IPS  ઓફિસર કરવાલ-પ્રવિણસિંહાને બઢતી

ગાંધીનગર : ભારત સરકારે દેશભરમાંથી ૩૦ જેટલા આઈપીએસ ઓૅફિસરોને ભારત સરકારમાં એડિશનલ ડાયરેકટર જનરલ અથવા તેની સમકક્ષ જગ્યા માટે એમ્પેનલ્ડ કર્યા છે. જેમાં ગુજરાત કેડરના ૧૯૮૮ બેચના અતુલ કરવલ અને પ્રવીણસિંહાને પણ ભારત સરકારમાં એડિશનલ ડાયરેકટર જનરલ અથવા તેની સમકક્ષ જગ્યાએ નિમવા માટે એમ્પેનલ્ડની યાદીમાં સમાવેશ કરાયા છે. તેઓ અત્યારે ભારત સરકારમાં જ પ્રતિનિયુક્તિ પર જોઈન્ટ ડાયરેકટરની જગ્યા કાર્યરત છે. ગુજરાત કેડરના આ બંને અધિકારીઓને જે જગ્યા માટે એમ્પેનલ્ડ કરાયા છે. તે બઢતીની જગ્યા છે. અતુલ કરવલ હાલ ભારત સરકારમાં આઈજીપી, સીઆરપીએફ (ટ્રેઈનીંગ) અને પ્રવીણસિંહા હાલ સીબીઆઈમાં જોઈન્ટ ડાયરેકટર (ચેન્નાઈ)ના પદે છે. તેઓ હવે, સીબીઆઈમાં જ એડિશનલ ડાયરેકટર તરીકે દિલ્હી ખાતે સેવા આપશે. જેના કારણે સીબીઆઈમાં ગુજરાતના અધિકારીઓનું મહત્વ વધશે..