ITC રીફંડના કરોડોના ગોટાળા મામલે ગાંધીધામમાં સ્ટેટ GST ના દરોડા : કરચોરોમાં ફફડાટ

રાજ્યવ્યાપી તપાસના દોરમાં ગાંધીધામમાં પણ પાંચ ટીમોએ બોલાવી તવાઈ : વધારે પડતી ઈનપુટ ટેક્ષ ક્રેડીટનો ગેરલાભ ઉઠાવનારાઓમાં પડી ગયો સોપો

તેલ-તેલીબીયા સંલગ્ન પેઢીઓમાં સ્ટેટ જીએસટીના રાજકોટ વિભાગના ડેપ્યુટી કમિશ્નરની ટુકડીઓએ ઔદ્યોગીક સંકુલમાં કરી છાનબીન : સબંધિત સાહિત્ય-દસ્તાવેજો સિઝ કરીને આદરી વધુ તપાસ : રાજયભરમાં ૬૦ સ્થળોએ સરપ્રાઇઝ ચેકીંગના ધમધમાટના ભાગ પેટે જ કચ્છમાં ઉતરી ટીમો

ગોકુલમાં ટેક્ષચોરી તો નથી થઈ ને? સ્ટેટ જીએસટી વિભાગ કેમ
ન આદરે તપાસ? આઈટીસી રીફંડના બોગસ કલેઈમની સાથોસાથ જ વેરાચોરી પણ મોટાભાગે હોય છે સંકળાયેલી

આકારણી-એસેસમેન્ટ માટે ગોકુલ રીફોઈલ્સના દસ્તાવેજો-ફાઈલ સહીતની વિગતોનો સ્ટેટ જીએસટી ટીમ સ્થાનિક કચેરીને આદેશ કરશે તે વખતે સંભવત આઈટીસીના ગેરલાભની રકમનો થઈ શકે છે ઘટસ્ફોટ

 

તેલ-તેલીબીયાંવાળા કેવી રીતે આઈટીસીનો ઉઠાવે છે ગેરલાભ?
ગાંધીધામ : રાજયભરમાં દરોડા પાડવામા આવ્યા છે તેમાં ગાંધીધામમાં પણ તેલ-તેલીબીયાવાળા ઝપ્ટે ચડયા છે. આવા સમયે આઈટીસીનો ગેરલાભ આ તેલતેલીબીયા વાળા કેવી રીતે લેતા હોય છે તે અંગે નિષ્ણાંતોનો મત જાણીએ તો તેલ-તેલીબીયાવાળા તેમના માલ-સામાનની હેરફેર ટ્રાન્સપોર્ટર મારફતે કરતા હોય છે. હવે પેઢીએ પોતાના સોયાબીનનું વેંચાણ જે ટ્રાન્સપોર્ટરને દર્શાવ્યુ છે હકીકતમાં તે ટ્રાન્સપોર્ટરને એ જ બીલ્ટી અપાય છે ખરી કે પછી ટ્રાન્સપોર્ટરના દસ્તાવેજો ચકાસતા તેવા કોઈ જ બીલ્ટી તેમની પાસેથી મળતા નથી? જો આવુ થાય તો સ્પષ્ટ વિસંગતતાઓ સામે આવવા પામી જાય છે.

ગોકુલ રીફોઈલ્સ સંલગ્ન
ગાંધીધામના ટ્રાન્સપોર્ટરની પણ કરો છાનબીન
એકમાત્ર ગોકુલ રીફોઈલ્સથી જ ગાંધીધામના પ૦થી વધુ ટ્રાન્સપોર્ટર્સ હશે સંકળાયેલા : જો ઝીણવટપૂર્વકની ઘનીષ્ઠ તપાસ થાય તો સરકારને મળી શકે છે મોટો દલ્લો : જાણકારોનો ઈશારો
ગાંધીધામ : તેલ-તેલીબીયા સલગ્ન કેટલીક પેઢીઓમા આઈટીસીનો ગેરલાભ લેવામા આવતો હોવાના ઈનપુટસના પગલે ગાંધીધામમાં પણ ગોકુલ રીફોઈલ્સ તંત્રની ઝપ્ટે ચડી જવા પમી ગયા છે ત્યારે જાણકારોના મત અનુસાર હકીકતમાં તો ગોકુલ રીફોઈલ્સની સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટરોની પણ જરૂરી તપાસ કરવી જ જોઈએ. જો આવુ કરવામા આવે તો આઈટીસી પેટે સરકારપાસેથી ખોટી રીતે મેળવેલી તગડી રકમનો રીકવરી સરકારને હાથ લાગી શકે તેવુ જાણકારો માની રહ્યા છે.

