કંડલા વિમાનીમથકે સીએમનું ઉષ્માભેર સ્વાગત કરાયુ

0
79

જિલ્લા ભાજપની ટીમ, વેલસ્પન ગ્રુપના અધિકારીઓ, સરકારી તંત્રના અધિકારીઓ સહિતનાઓએ મુખ્યપ્રધાનને આપ્યો આવકાર

ગાંધીધામ : ગુજરાત રાજયના મુદુ છતા મકકમ મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે પૂર્વ કચ્છના પ્રવાસે પધાર્યા હતા. અહી વિવિધ વિકાસકામોને ભેટ આપવા આવી પહોંચેલા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને કંડલા વિમાનીમથકે સ્થાનિક આગેવાનો દ્વારા મીઠ્ઠડો આવકાર આપવામાં આવ્યો હતો. કંડલા વિમાનીથમકે સીએમશ્રીને કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ કેશુભાઈ પટેલ, ભાજપના પ્રદેશ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, વીધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય, અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિર, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયતના અધ્યક્ષ પારૂલબેન કારા, વલમજીભાઈ હુબંલ, ભરતસિહ જાડેજા, પંકજ ઠકકર, બાબુભાઈ ગુજરીયા, શિતલભાઈ શાહ,નવીનભાઈ ઝરૂ, શામજીભાઈ, ધનજીભાઈ હુંબલ, પારૂલબેન કારા, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ, મહેશભાઈ પુંજ, વિરેન્દ્રસીહ જાડેજા, કચ્છ જિલ્લા વીકાસ અધિકારી ભવ્ય વર્મા, પૂર્વ કચ્છ એસપીશ્રી મહેન્દ્ર બગડીયા તથા વેલસ્પનના અધિકારીશ્રીઓ દ્વારા શાલ-પુષ્પગુચ્છ અર્પણ કરીને આવકાર આપવામાં આવ્યો હતો.