સોપાતી? શું ફરીથી આ બનાવનુ પણ ફીંડલુ તો વાળવાનું નથી ને..?

દિલ્હી-લુધીયાણા-કાસેઝ-મુંદરા-દુબઈ સુધી સોપારીકાંડના લંબાતા તાર..!

ગાંધીધામ : કાસેઝમાં સોપારીકાંડની ટોળકીના કારનામાઓ હવે હદ વટાવી રહ્યા હોય તેમ એક પછી એક પકડાઈ રહ્યા છે. કાસેઝમાં હાલના સમયે સોપારીના પ્રકરણો અનેકવીધ શંકાઓ ઉભી કરી રહ્યા છે. તા.૧૦મીએ અને તે બાદ ૧૪મીએ સોપારી ભરેલા બે વાહનો કાસેઝમાં પકડાયા છે તેની સાથે જ દિલ્હીથી એક કન્ટેઈનર પરત લવાયુ છે અને આજે તેને ખોલવામાં આવી રહ્યુ છે અને તેની તપાસ કરવામાં આવી શકે છે. તો વળી બીજીતરફ લુધીયાણા ડીઆરઆઈ પણ સોપારી મામલેના કન્સાઈનમેન્ટમાં તપાસ આદરી રહી હોવાનુ મનાય છે. એટલે કાસેઝના સોપારી પ્રકરણના તાર હવે મુંદરા, દિલ્હી, લુધીયાણા સુધી લંબાતા જોવાઈ રહ્યા છે.