જખૌ ૩પ૦ કરોડ હેરોઈનકાંડ : મુખ્ય સુત્રધાર ઝડપાયો

0
70

દિલ્હી ખાતે પોલીસે છાપો મારી અફઘાની શખ્સની ધરપકડ કરી : કારની ડેકીમાંથી ૫૬ કરોડનું ૮ કિલો હેરોઈન મળી આવ્યું

ગાંધીધામ : સૌરાષ્ટ્રમાં સાગર કિનારે ડ્રગ્સની દાણચોરી સતત વધી રહી છે. ત્યારે એક માસ પહેલા જખૌ મધદરિયેથી ૩૫૦ કરોડનું હેરોઈન સાથે છ પાકિસ્તાની ઝડપાયા હતા. જે ગુનામાં વોન્ટેડ અફઘાની શખ્સ દિલ્હીમાં છુપાયો હોવાની માહિતી પરથી એટીએસ અને સ્થાનિક પોલીસે લાજપત નગરમાં છાપો મારી ડ્રગ્સનું ક્ધસાઈમેન્ટ મગાવનાર અફઘાની શખ્સની ધરપકડ કરી તેની પાસે વધુ રૂપિયા ૫૬ કરોડનું ૮ કિલો હેરોઈન કબ્જે કર્યુ છે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ગત ૮ ઓક્ટોબરે એટીએસ અને કોસ્ટગાર્ડને મળેલી ચોક્કસ બાતમીના આધારે જખૌ મધદરિયે ઈન્ટરનેશનલ બોર્ડર પાસે ભારતિય જળ સીમામાંથી એક પાકિસ્તાની બોટ ઝડપી લઈ તેની તલાશી લેતા તેમાંથી રૂા. ૩૫૦ કરોડની કિંમતનું ૫૦ કિલો હેરોઈન મળી આવ્યું હતું. આ અંગે કોસગાર્ડ અને એટીએસ દ્વારા પાકિસ્તાની અલિમામદ બચ્ચલ મલ્લા, રાયબ અબ્દુલ્લા મલ્લા, શેરમામદ ભચરિયા બડ, મમતાજ હારૂન મલ્લા, મોતિયો ઈન્દ્રીશ મલ્લા અને ઈબ્રાહીમ યુસુફ સમેજાની ધરપકડ કરી હતી.

એટીએસની પુછપરછમાં આ ડ્રગ્સનો જથ્થો અફઘાની શખ્સ હકમતુલ્લા નામના શખ્સે મગાવ્યાનું ખુલ્યું હતું. દરમિયાન એટીએસને મળેલી બાતમીના આધારે દિલ્હી પોલીસની મદદથી ગઈકાલે લાજપત નગરમાં છાપો મારી હકમતુલ્લાની ધરપકડ કરી હતી. તેની પાસે રહેલી કારની ડેકીમાંથી રૂા. ૫૬ કરોડની કિંમતનું ૮ કિલો હેરોઈન મળી આવ્યું હતું.પોલીસ અને એટીએસની આકરી પુછપરછમાં આરોપી હકમતુલ્લા ટુરીસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો અને તેણે જ ડ્રગ્સનું ક્ધસાઈમેન્ટ મગાવ્યું હતું. અફઘાની શખ્સે ગેરકાયદેસર ભારતમાં વસવાટ શરૂ કરી ડ્રગ્સનો વેપાર શરૂ કર્યો હોવાનું પણ બહાર આવ્યું છે.

જખૌ-દિલ્હીમાંથી ઝડપાયેલ ડ્રગ્સ કોને આપવાનુ હતુ?

ગાંધીધામ : જખૌ અને દિલ્હીમાંથી ઝડપાયેલ ડ્રગ્સનો જથ્થો કોને આપવાનો હતો તે મુદ્દા પર આરોપીની સઘન પુછપરછ કરી રિમાન્ડ પર લેવાનીકાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દિલ્હી પોલીસની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આરોપીનો એટીએસ કબ્જાે મેળવી ગુજરાત લઈ આવશે અને જખૌના ગુનામાં તેની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.