શું છે આઈટીસી રીફંડ વિસંગતતાનો મુસદ્દો?

‘કાસ્કેડીંગ’-વેરા પર વેરો ન વસુલી શકાયના
વાણીજય વેરા વિભાગના નિયમ મુજબ જ આઈટીસીમાં કયાંક ને કયાંક સર્જાય છે વિસંગતતાઓ
ગાંધીધામ : માની લઈએ કે એક પેઢીએ અન્ય પેઢી પાસેથી ૧ કરોડનો માલ ખરીદ્યો અને તેને પ્રથમ પેઢીએ ૧.ર૦ લાખમાં વેંચી દીધો. અહી ટેક્ષ-વેરો ખરીદનારે ૧ કરોડ ર૦ લાખ પર ભરવાનો રહેશે પરંતુ આ તબક્કે ખરીદનાર ૧ કરોડ પર વેરો માફ માંગશે અને માત્ર ર૦ લાખ પર જ ભરશે. આવા સંજોગોમાં માફીનો લાભ જેઓ મેળવી રહ્યા છે તેઓને માફી આપવી કે કેમ? તે વેંચનાર પેઢીએ પણ ૧ કરોડ પર વેરો ભર્યો છે કે નહી તેના પરથી નીશ્ચીત થવા પામતુ હોય છે. એટલે ખરીદીના તબક્કે છુપાયેલ વેરો તે આટીસી કહેવાય. પાર્ટીએકની એક કરોડની ખરીદી પાર્ટી બેની એક કરોડનું વેંચાણ થતુ હોય છે. એટલે પાર્ટી બે દ્વારા પણ એક કરોડની રકમ પર વેરો ભરાયેલો હોવો આઈટીસી રીફંડ માટે જરૂરી બની જતું હોય છે. પરંતુ આવુ ન થયુ હોય તેને આઈટીસીની વિસગતતાઓ કહી શકાય.

ગોકુલ રીફોઈલ્સ શંકાના દાયરામાં
ટીમો રૂટીન ચેકઅપ માટે આવી હતી, આધારો
માંગ્યા તે પુરા કરેલા છે : હિતેશભાઈ ઠકકર (સી.ઈ.ઓ. ગોકુલ રીફોઈલ્સ)
ગાંધીધામ : સ્ટેટ જીએસટીની ટીમો દ્વારા ગાંધીધામ સંકુલમાં તેલ-તેલિબીયા સંલગ્ન વિવિધ પેઢીઓમાં આઈટીસીના ગેરલાભ અંગે તપાસ હાથ ધરવામા આવી હતી ત્યારે સરકારી સુત્રોના સાધનો અનુસાર ગાંધીધામમાથી ગોકુલ રીફોઈલ્સમાં કયાંક ને કયાંક આઈટીસી મામલે વિસંગતાઓ દેખાઈ હોવાથી તેમના કેટલાક સાહિત્ય-દસ્તાવેજો જપ્ત કરવામા આવ્યા છે. આગામી દીવસમો કેટલાક લાખ કે કરોડની આઈટીસીનો ગેરલાભ ઉઠાવાયો છે તેનો આંક પણ બહાર આવવા પામી શકે તેમ છે. આ સંદર્ભે ગોકુલ રીફોઈલ્સના સીઈઓ હીતેશભાઈ ઠકકરની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ જણાવ્યું હતુ કે, સ્ટેટ જીએસટીની ટીમો આવી હતી. રૂટીન ચેકઅપ કર્યુ હતુ અને ખરીદ-વેચાણના જે આધારો કંપનીથી માંગ્યા છે તે પુરા કરવામાં આવ્યા છે. ગોકુલથી સંકળાયેલા ટ્રાન્સપોર્ટર્સની પણ વિગતો માંગી હતી જે અપાયેલી હોવાનુ હિતેશભાઈએ જણાવ્યુ હતુ. આઈટીસીના ખોટા લાભો લેવાયા હોવાની વાત સંદર્ભે તેઓએ અજાણતા જ દર્શાવી હતી.

