ગુજરાત રાજય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત કચ્છના સંયુકત ઉપક્રમે રાપર ખાતે નારી સંમેલન યોજાયું

0
18

૧૪ ઓક્ટોબરના રોજ ગુજરાત રાજય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત કચ્છ ભુજના સંયુકત ઉપક્રમે રાપર નગરપાલિકા ટાઉનહોલ ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ કંકુબેન આહિર ચેરમેનશ્રી મહિલા અને બાળ વિકાસ યુવા સમિતિ જિલ્લા પંચાયત કચ્છ-ભુજના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત કિશોરીઓ દ્વારા સ્વાગત ગીતથી કરવામાં આવી હતી તેમજ સીડીપીઓ શ્રી જે.કે.પરમાર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દિપ પ્રાગટય કરાયું હતું.

આ કાર્યક્રમમાં વિષયને અનુરૂપ નારી અદાલતની સમજ, મહિલા સશક્તિકરણ, મહિલાઓને બંધારણથી મળેલ હકો તથા અધિકારો, મહિલા વિષયક તમામ યોજનાઓની જાણકારી જેવી કે મહિલા બાળ કલ્યાણ, આરોગ્ય, શિક્ષણ અને સમાજ સુરક્ષાને લગતી વિવિધ યોજનાઓ વિશે સી.ડી.પી.ઓશ્રી જે.કે.પરમાર, શ્રી મેરીબેન વાણીયા એડવોકેટ એન્ડ નોટરી, શ્રી સેજલબેન ઈસાર સંસ્થા રાપર, આંગણવાડી વર્કર સોનલબેન મઢવી વગેરે મહાનુભાવો દ્વારા માહિતી આપવામા આવી હતી.

આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ રૂપે શ્રી અમરતબેન વાવિયા,પ્રમુખશ્રી રાપર નગરપાલિકા તેમજ શ્રી કે.વી.મોઢેરા,તાલુકા વિકાસ અધિકારી રાપર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ધર્મેન્દ્રભાઈ હોથી દ્વારા કરવામાં આવ્યું હતું અને મુખ્ય સેવિકાશ્રી પુર્વીબા એસ.વાઘેલા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈસીડીએસ કચેરીનો સમગ્ર સ્ટાફ, મુખ્ય સેવિકા બહેનોએ, સીડીપીઓશ્રીના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવી હતી તેવું બાળ વિકાસ યોજના અધિકારીશ્રી રાપર કચ્છની અખબારીયાદીમાં જણાવાયું છે.