કારખાનેદાર ૩૧મી ઓકટોબર સુધી લાયસન્સ રીન્યુઅલ અરજી કરી શકશે

0
41

કારખાનાધારા હેઠળ નોંધાયેલા દરેક કારખાનેદારને જણાવવામાં આવે છે કે, વર્ષ ૨૦૨૩ માટે લાયસન્સ રીન્યુ કરવા માટે નિયત નમુના નં.૩માં વેબસાઇટ ” ifp.gujarat.gov.inમાં લાયસન્સ રીન્યુઅલ અરજી અને લાયસન્સ ફી ઓનલાઇન ભરી, હાર્ડકોપી સાથે અસલ કારખાનાનું લાયસન્સ જરૂરી આધારો સાથેની અરજી કચેરીને તા.૩૧-૧૦-૨૦૨૨ સુધીમાં પહોંચતી કરવા જણાવવામાં આવે છે. તા.૩૧-૧૦-૨૦૨૨ના રોજ જાહેર રજા છે. છતાં લાયસન્સ રીન્યુ માટે અરજી સ્વીકારવા માટે ઓફીસ ૧૧.૦૦ થી બપોરના ૨.૦૦ કલાક સુધી ખુલ્લી રહેશે. એમ ડેપ્યુટી ડાયરેકટર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થની કચેરી, આદિપુર કચ્છની યાદીથી જણાવવામાં આવે છે.