 

 

 

 

 

ગાંધીધામ : જીએસટીનું એક વર્ષ થઇ ચુકયું છે ત્યારે દેશભરમાં તેનો વિરોધ થઇ રહ્યો છે. આ વિરોધ વચ્ચે સ્ટેટ જીએસટી દ્વારા ગુજરાતમાં ૬૦ સ્થળે દિવેલના
વેપારીઓ, બ્રોકરો, દલાલો અને ટ્રાન્સપોર્ટરોને ત્યાં દરોડા શરૂ કરી દેવામાં આવ્યા છે.
રાજયની જીએસટી એન્ફોર્સમેન્ટની વિવિધ ટુકડીઓ દ્વારા આ જ અંતર્ગત ગાંધીધામ સંકુલમાં પણ દરોડાનો દોર હાથ ધરવામા આવતા આઈટીસીનો બોગસ લાભ લેનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામી ગયો હોવાનો વર્તારો ખડો થવા પામી રહ્યો છે. આ મામલે પ્રાપ્ત થતી વધુ વિગ્તો અનુસાર સ્ટેટ જીએસટીની ટીમે અમદાવાદ, ડીસા, ઉંઝા, પાલનપુર, ગગલાસણ, ગોંડલ, છત્રાલ, રાજકોટ, કડી, કપડવંજ, ગાંધીધામ તથા કડીમાં આ દરોડા પાડતાં દિવેલના વેપારીઓ દોડતા થઇ ગયા છે. આ વેપારીઓ ખોટી રીતે ઇનપુટ ટેકસ ક્રેડિટ મેળવતા હોવાથી તેમની ઓફિસોમાંથી જરૂરી દસ્તાવેજો જપ્ત કરી તપાસ શરૂ કરવામાં આવી હોવાનુ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યુ છે. બીજીતરફ આ બાબતે સ્ટેટ જીએસટીના કચેરીના સુત્રો મારફતે મળતી વિગતો અનુસાર રાજકોટ વિભાગના ડેપ્યુટી કમીશ્નર શ્રી વર્માની આગેવાની હેઠળ ગાંધીધામમાં પણ પાંચ જેટલી અલગ અલગ ટીમો દ્વારા તેલ-તેલીબીયા સલગ્ન પાર્ટીઓને ત્યાં તપાસ છાનબીન કરી હતી અને તે પૈકીની બે પેઢીઓ પાસેથી આઈટીસી સલગ્ન કેટલીક વિસંગતતાઓ સામે આવતા તે બે પેઢીઓના દસ્તાવેજો-સાહિત્ય જપ્ત-સ્થગીત કરાયુ છે અને હવે તેની આગળની વિવિધ પ્રક્રીયાઓ ધોરણસરની હાથ ધરવામા આવી હોવાનુ માલુમ પડી રહ્યુ છે. તપાસ ચાલુમાં હોવાથી હાલના તબક્કે અહીની બન્ને પેઢીઓ દ્વારા કેટકેટલા કરોડની આઈટીસી વધુ પડતી લાભ લેવાઈ ગયો છે તે આકારણી સહિતની પ્રક્રીાયઓ સંપન્ન થયા બાદ જ ખ્યાલ આવી શકે તેમ છે. જો કે, આઈટીસીના ગેરલાભ લેનારા તત્વોમાં આ પ્રકારની એકાએક જ તવાઈના પગલે ફફડાટ ફેલાઈ જવા પામી ગયો છે.