હવે એનઆઈએ-સીબીઆઈ ત્રાટકે તે જ જરૂરી : મુંદરા સેઝને મિસડીકલેરેશનનો અડ્ડો બનાવનાર આમીયાચંદ્ર સામે જ થવી જાેઈએ લાલઆંખ…!

0
28

આવડી મોટી માત્રામાં બનાવો બની રહ્યા છે તે પછી પણ સરકાર ઉંઘમાં અને કોણ આની પાછળ જવાબદાર છે તેની તપાસ કરવામાં આવતી નથી ? વિદેશથી ચાઈનીજ ટોયઝની આડમાં મુંદરા સેઝમાં આવતી પ્રતિબંધિત ઈ-સીગારેટનો આંક ર૦૦ કરોડને આંબી રહ્યો છે : વધુ ૧૦ કરોડની ઈ-સીગારેટનો જથ્થો ઝડપાયો : એમોઝર નામનો વેરહાઉસ કસ્ટમના કયા પૂર્વ ડીસીનો છે? આ વેરહાઉસ સલગ્ન પરવાનાઓ આપ્યા છે કોણે? જાે ઘનિષ્ઠ તપાસ થશે તો આમીયાચંદ્ર સુધી જ આ બધા જ ભેાપાળાનો રેલો લંબાશે

ગાંધીધામ : ચાઈનાથી ટોયઝ આયાત કરવાના નામે પ્રતિબંધિત એવી ઈ-સીગારેટનો કરોડોનો જથ્થો મુદરા સેઝમાં આવ્યા બાદ અહીથી સરકી ગયા પછી સુરત ખાતે ડીઆરઆઈએ ચોકકસ બાતમીના આધારે ઝડપી પાડતા તેમાં રેલો કચ્છ-ભુજ-મુંબઈ સુંધી લંબાયો હતો અને હવે તેની આગળ ધપતી તપાસમાં વધુ આવા કન્સાઈનમેન્ટ પકડાવવા પામી રહ્યા હોવાની સ્થીતી સામે આવવા પામી છે.

આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર ડીઆરઆઈ દ્વારા આ કેસમાં કેટલાક તત્વોને સમન્સ પાઠવીને બોલાવયા બાદ પુછતાછ કરવામાં આવતા આ જ કડીમાં વધુ માહીતીઓના આધરે બાજ નજર રાખી અને હવે ડીઆરઆઈ વધુ કેટલાક કન્સાઈનમેન્ટ પકડતી હોવાનુ સામે આવ્યુ છે જે અનુસાર મુંદરાના એક સીએફએસમાંથી ડીઆરઆઈ દ્વારા ૧૦ કરોડથી વધુનો ઈ સિગારેટનો જથ્થો પકડી પાડયો છે અને આ જથ્થો પણ અગાઉના વેરહાઉસ અને આયાત-નિકાસ કારો સલગ્ન જ હોવાનુ પ્રાથમીક તપાસમાં સામે આવવા પામી રહ્યો છે.

આ મામલે પ્રાથમિક તપાસમાં બહાર આવતી વિગતો અનુસાર વેરહાઉસમાં કાળા ધોળા કરીન સેજના નિયમોની આંટીઘુંટીઓનો ગેરલાભ ઉઠાવીને કસ્ટમના જ એક પૂર્વ ડીસી દ્વારા વેરહાઉસમાં આવા માલની આયાત-નિકાસ ધુમ કરવામાં આવી ચૂકી છે. અને આ બધા જ કારસ્તાનો મુંદરા સેઝના ડીસી આમીયાચંદ્ર અને અહીના જ કસ્ટમના ડીસી રણજીતસિંહની જાણ બહાર થવા પામ્યા હોયતે વાત માનવાને કેાઈ જ કારણ નથી? એટલે હકીતકમાં તો જે રીતે પ્રતિબંધીત સિગારેટનો જથ્થો ઝડપાવાનો આંક હવે અહી ર૦૦ કરોડને આંબવા પામી રહ્યો છે ત્યારે ખરેખર તો મુંદરા સેઝમાં સૌ પ્રથમ તો આમીયાચંદ્રની સામે જ ગાળીયો કસવો જાેઈએ. હવે અહી માત્ર સીબીઆઈ જ નહી પણ એનઆઈએ દ્વારા બાજ નજર રાખવાની જરૂર છે. આમીયાચંદ્રની સામે એનઆઈ ત્રાટકે, સીબીઆઈ તપાસ બેસાડાય તો ન માત્ર મુંદરા સેઝ બલ્કે અન્ય વિસ્તારોમાં પણ તેના દ્વારા આચરાયેલા કરોડેાના ભેાપાળાઓનો પર્દાફાશ થવા પામી શકે તેમ છે.

દેશની ટોપની એજન્સી ગાફેલ ન રહે :આમીયાચંદ્ર હવે દેશની સુરક્ષા માટે પણ ખતરારૂપ : અહીં વિસ્ફોટકો નહી ઘુસતા હોય તેની શું ખાત્રી?

ર૦૦ કરોડથી વધુની ઈ-સિગારેટનો જ્થથો તો એજન્સીઓ પકડી ચૂકી છે, તો આમીયાચંદ્રની જ મીઠીનજર હેઠળ કચ્છના આવા સંવેદનશીલ ક્ષેત્રમાંથી વિસ્ફોટક સામગ્રીઓ જેવો મુદામાલ પગ નહી કરી ગયો હોય તેની શુ ખાત્રી?

ગાંધીધામ : મુંદર સેઝમાથી જે રીતે ઈ સિગારેટ જેવી પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાવવાનો સીલસિલો અટકતો જ નથી અને આ બધો જ માલ અહી આઠ આઠ વર્ષથી ડીસી પદે સેવારત રહેલા આમીયાચંદ્રના સમયકાળમાં જ થતો જાેવાઈ રહ્યો છે ત્યારે સમજવાની જરૂર છે કે, હવે આ અધિકારીના નાક નીચે દેશને નુકસાન થતા આવા ગંભીર પ્રકારના કન્સાઈનમેન્ટ જાે સરકી જ જાય છે તો પછી અહીથી વિસ્ફોટક સામગ્રીઓ પણ પગ નહી કરી ગઈ હોય તેની શુ ખાત્રી? આવા સવાલો પણ હવે વિશેષ થવા પામી રહ્યા છે? દેશની ઉચ્ચ એજન્સીઓ જેવી કે, એનઆઈએ, સીબીઆઈ, સહિતનાઓએ હવે કચ્છમાં અને મુંદરામાં આમીયાચંદ્ર પર ખાસ ધોંસ બોલાવવાની તાતી જરૂરીયાત જણાઈ રહી છે નહી તો આમીયાચંદ્રનો ભ્રષ્ટચાર દેશની સલામતી માટે પણ હવે મેાટા જાેખમ ઉભા કરી જાય તેમ છે.

મુંદરા-કંડલા કસ્ટમના ભ્રષ્ટબાબુઓનો આ રહ્યો ભાવપત્રક : કોણ કેટલા લે છે?

ગાંધીધામ:  મુંદરા અને કંડલા કસ્ટમમાં કયા તબક્કેથી કયા કક્ષાના અધિકારી સુધી કેવા કેવા કામ પેટેના ફિક્ષ ભાવો શુ લેવાઈ રહ્યા છે? એટલે કે, પાર્ટી પાસેથી કટકી નાનાથી લઈ અને ઉપર સુધીના અધિકારીઓ શુ ભાવની સ્વીકારી રહ્યા છે તે ભાવો પણ ચર્ચાય  છે તે નીચે મુજબ છે.

  • એસેસમેન્ટ સુપ્રીટેન્ડેન્ટ: ૩૦૦ થી પ૦૦.

  • ડે.કમિ.એસેસમેન્ટ: ૩૦૦ થી પ૦૦.

  • એકઝામિનેશન સુપ્રી.: રપ૦ થી ૪૦૦

  • એકઝામીનેશન ઈન્સપેકટર: રપ૦ થી ૪૦૦

  • ફેસલેશ અસેસમેન્ટમાં અપ્રેઈઝર: પ૦૦થી ૭૦૦ અને ડીસી ઃ પ૦૦થી ૭૦૦.

  • (રીએકઝામીનેશન) સુપ્રીટેન્ડેન્ટ: ૫૦૦૦ ( પ્રતિ કન્ટેનર)

  • (રીએકઝામીનેશન) ઓફિસર: ૨૦૦૦ ( પ્રતિ કન્ટેનર)

  • કસ્ટમ ગેટપર નવા સીલ પેટે: ૧૦૦૦ (પ્રતિ સીલ)

વિચારતો કરો, હવે ફેશલેશ સિસ્ટમમાં પણ મંગાય છે સલીયાણાં…! : આ સિસ્ટમ ભ્રષ્ટાચાર ડામવા છે કે, વધારવા ?